યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

SAI, એનસીઓઈ, અમદાવાદ દ્વારા બાસ્કેટબોલ એસેસમેન્ટ અને ટ્રાયલ્સનું આયોજન

प्रविष्टि तिथि: 15 JUL 2026 7:32PM by PIB Ahmedabad

એસએઆઈ (SAI), નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCoE), અમદાવાદ ખાતે બુધવારે ચાર દિવસીય બાસ્કેટબોલ એસેસમેન્ટ અને ટ્રાયલ્સ શરૂ થયા હતા, આ ટ્રાયલ્સ 14થી 21 વર્ષની વય જૂથ માટે બોયઝ અને ગર્લ્સ બંને કેટેગરીમાં યોજાઈ રહ્યા છે.

એસેસમેન્ટ અને ટ્રાયલ્સ આજે સવારે 9 વાગ્યે શરૂ થયા હતા, જેમાં દેશના વિવિધ ભાગોમાંથી ખેલાડીઓ કેન્દ્ર પર પહોંચ્યા હતા, પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ ટ્રાયલ્સ શરૂ થતાં પહેલાં તેમની ઊંચાઈ અને વજનની તપાસ કરાવી હતી.

આ ઓપન ટ્રાયલ્સ પર ચીફ કોચ તીર્થેશ ગુહા અને કોચ કુલદીપ સિંહ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે, બંને એસએઆઈ, એનસીઓઈ, નારાણપુરા, અમદાવાદના છે.

એસેસમેન્ટ ટ્રાયલ્સ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ ડેવલપમેન્ટ કમિટી દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે જેમાં કોચ કાલવા રાજેશ્વર રાવ, કોચ અમન શર્મા, કોચ રામ કુમાર અને આસિસ્ટન્ટ કોચ રોહિત કુમાર સામેલ છે.

એસએઆઈ મીડિયા સાથે વાત કરતા, સિલેક્શન પેનલના વડા, ભૂતપૂર્વ હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર અમન શર્માએ જણાવ્યું હતું કે "અમે બે હેતુઓ માટે ટ્રાયલ્સ યોજી રહ્યા છીએ, એક ખેલો ઈન્ડિયા પ્રોગ્રામમાં પ્રવેશ માટેનો એસેસમેન્ટ કેમ્પ છે, આપણી પાસે આશરે 27 ખાલી જગ્યાઓ છે, આપણી પાસે બાસ્કેટબોલમાં 90 ની મંજૂર સંખ્યા છે જેમાં 63 એથ્લેટ્સ અહીં તાલીમ લઈ રહ્યા છે. અમે તાજેતરમાં પુડુચેરીમાં યોજાયેલી 76મી જુનિયર નેશનલ્સમાંથી 38 સંભવિત ખેલાડીઓની પસંદગી કરી હતી, તે તમામને અહીં આમંત્રિત કરવામાં આવ્યા છે, તેઓ એસેસમેન્ટ પ્રોટોકોલમાંથી પસાર થશે, અને પસંદ કરાયેલા ખેલાડીઓને ખેલો ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે. આપણી પાસે 84 સંભવિત ખેલાડીઓની બીજી યાદી છે જેમાં ખેલો ઈન્ડિયાના ખેલાડીઓ પણ સામેલ છે, કુલ મળીને અમે 84 એથ્લેટ્સ- બોયઝ અને ગર્લ્સને આમંત્રિત કર્યા છે જેઓ આગામી ચાર દિવસ દરમિયાન ટ્રાયલ્સ આપશે, અને અમે એનસીઓઈની મંજૂર સંખ્યાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું."

શર્માએ વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ વિકસાવવા માટે ઝોનલ ધોરણે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કમિટીઓ સ્થાપવાની સરકારની યોજનાઓની પ્રશંસા કરી હતી "જેઓ 2036 ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે તેઓ અત્યારે જ સિસ્ટમનો હિસ્સો હોવા જોઈએ, તેમણે ટ્રાયલ્સમાં આવવું પડશે, લાયક કોચ હેઠળ તાલીમ લેવી પડશે, જરૂરી સરકારી સહાય મેળવવી પડશે, આપણે તેમને ઓળખવા પડશે અને તેમનો વિકાસ કરવો પડશે અને સરકારે આ મુદ્દાને ઓળખ્યો છે અને તે ઝોનલ ટીઆઈડીસી (ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કમિટીઓ) પર કામ કરી રહી છે જે એક સકારાત્મક વિકાસ સાબિત થશે."

 


(रिलीज़ आईडी: 2285079) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English