રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન

प्रविष्टि तिथि: 27 JUL 2026 5:02PM by PIB Ahmedabad

ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલું છે. સ્ટેશનની ફસાડ (બાહ્ય રચના) અને ડિઝાઇન પરંપરાગત સૂતરાઉ વણાટ (કપાસ વણાટ) કળાથી પ્રેરિત છે.

સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે આધુનિક સુવિધાઓ જેવી કે વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય, રિટેલ આઉટલેટ્સ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વિવિધ સ્તરો વચ્ચે સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે અનેક લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમની ડિઝાઇનમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો તેમજ બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોની જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં કાર, દ્વિચક્રી વાહનો, ઓટો અને બસ માટે પેસેન્જર પિક-અપ અને ડ્રોપ-ઓફ તેમજ પાર્કિંગની સુવિધા સાથે પદયાત્રીઓ માટે પ્લાઝા વિસ્તાર પણ વિકસાવવામાં આવી રહ્યો છે.

સ્ટેશન સીધું રાજ્ય ધોરીમાર્ગ-06 (ભરૂચ–દહેજ હાઇવે) સાથે જોડાયેલું છે. ઉપરાંત, મુંબઈ–દિલ્હી એક્સપ્રેસવે પણ સ્ટેશનથી માત્ર લગભગ 4 કિલોમીટર દૂર આવેલો હોવાથી સરળતાથી પહોંચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન, ભરૂચ રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 7 કિલોમીટર દૂર આવેલું છે.

સ્ટેશન બિલ્ડિંગના બે સ્તરો છે:

•             ગ્રાઉન્ડ લેવલ

•             પ્લેટફોર્મ લેવલ: બે સાઇડ પ્લેટફોર્મ

*સ્ટેશનની પ્રગતિ*

રેલ અને પ્લેટફોર્મ સ્લેબ કાસ્ટિંગ તેમજ સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શન અને રૂફ શીટિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ફસાડનું નિર્માણ, પ્લેટફોર્મ ફ્લોરિંગ વગેરે સહિત આર્કિટેક્ચરલ ફિનિશિંગ સંબંધિત કાર્યો પ્રગતિ પર છે.

 


(रिलीज़ आईडी: 2289978) आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English