રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અસરવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં કોચનું માળખું

प्रविष्टि तिथि: 05 AUG 2026 5:01PM by PIB Ahmedabad

2804. શ્રી રાજકુમાર રોત:

શું રેલવે મંત્રી નીચે જણાવવાની કૃપા કરશે કે:

(ક) હાલમાં અસરવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં કાર્યરત જનરલ, સ્લીપર, એર-કન્ડીશન્ડ અને અન્ય શ્રેણીના કોચની કુલ સંખ્યાની વિગતો;

(ખ) છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, વર્ષ વાઇઝ, ઉક્ત ટ્રેનમાં જનરલ અને રિઝર્વ્ડ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા તથા વેટિંગ લિસ્ટની સ્થિતિની વિગતો;

(ગ) શું જનરલ ક્લાસના કોચની ઓછી સંખ્યાને કારણે, ઉક્ત ટ્રેનમાં અતિશય ભીડ થાય છે જેનાથી ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના દૈનિક મુસાફરો, મજૂરો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડે છે;

(ઘ) જો હા, તો આ સંદર્ભમાં મળેલી ફરિયાદો અને લેવાયેલા પગલાંની વિગતો;

(ઙ) શું સરકાર મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ઉક્ત ટ્રેનમાં બે વધારાના જનરલ ક્લાસ કોચ જોડવા અથવા વધારાની ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહી છે; અને

(ચ) જો હા, તો તેની વિગતો અને તે માટે નક્કી કરવામાં આવેલી અંદાજિત સમયમર્યાદા શું છે?

ઉત્તર

રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી

(શ્રી અશ્વિની વૈષ્ણવ)

(ક) થી (ચ) હાલમાં, 17 જોડી ટ્રેનો (12981/82 અસરવા-ખાતીપુરા એક્સપ્રેસ સહિત) જયપુર ખાતીપુરા-અસરવા સેક્ટરના મુસાફરોની જરૂરિયાતો પૂરી કરી રહી છે. ટ્રેનોની યાદી નીચે મુજબ છે:

ક્રમ

ટ્રેન નંબર અને નામ

1

12957/12958 સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ

2

12215/12216 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા(ટી) ગરીબ રથ એક્સપ્રેસ

3

12547/12548 આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ

4

12915/12916 સાબરમતી-દિલ્હી એક્સપ્રેસ

5

12981/12982 ખાતીપુરા-અસરવા એક્સપ્રેસ

6

14311/14312 બરેલી-ભુજ એક્સપ્રેસ

7

14701/14702 શ્રી ગંગાનગર-બાંદ્રા (ટી) એક્સપ્રેસ

8

15269/15270 મુઝફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ

9

19031/19032 સાબરમતી-યોગ નગરી ઋષિકેશ એક્સપ્રેસ

10

19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ

11

19401/19402 સાબરમતી-લખનૌ એક્સપ્રેસ

12

19409/19410 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ

13

19415/19416 સાબરમતી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ

14

20937/20938 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ

15

20939/20940 સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસ

16

20963/20964 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ

17

22547/22548 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ

12981/12982 ખાતીપુરા-અસરવા એક્સપ્રેસ હાલમાં 04 (ચાર) જનરલ ક્લાસ કોચ અને 05 (પાંચ) સ્લીપર ક્લાસ કોચ સાથે કાર્યરત છે. નાણાકીય વર્ષ 2023-24 થી 2026-27 (જૂન 26 સુધી) દરમિયાન 12981/82 અસરવા-ખાતીપુરા (જયપુર) એક્સપ્રેસમાં ઓક્યુપન્સી 100% થી વધુ હતી, જે 103% થી 111% ની વચ્ચે રહી હતી.

