યુવા બાબતો અને રમત મંત્રાલય
ભારતીય પેરા તીરંદાજોની SAI, NCoE, ગાંધીનગર ખાતે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ માટે તૈયારી
प्रविष्टि तिथि:
23 AUG 2026 5:00PM by PIB Ahmedabad
29-સભ્યોની ભારતીય પેરા તીરંદાજી ટીમ હાલમાં SAI, NCoE, ગાંધીનગર ખાતે આગામી અમદાવાદ 2026 હ્યુન્ડે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ માટે તાલીમ લઈ રહી છે.
2 સપ્ટેમ્બરના રોજ તૈયારી કેમ્પ પૂર્ણ કર્યા પછી, ભારતીય ટીમ 'અમદાવાદ 2026 હ્યુન્ડે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ' માં ભાગ લેશે જે સપ્ટેમ્બર 5-9, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રમાશે
ભારત પહેલીવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝની યજમાની કરશે
વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ સ્ટેજ 1 બેંગકોક, થાઈલેન્ડમાં એપ્રિલ 2026માં રમાઈ હતી, જ્યાં ભારતીય તીરંદાજોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું (પાયલ નાગ દ્વારા સુવર્ણ ચંદ્રક જીતવા સહિત), સ્ટેજ 2 ચેકિયામાં જૂન 30 થી જુલાઈ 4, 2026 દરમિયાન યોજાયો હતો. અમદાવાદમાં યોજાનારી સ્પર્ધા સ્ટેજ 3 હશે, અને સ્ટેજ 4 સાન્ટિયાગો, ચિલીમાં ઓક્ટોબર 2026માં રમાશે.
વર્લ્ડ પેરા સિરીઝમાં 4 ડિવિઝન - રીકર્વ, કમ્પાઉન્ડ, W1 અને VIનો સમાવેશ થશે.
ભારતીય ટીમમાં પેરિસ પેરાલિમ્પિક્સના મેડલ વિજેતા શીતલ દેવી, રાકેશ કુમાર, હરવિંદર સિંહ, વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝના મેડલ વિજેતા શ્યામ સુંદર સ્વામી, વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા તોમન કુમાર અને અન્ય લોકો સામેલ છે.
SAI મીડિયા સાથે વાત કરતા, પેરા આર્ચરી ટીમના કોચ કમ મેનેજર સુરેન્દર સિંહ રંધાવાએ કહ્યું, "SAI, ગાંધીનગર ખાતે ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, મેદાન ખૂબ સરસ છે, અને SAI અધિકારીઓ તરફથી અમને મળતી મદદ ઉત્તમ છે."
રંધાવાએ ઉમેર્યું કે તૈયારી કેમ્પમાં રહેલા 29 ખેલાડીઓમાં તે 11 તીરંદાજોનો પણ સમાવેશ થાય છે જેઓ જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
"અહીં ગાંધીનગર કેમ્પમાં રહેલા 29 ખેલાડીઓમાંથી, 11 ખેલાડીઓ, જેઓ અગાઉથી પસંદ થઈ ચૂક્યા છે તે આઇચી નાગોયા એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, પસંદગી ટ્રાયલ્સ અગાઉ સોનીપતમાં યોજવામાં આવી હતી" રંધાવાએ જણાવ્યું હતું.
(रिलीज़ आईडी: 2302506)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English