ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવા વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ "દીક્ષારંભ-2026" NFSU ખાતે યોજાયો


માનનીય શ્રી ન્યાયાધીશ રાજેશ બિંદલ (નિવૃત્ત) એ ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ફોરેન્સિક સાયન્સ સેવા સ્થાપવા અનુરોધ કર્યો

ડૉ. જે.એમ. વ્યાસે માનનીય શ્રી ન્યાયાધીશ રાજેશ બિંદલ (નિવૃત્ત)ને NFSU ખાતે 'એમેરિટસ પ્રોફેસર' તરીકે વિશિષ્ટ નિમણૂક આપી

प्रविष्टि तिथि: 06 AUG 2026 6:35PM by PIB Ahmedabad

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે નવા વિદ્યાર્થીઓનો ઓરિએન્ટેશન કાર્યક્રમ "દીક્ષારંભ-2026"નું આયોજન તા.6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. માનનીય શ્રી ન્યાયાધીશ રાજેશ બિંદલ (નિવૃત્ત) પૂર્વ ન્યાયાધીશ, ભારતના સુપ્રીમ કોર્ટ, કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ઉલ્લેખનીય છે કે, ભારતના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માનનીય શ્રી ન્યાયાધીશ રાજેશ બિંદલ (નિવૃત્ત)ને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં "એમેરિટસ પ્રોફેસર" તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. NFSUના કુલપતિ, 'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા આપવામાં આવેલી આ પ્રતિષ્ઠિત નિમણૂક, શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ન્યાયિક જ્ઞાનને સંકલિત કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ દ્વારા 'ફોરેન્સિક જસ્ટિસ બુલેટિન'નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માનનીય શ્રી ન્યાયાધીશ રાજેશ બિંદલ (નિવૃત્ત) એ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) જેવી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના મહત્ત્વ પર સભાને સંબોધન કર્યું. તેમણે ભાર મૂક્યો કે NFSU વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી છે, જ્યાં 70 જેટલા દેશોના અધિકારીઓએ ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રે ટ્રેનિંગ લીધી છે. આ નોંધપાત્ર વૈશ્વિક ભાગીદારી આંતરરાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ દ્વારા ફોરેન્સિક વિજ્ઞાન અને ન્યાય વિતરણને આગળ વધારવામાં યુનિવર્સિટીની અજોડ ભૂમિકાને પ્રકાશિત કરે છે.

જસ્ટિસ બિંદલે વધુમાં જણાવ્યું હતું કે NFSU "મિની ભારત" ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જ્યાં દરેક રાજ્યના વિદ્યાર્થીઓ ફોરેન્સિક શિક્ષણ મેળવવા માટે એક કેમ્પસમાં જોડાય છે.  આ વૈવિધ્યસભર પ્રતિનિધિત્વ NFSUની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ફોરેન્સિક શિક્ષણ માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક કેન્દ્ર તરીકે તેના વધતા કદના દૃષ્ટિકોણને મજબૂત બનાવે છે.

તેમણે ફોરેન્સિક વૈજ્ઞાનિકોની ભૂમિકા એ સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.  કારણ કે તેઓની કુશળતા રાષ્ટ્રની સેવા કરવામાં અને IAS અને IPS જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સેવાઓની સમકક્ષ સમર્પિત ફોરેન્સિક વિજ્ઞાન સેવા સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓને પુરાવાના સંગ્રહમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા વિનંતી કરી, જે ન્યાય વિતરણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે.

NFSU ના કુલપતિ 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે જસ્ટિસ બિંદલનું સંગઠન યુનિવર્સિટીના ફોરેન્સિક શિક્ષણ અને સંશોધનને આગળ વધારવાના વિઝનને મજબૂત બનાવશે, જ્યારે તેમની ગહન કાનૂની કુશળતા અને દેશની સર્વોચ્ચ અદાલતના અનુભવ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.

આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના માનનીય અધ્યક્ષ માનનીય ડૉ. જસ્ટિસ કે.જે. ઠાકર; NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે; NFSU-દિલ્હીના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ અને NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરીનો સમાવેશ થયો હતો.

કાર્યક્રમ દરમિયાન, NFSUની વિવિધ શાળાઓના ડીન અને એસોસિયેટ ડીન, અધ્યાપકગણ, સ્ટાફ અને NFSUના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


(रिलीज़ आईडी: 2295670) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English