ભારતીય રેલવે પર, ટ્રેનોની વેટિંગ લિસ્ટની સ્થિતિ પર નિયમિત ધોરણે નજર રાખવામાં આવે છે અને વધારાની માંગને પહોંચી વળવા માટે, ઓપરેશનલ શક્યતાઓને આધીન, ભારતીય રેલવે સ્પેશિયલ ટ્રેન સેવાઓ ચલાવે છે અને વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે ટ્રેનોની ક્ષમતામાં વધારો કરે છે. તદુપરાંત, ટ્રેનોની ઓક્યુપન્સી પેટર્ન સમગ્ર વર્ષ દરમિયાન એકસમાન હોતી નથી અને તે પીક (વધુ ભીડના) અને લીન (ઓછી ભીડના) સમયગાળા અનુસાર બદલાય છે. પીક રશ સમયગાળા દરમિયાન, ખાસ કરીને લોકપ્રિય રૂટ પર ટ્રેનોની ઓક્યુપન્સી પૂર્ણ રહે છે જ્યારે લીન પિરિયડ દરમિયાન અને ઓછા લોકપ્રિય રૂટ પર, સબ ઓપ્ટિમલ ઉપયોગ થાય છે.

જનરલ કોચ:

અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની માંગને પહોંચી વળવાના હેતુથી ભારતીય રેલવે (IR) એ જનરલ ક્લાસમાં મુસાફરીની માંગ કરતા મુસાફરો માટે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એકલા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, ઓછામાં ઓછા 4 જનરલ ક્લાસ કોચ ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ લાંબા અંતરની ટ્રેનોમાં 1250 જનરલ કોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, વર્ષ 2025-26 દરમિયાન 160 જનરલ ક્લાસ કોચ સહિત આશરે 870 કોચનો ઉપયોગ કાયમી વધારા માટે કરવામાં આવ્યો છે.

ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલવેએ આગામી 5 વર્ષમાં 17,000 નોન-એસી કોચ (જનરલ/સ્લીપર) નું ઉત્પાદન હાથ ધર્યું છે.

ભારતીય રેલવે પર, નોન-એસી કોચની ટકાવારી નીચે દર્શાવ્યા મુજબ લગભગ 70% છે:

કોષ્ટક-1: કોચનું વિતરણ

કોચનો પ્રકાર

કોચની સંખ્યા

ટકાવારી

નોન-એસી કોચ (જનરલ અને સ્લીપર)

~62,000

~70%

એસી કોચ

~27,000

~30%

કુલ કોચ

~89,000

100%

કોષ્ટક-2: સીટોનું વિતરણ

સીટનો પ્રકાર

સીટોની સંખ્યા

ટકાવારી

નોન-એસી સીટો

~54 લાખ

~78%

એસી સીટો

~15 લાખ

~22%

કુલ સીટો

~69 લાખ

100%

વધુમાં, કોઈપણ રૂટ/સેક્શન પર ટ્રેન સેવાઓ શરૂ કરવી અને ટ્રેન સેવાઓમાં વધારો કરવો એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જે વિવિધ પરિબળો પર આધારિત છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

· તે સેક્શનની ક્ષમતા

· પાથ (પાટા) ની ઉપલબ્ધતા

· જરૂરી રોલિંગ સ્ટોકની ઉપલબ્ધતા

· રોલિંગ સ્ટોક માટે મેચિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા

· રેલવે ટ્રેક અને અન્ય અસ્કયામતોની જાળવણીની જરૂરિયાત

· સેક્શનની ઓક્યુપન્સી અને ટ્રાફિકની જરૂરિયાત

રેલ મદદ એ ભારતીય રેલવેની ફરિયાદ નિવારણ વ્યવસ્થા છે જે મુસાફરોને ફરિયાદો, સહાય અને પૂછપરછ માટે એક સંકલિત મંચ પૂરો પાડે છે. રેલ મદદમાં, મુસાફરો હેલ્પલાઇન નંબર-139, રેલ મદદ વેબ, એપ અને SMS જેવા બહુવિધ માધ્યમો દ્વારા નિવારણ મેળવી શકે છે. રેલ મદદ મુસાફરોને તેમની ફરિયાદોના નિવારણ પર પ્રતિસાદ (ફીડબેક) શેર કરવાની પણ મંજૂરી આપે છે.


(रिलीज़ आईडी: 2294945) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English