ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, લોથલ વચ્ચે મેરિટાઇમ એજ્યુકેશન, રિસર્ચ અને હેરિટેજ કોલેબોરેશનને આગળ વધારવા માટે MoU પર હસ્તાક્ષર અને આદાનપ્રદાન

प्रविष्टि तिथि: 15 JUL 2026 2:09PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ના સ્કૂલ ઑફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરિટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) અને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય, ભારત સરકાર હેઠળના નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC), લોથલ વચ્ચે 14 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર સ્થિત RRU કેમ્પસ ખાતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારનો હેતુ દરિયાઈ શિક્ષણ, સંશોધન, તાલીમ, સમુદ્રી વારસા અભ્યાસ તેમજ ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં બંને સંસ્થાઓ વચ્ચે સંસ્થાકીય સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. આ MoU પર બંને સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર અને આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંઢા, પ્રો વાઇસ-ચાન્સેલર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ યુનિવર્સિટી વતી નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, લોથલના ચીફ ઓફ ગેલેરીઝ અને એડવાઇઝર પ્રો. (ડૉ.) વસંત શિંદે સાથે MoUનું આદાનપ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા, RRUના પ્રો-વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંઢાએ હાઇલાઇટ કર્યું હતું કે આ ભાગીદારી મેરિટાઇમ સિક્યુરિટી અને ગવર્નન્સ માટે એક મજબૂત શૈક્ષણિક અને વ્યાવસાયિક પાયો વિકસાવવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે NMHC સાથેનો આ સહયોગ વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રેક્ટિશનરોને સભ્યતાના જ્ઞાનને સમકાલીન સુરક્ષા અને નીતિવિષયક આવશ્યકતાઓ સાથે જોડીને, ભારતની મેરિટાઇમ યાત્રાને સમગ્રતયા સમજવા માટે સક્ષમ બનાવશે.

પ્રો. (ડૉ.) વસંત શિંદેએ અવલોકન કર્યું હતું કે NMHC, લોથલ એ ભારતની મેરિટાઇમ સભ્યતાના વારસા અને તેના વૈશ્વિક મેરિટાઇમ દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે નોંધ્યું હતું કે RRU સાથેનો સહયોગ મેરિટાઇમ આર્કિયોલોજી, હેરિટેજ ઇન્ટરપ્રિટેશન અને મ્યુઝિયમ-આધારિત જ્ઞાનને આધુનિક મેરિટાઇમ એજ્યુકેશન, રિસર્ચ અને જાહેર જાગૃતિ સાથે જોડવામાં મદદ કરશે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો મેરિટાઇમ ઇતિહાસ વિદ્યાર્થીઓ, વિદ્વાનો, નીતિ નિર્માતાઓ અને વ્યાપક જનતા સુધી પહોંચાડવા માટે આવી ભાગીદારી મહત્વપૂર્ણ છે.

RRUના સ્કૂલ ઓફ ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરિટાઇમ સિક્યુરિટી સ્ટડીઝના ડિરેક્ટર શ્રી મનીષ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ MoU મેરિટાઇમ હેરિટેજ અને મેરિટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ વચ્ચેના વ્યવહારિક અને આંતરશાખાકીય જોડાણને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે SICMSS દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, મેરિટાઇમ સંસ્થાઓ, મ્યુઝિયમો, ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને સામેલ કરીને NMHC સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સુક છે.

આ MoUનું આદાનપ્રદાન ભવિષ્યલક્ષી મેરિટાઇમ એજ્યુકેશન, રિસર્ચ અને કેપેસિટી બિલ્ડિંગને મજબૂત કરવાની સાથે ભારતની મેરિટાઇમ વિરાસતને જાળવી રાખવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સહયોગ દ્વારા, SICMSS, RRU અને NMHCનો ઉદ્દેશ્ય ભારતના મેરિટાઇમ હેરિટેજ, સિક્યુરિટી અને ગવર્નન્સ ક્ષેત્રોમાં માહિતગાર વિદ્વતા, જાહેર જાગૃતિ અને વ્યાવસાયિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ ભારતની સંસદ દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ) છે. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય સુરક્ષા, પોલીસિંગ, કાયદાના અમલીકરણ (લો એન્ફોર્સમેન્ટ) અને વ્યૂહાત્મક અભ્યાસોના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને કેપેસિટી બિલ્ડિંગ માટે સમર્પિત છે.

સ્કૂલ ઓફ ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરિટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ વિશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરિટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ દરિયાકાંઠાની સુરક્ષા (કોસ્ટલ સિક્યુરિટી), મેરિટાઇમ લો, લો ઓફ ધ સી, મેરિટાઇમ ગવર્નન્સ, મેરિટાઇમ ઓપરેશન્સ અને ઓશન અફેર્સ (સમુદ્રી બાબતો) ના ક્ષેત્રોમાં અધ્યાપન, સંશોધન, નીતિ વિષયક સંવાદ, તાલીમ અને કેપેસિટી બિલ્ડિંગને આગળ વધારે છે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, લોથલ વિશે

બંદરો, જહાજ વતિ અને જળમાર્ગ મંત્રાલય, ભારત સરકાર હેઠળના નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, લોથલને ભારતની મેરિટાઇમ વિરાસત, પ્રાચીન મેરિટાઇમ પરંપરાઓ, જહાજ નિર્માણ (શિપબિલ્ડિંગ), નેવિગેશન, વેપાર માર્ગો, મેરિટાઇમ આર્કિયોલોજી અને વ્યાપક વિશ્વ સાથેના સભ્યતાના જોડાણો દર્શાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284761) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English