રેલવે મંત્રાલય
કેપેસિટી બિલ્ડિંગ કમિશન, DPE અને ગતિ શક્તિ યુનિવર્સિટી સંયુક્ત રીતે 'ભારત CPSEs કન્સલ્ટેટિવ કોન્ક્લેવ 2026'નું આયોજન, જેનો ઉદ્દેશ્ય પ્રોજેક્ટ અને એસેટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે
નિષ્ણાતોએ ઊર્જા અને ખનન CPSEs માં પ્રોજેક્ટ એક્ઝિક્યુશન, અસ્કયામત વ્યવસ્થાપન (એસેટ મેનેજમેન્ટ) અને સંગઠનાત્મક ઉત્કૃષ્ટતાને મજબૂત કરવા માટે રોડમેપ તૈયાર કર્યો
GSV અને CBC કન્ક્લેવમાંથી ઉભરી આવેલી ભલામણોના આધારે શ્રેષ્ઠ પ્રથાઓનો 'ભારત CPSE કમ્પેન્ડિયમ' પ્રકાશિત કરશે; વિકસિત ભારત 2047 માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેસિટી બિલ્ડિંગને ટેકો આપશે
प्रविष्टि तिथि:
26 JUL 2026 1:08PM by PIB Ahmedabad
ઊર્જા અને માઇનિંગ ક્ષેત્રોના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ (CPSEs)માં પ્રોજેક્ટ એક્ઝિક્યુશન, એસેટ મેનેજમેન્ટ અને સંગઠનાત્મક ઉત્કૃષ્ટતાને મજબૂત બનાવવા અંગેના ગહન વિચાર-વિમર્શ પછી, પ્રોજેક્ટ અને એસેટ મેનેજમેન્ટ પર ભારત CPSE કન્સલ્ટેટિવ કન્ક્લેવ 2026ની ત્રણ દિવસીય ત્રીજ આવૃત્તિનું 25 જુલાઈ 2026ના રોજ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) વડોદરા ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું.



આ કાર્યક્રમનું આયોજન કેપેસિટી બિલ્ડિંગ કમિશન (CBC) અને નાણા મંત્રાલય, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ (DPE) દ્વારા સંયુક્ત રીતે વ્યૂહાત્મક નોલેજ પાર્ટનર તરીકે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) સાથે કરવામાં આવ્યું હતું. આ કૉન્ક્લેવે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગના અગ્રણીઓ, શિક્ષણવિદો તેમજ સીપીએસઈના વરિષ્ઠ અધિકારીઓને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવા અને વિકસિત ભારત 2047ના સમર્થનમાં આગળનો રાહ કંડારવા માટે એક મંચ આપ્યો છે.
અમલમાં મૂકી શકાય તેવા સીપીએસઈ સુધારા એજન્ડા ઘડવામાં પ્લાનિંગ, ડીપીઆર, કોન્ટ્રાક્ટિંગ, જમીન સંપાદન, એસેટ લાઇફ સાયકલ મેનેજમેન્ટ, ડીપ ટેક ટેકનોલોજી અપનાવવા અને પીએમ ગતિ શક્તિ પ્લેટફોર્મના ઉપયોગ પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. એનટીપીસી, કોલ ઈન્ડિયા, ભારત કોકિંગ કોલ, બીપીસીએલ, એચપીસીએલ, ઈન્ડિયન ઓઈલ, ઓએનજીસી, ઓએનજીસી વિદેશ, ઓઈલ ઈન્ડિયા, એમઆરપીએલ, ગેઈલ, સેઈલ, મેકોન, એનએમડીસી, હિન્દુસ્તાન કોપર, નાલ્કો, એનએચપીસી, એસજેવીએન અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાંથી કુલ 39 પ્રતિનિધિઓએ આ કન્ક્લેવમાં ભાગ લીધો હતો.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડૉ. મંગુ સિંહ (પૂર્વ એમડી, ડીએમઆરસી) મુખ્ય અતિથિ હતા અને તેમણે પ્રોજેક્ટ્સની સફળતા માટે એક મહત્વપૂર્ણ પાસા તરીકે કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શ્રી કે. મોસેસ ચલાઈ (સચિવ, ડીપીઈ) એ આદરણીય અતિથિ તરીકે, એસેટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે નવીન અને ડેટા-ડ્રિવન અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સમાપન સત્રને સંબોધતા, જીએસવીના વાઇસ ચાન્સેલર પ્રો. મનોજ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કોન્ક્લેવે સહયોગી શિક્ષણ માટે એક મજબૂત ગતિ ઊભી કરી છે અને માહિતગાર તથા ડેટા-ડ્રિવન નિર્ણય લેવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે રેલવે, હાઇવે, એવિએશન, મેરીટાઇમ, લોજિસ્ટિક્સ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ક્ષમતા વર્ધન (કેપેસિટી બિલ્ડિંગ) માટે જીએસવીના વધતા પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો. જીએસવી અને સીબીસી વચ્ચેના એમઓયુનો ઉલ્લેખ કરતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ ઇવેન્ટ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમમાં વ્યાવસાયિક ક્ષમતાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી લાંબા ગાળાની સીબીસી-જીએસવી ભાગીદારીના સતત ચાલુ રહેવાનો સંકેત આપે છે.
સમાપન સંબોધન આપતાં, ડૉ. અલકા મિત્તલ, સભ્ય (વહીવટ, સીબીસી) એ વક્તાઓ, ઉદ્યોગના નિષ્ણાતો અને સીપીએસઈના સહભાગીઓ વચ્ચે થયેલા સ્પષ્ટ વિચાર-વિમર્શ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, કે શા માટે કેટલાક પ્રોજેક્ટ્સ મોડા ચાલે છે અને સંસ્કૃતિ, શિસ્ત, નીતિ સક્ષમતા અને ટેકનોલોજી તેમને કેવી રીતે યોગ્ય કરી શકે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સીબીસી, જીએસવી સાથે મળીને, આ કાર્યક્રમમાં ઉભરી આવેલા તારણોના આધારે શ્રેષ્ઠ પદ્ધતિઓનું ભારત સીપીએસઈ કમ્પ્રેહેન્સિવ કમ્પાઇલેશન (કોમ્પેન્ડિયમ) પ્રકાશિત કરશે.
ડૉ. અલકા મિત્તલે વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) મનોજ ચૌધરી અને પ્રો. કૌશિક દાસના માર્ગદર્શન હેઠળ નોલેજ પાર્ટનર તરીકે જીએસવી દ્વારા આ ઇવેન્ટને સફળ બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને વિકસિત ભારત 2047 માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેસિટી બિલ્ડિંગ તરફની કૂચમાં સીબીસી અને જીએસવી વચ્ચેના સહયોગી પ્રયાસો ચાલુ રાખવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2289574)
आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English