માનવ સંસાધન વિકાસ મંત્રાલય
IIMA હેલ્થકેર સમિટ 2026માં સરકાર, ઉદ્યોગ અને શિક્ષણજગત એકત્રિત થઈને આરોગ્યસંભાળમાં AIને આગળ વધારવા અંગે ચર્ચા કરશે
પોસ્ટેડ ઓન:
20 AUG 2026 6:23PM by PIB Ahmedabad
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) દ્વારા 22 ઓગસ્ટ, 2026ના રોજ IIMA હેલ્થકેર સમિટ 2026નું આયોજન કરવામાં આવશે, જેમાં સરકાર, ઉદ્યોગ અને શિક્ષણજગતના પ્રતિનિધિઓ “આરોગ્યસંભાળમાં AIને આગળ વધારવા” વિષય પર ચર્ચા કરવા એકત્રિત થશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી માનનીય શ્રીમતી અનુપ્રિયા પટેલ મુખ્ય અતિથિ તરીકે મુખ્ય વક્તવ્ય આપશે.
"હેલ્થકેરમાં AI ને આગળ ધપાવવું" વિષય સાથે, IIMA હેલ્થકેર સમિટની આ ત્રીજી આવૃત્તિ ભારત સરકારના 'ઈન્ડિયા-એઆઈ મિશન' અને 2047 સુધીમાં સ્વસ્થ તથા વિકસિત ભારતના દેશના લક્ષ્ય સાથે સુસંગત છે. આરોગ્ય ક્ષેત્રે નેતૃત્વની ભૂમિકા ભજવતા 400થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના 'IIMA હેલ્થકેર એલ્યુમની સ્પેશિયલ ઈન્ટરેસ્ટ ગ્રુપ' અને IIMA ના 'સેન્ટર ફોર મેનેજમેન્ટ ઓફ હેલ્થ સર્વિસીસ' (CMHS) દ્વારા સંયોજિત આ સમિટ, વિકસિત ભારતના પાયા તરીકે 'સ્વસ્થ ભારત' પ્રત્યેની IIMA ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સમિટ દરમિયાન વિવિધ સત્રોમાં હેલ્થકેરને આગળ ધપાવવામાં AIની ભૂમિકા સંબંધિત વ્યાપક વિષયોની સમીક્ષા કરવામાં આવશે, જેમાં India@2047 માટે નીતિગત આવશ્યકતાઓ, ઉદ્યોગ, સંશોધન અને નવીનતાથી લઈને પુનઃકલ્પિત હેલ્થકેર વેલ્યુ ચેઈન, AI-રેડી લીડરશીપ અને ભારતની સૌથી ગંભીર આરોગ્ય સુવિધા વિષયક પડકારોમાં કાર્યરત AI-સક્ષમ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન સામેલ છે.
આ સમિટમાં ભારતની હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ હિસ્ટ્રીના મહત્વપૂર્ણ પ્રકરણોનું દસ્તાવેજીકરણ કરતી બે પહેલોનું લોન્ચિંગ પણ કરવામાં આવશે. 'ઈન્ડિયા ફાર્મા આર્કાઈવ્ઝ' નો ઉદ્દેશ્ય ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસને સાચવવાનો તથા તેનો ઈતિહાસ આલેખવાનો અને આ ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ ડિજિટલ આર્કાઈવલ રેકોર્ડ તૈયાર કરવાનો છે. સાથે ભારતના કોવિડ-19 રસી વિકાસનું દસ્તાવેજીકરણ કરતા એક પ્રકાશનનું વિમોચન પણ કરવામાં આવશે, જે વૈશ્વિક આરોગ્ય સંકટ સમયે ભારતની વૈજ્ઞાનિક, ફાર્માસ્યુટિકલ અને સંસ્થાકીય પ્રતિક્રિયાના એક મહત્વપૂર્ણ પ્રકરણને આવરી લે છે.
હેલ્થકેર સમિટ એ તેના ફેકલ્ટી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સંશોધન, એક્ઝિક્યુટિવ શિક્ષણ અને સંસ્થાકીય પહેલો દ્વારા હેલ્થકેર ક્ષેત્ર સાથેના IIMAના વ્યાપક અને સતત જોડાણનો એક ભાગ છે. IIMAના 'સેન્ટર ફોર મેનેજમેન્ટ ઓફ હેલ્થ સર્વિસીસ' (CMHS) એ હેલ્થકેર રિસર્ચ અને પબ્લિક-પોલિસી વિચાર નેતૃત્વ દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું છે. IIMAએ હેલ્થકેર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સુમેળ પર પણ પોતાનું જોડાણ મજબૂત કર્યું છે. ઓક્ટોબર 2025માં યોજાયેલી 'હેલ્થકેરમાં જવાબદાર AI ઇનોવેશન' પરની CMHSની કોન્ફરન્સને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા 'AI ઇમ્પેક્ટ સમિટ 2026' ના ઓફિશિયલ પ્રી-સમિટ ઇવેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. IIMA ખાતે 'ક્રિષ્નામૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' ની સ્થાપના AI ક્ષેત્રની પહેલો માટે વધુ એક સંસ્થાકીય મંચ પ્રદાન કરે છે.
ત્રણ આવૃત્તિઓ પૂર્ણ થતાં, IIMA હેલ્થકેર સમિટ એક આયોજિત કાર્યક્રમમાંથી આગળ વધીને એવા રાષ્ટ્રીય મંચ તરીકે વિકસ્યું છે, જ્યાં પુરાવાઓ તૈયાર કરવામાં આવે છે, નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવે છે અને ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેના વિશિષ્ટ એજન્ડા અને પ્રતિષ્ઠિત વક્તાઓ સાથે, ત્રીજી આવૃત્તિ ભારતીય હેલ્થકેરના ભવિષ્ય માટે વિચાર નિર્માણનું મંચ બનશે, જેમાં AI તેની નિર્ણાયક શક્તિ તરીકે રહેશે – ભારત માટે અને ભારત તરફથી વિશ્વ માટે.
સમિટ વિશે વધુ માહિતી મેળવવા માટે મુલાકાત લો: https://conference.iima.ac.in/hcs2026/
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2301634)
મુલાકાતી સંખ્યા : 66