યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં MY ભારત-NSS સ્વયંસેવકો સાથે વાર્તાલાપ કર્યો


યુવાનોની ઊર્જા, પ્રતિબદ્ધતા અને નવીન વિચારો વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે અનિવાર્ય છે: ડૉ. મનસુખ માંડવિયા

प्रविष्टि तिथि: 15 AUG 2026 7:45PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે MY ભારત-NSS (માય ભારત-એનએસએસ) સ્વયંસેવકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને રાષ્ટ્રીય ઉજવણીમાં યુવા સ્વયંસેવકોના યોગદાન અને સક્રિય ભાગીદારીને બિરદાવી હતી.

MY ભારત-NSS સ્વયંસેવકોએ સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં ખાસ અતિથિ તરીકે ભાગ લીધો હતો, જેનાથી તેમને ઉજવણીના સાક્ષી બનવાની અને કેન્દ્રીય મંત્રી સાથે જોડાવાની તક મળી હતી. ડૉ. મનસુખ માંડવિયાએ સ્વયંસેવકો સાથે સંવાદ કર્યો હતો અને તેમને રાષ્ટ્ર નિર્માણ અને નાગરિક જોડાણમાં સતત ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સ્વયંસેવકોને સંબોધિત કરતા ડૉ. મનસુખ માંડવિયાએ સમાજ સેવા પ્રત્યેના તેમના યોગદાનની સરાહના કરી હતી અને વિકસિત ભારત નિર્માણના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પહેલોમાં સક્રિયપણે ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝનને હાંસલ કરવા માટે યુવાનોની ઊર્જા, પ્રતિબદ્ધતા અને નવીન વિચારો અનિવાર્ય છે.

આ કાર્યક્રમે સ્વયંસેવકોને તેમના અનુભવો, વિચારો અને આકાંક્ષાઓ રજૂ કરવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો હતો. આ વાર્તાલાપે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી અને નેતૃત્વ માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવાની યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરી હતી.

વહેલી સવારે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે, MY ભારત-NSS સ્વયંસેવકો અને દિલ્હીની આઠ શાળાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને 'વંદે માતરમ' દર્શાવતી એક વિશાળ માનવ સાંકળ/આકૃતિ (human formation) બનાવી હતી. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સામૂહિક ભાગીદારીનું પ્રદર્શન કરતા આ આકૃતિ નિર્માણમાં આશરે 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2300008) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी