પોસ્ટેડ ઓન:
15 JUL 2026 5:30PM by PIB Ahmedabad
ભારત–યુનાઇટેડ કિંગડમ વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) હેઠળ ભારતની નિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રસંગ તરીકે, આજે સુરત ડાયમંડ બુર્સ (SDB) ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સહયોગથી યુનાઇટેડ કિંગડમ માટે વિવિધ પ્રકારના ઉત્પાદનોની પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.

આ નિકાસ કન્સાઇનમેન્ટમાં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી, પ્લેઇન અને સ્ટડેડ જ્વેલરી, પ્લેઇન ગોલ્ડ જ્વેલરી, કોટન એમ્બ્રોઇડર્ડ ફેબ્રિક્સ, પ્રીબાયોટિક સોડા ડ્રિંક્સ અને પરફ્યુમરી કમ્પાઉન્ડ્સ જેવા વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે સુરત અને આસપાસના જિલ્લાઓની નિકાસ ક્ષમતા તથા ઉત્પાદનોની વૈવિધ્યતાને પ્રતિબિંબિત કરે છે.
GNTO.jpeg)
આ સમારોહમાં શ્રી અભિમન્યુ શર્મા, ડેવલપમેન્ટ કમિશનર, સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) તથા સંયુક્ત મહાનિદેશક, વિદેશ વેપાર, સુરત; શ્રી વિનોદ યેરને, સંયુક્ત કસ્ટમ્સ કમિશનર અને સ્પેસિફાઇડ ઓફિસર, સુરત SEZ; શ્રી જયંતીભાઈ સાવલિયા, પ્રાદેશિક અધ્યક્ષ, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC); શ્રી રતનજય વિશ્વકર્મા, કસ્ટમ્સ એપ્રેઝર, સુરત ડાયમંડ બોર્સ; તેમજ શ્રી રજત વાણી, સહાયક નિયામક, GJEPC ઉપસ્થિત રહ્યા હતા.
DKTH.jpeg)
કાર્યક્રમ દરમિયાન વેપાર અને નિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા સભ્યોને ભારત દ્વારા મુક્ત વેપાર કરારો (FTAs) મારફતે વૈશ્વિક અર્થતંત્રો સાથે સ્થાપિત થયેલા વેપારી સંબંધોથી પ્રાપ્ત થતા લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં ભારત–યુકે CETA પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ભારત–યુનાઇટેડ કિંગડમ વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) અમલમાં આવતાં ગુજરાતના અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી પણ યુકે માટે નિકાસને વેગ મળ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), વડોદરા અને EEPC ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લાના GIDC ઝઘડિયા ખાતેથી યુકે માટે વિવિધ મસાલા અને રસાયણોની નિકાસ કન્સાઇનમેન્ટને વિધિવત લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન CETAથી નિકાસ, રોકાણ અને ભારત–યુકે વચ્ચેના વેપારી સંબંધોને વધુ મજબૂતી મળવાની તેમજ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં નવી તકો પ્રાપ્ત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.