માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓડિશામાં યોજાનારી 13મી બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી પ્રહલાદ જોશી ભાગ લેશે


આ બેઠકમાં ઈસીસીઈ (ECCE), કૌશલ્ય વિકાસ, સંશોધન અને નવીનતા, લાયકાતોની પરસ્પર માન્યતા અને એકેડેમિક લીડરશિપ સહિતની મુખ્ય પ્રાથમિકતાઓ પર વિચારમંથન કરવામાં આવશે

प्रविष्टि तिथि: 04 AUG 2026 6:52PM by PIB Ahmedabad

ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ 2026 હેઠળ શિક્ષણ મંત્રાલય દ્વારા 5-7 ઓગસ્ટ, 2026 દરમિયાન ભુવનેશ્વર, ઓડિશા ખાતે 13મી બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠક અને 3જી બ્રિક્સ સિનિયર ઓફિશિયલ્સની બેઠકનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકો બ્રિક્સ સભ્ય દેશોના શિક્ષણ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓને એકસાથે લાવશે જેથી સહયોગના વિષયો પર ચર્ચા કરી શકાય, જેમાં નીચેના પ્રાથમિક ક્ષેત્રોનો સમાવેશ થાય છે:

(a) અર્લી ચાઇલ્ડહૂડ કેર એન્ડ એજ્યુકેશન (ECCE) ને મજબૂત બનાવવું; (b) બ્રિક્સ TVET કોઓપરેશન એલાયન્સ (TCA) હેઠળ કૌશલ્ય વિકાસ મજબૂત કરવો અને સહયોગ વધારવો; (c) સહયોગી સંશોધન, નવીનતા અને સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવું; (d) લાયકાતોની પરસ્પર માન્યતાને મજબૂત બનાવવી; અને (e) એકેડેમિક લીડરશિપ માટે ક્ષમતા નિર્માણ.

ભારતનું બ્રિક્સ અધ્યક્ષપદ “બિલ્ડિંગ ફોર રિઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી” થીમ દ્વારા માર્ગદર્શિત છે, જે રિયો ડી નેરોમાં 2025 ના બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરાયેલા પ્રજા-કેન્દ્રીત અને માનવતા-પ્રથમ અભિગમને પ્રતિબિંબિત કરે છે.

13મી શિક્ષણ મંત્રીઓની બેઠક અને 3જી સિનિયર ઓફિશિયલ્સની બેઠક ભારતના અધ્યક્ષપદ દરમિયાન બ્રિક્સ એજ્યુકેશન ટ્રેક હેઠળ યોજાયેલી જોડાણોની શ્રેણી પર આગળ વધશે. 1લી અને 2જી બ્રિક્સ સિનિયર ઓફિશિયલ્સની બેઠકો અગાઉ અનુક્રમે 7 અને 28 એપ્રિલ 2026 ના રોજ યોજાઈ હતી, ત્યારબાદ 20-21 જુલાઈ, 2026 ના રોજ બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી કોન્ફરન્સ અને ઇન્ટરનેશનલ ગવર્નિંગ બોર્ડની બેઠક યોજાઈ હતી. અગાઉના જોડાણોએ ચર્ચાઓને આકાર આપવામાં અને મંત્રી સ્તરની બેઠક માટેના પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો અને સૂચિત પરિણામો પર સર્વસંમતિ સાધવામાં મદદ કરી છે.

13મી શિક્ષણ મંત્રીઓની બેઠક પહેલાં, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના નેતૃત્વ હેઠળ 3-4 ઓગસ્ટ, 2026 ના રોજ નવી દિલ્હીમાં બ્રિક્સ TVET સિમ્પોઝિયમ અને બ્રિક્સ TVET કોઓપરેશન એલાયન્સની જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી (JMC) ની બેઠક પણ યોજાઈ હતી. આ જોડાણોનો ઉદ્દેશ્ય ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ, કૌશલ્ય વિકાસ અને કાર્યબળની સજ્જતામાં બ્રિક્સ દેશો વચ્ચે સહયોગને વધુ દ્રઢ કરવાનો અને પ્રાથમિકતાની થીમ્સમાં સંશોધન તથા ઉત્કૃષ્ટ પદ્ધતિઓને એકીકૃત અને આદાન-પ્રદાન કરવાનો છે.

આ ઉચ્ચ સ્તરીય આંતર-સરકારી જોડાણોની સાથે, ભારતનું બ્રિક્સ અધ્યક્ષપદ યુવાનોની ભાગીદારી અને લોકો વચ્ચેના આદાન-પ્રદાન પર ભારે ભાર મૂકી રહ્યું છે. આ ભાવના સાથે, સમગ્ર ભારતમાં બ્રિક્સ મંત્રી સ્તરની બેઠકોની સાથે આયોજિત કરવા માટે વિદ્યાર્થી-કેન્દ્રિત પહેલ તરીકે 'મોડેલ બ્રિક્સ' ની વિભાવના તૈયાર કરવામાં આવી છે. આ પહેલ યુવા નાગરિકોને રાજદ્વારી, બહુપક્ષીય સહયોગ અને સર્વસંમતિ સાધવાની તેમની સમજને મજબૂત કરવાની સાથે બ્રિક્સની પ્રક્રિયાઓથી વાકેફ કરવાનો પ્રયાસ કરે છે.

SM/NP/JD


(रिलीज़ आईडी: 2294532) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia