યુવા બાબતો અને રમત મંત્રાલય
અમદાવાદના નારણપુરા ખાતે બાસ્કેટબોલ ઓપન ટ્રાયલ્સનું આયોજન
प्रविष्टि तिथि:
13 JUL 2026 1:44PM by PIB Ahmedabad
ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) દ્વારા અમદાવાદના નારણપુરા ખાતે આવેલા નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCoE) ખાતે ભાઈઓ અને બહેનો (બંને શ્રેણી) માટે બાસ્કેટબોલ ઓપન ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટ્રાયલ્સ સંબંધિત મહત્વની વિગતો નીચે મુજબ છે:
- તારીખ: 15 થી 18 જુલાઈ, 2026
- સમય: સવારે 9:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી
- રિપોર્ટિંગ સમય: 15 જુલાઈ, 2026 ના રોજ સવારે 9:00 વાગ્યા સુધીમાં
- સ્થળ: SAI, NCoE, નારણપુરા, અમદાવાદ
- પાત્રતા અને જરૂરી દસ્તાવેજો
- પાત્રતા: બાસ્કેટબોલ નેશનલ્સ (રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા) માં ભાગ લીધેલ હોય તેવા કોઈપણ ખેલાડી આ ટ્રાયલ્સ માટે રિપોર્ટ કરી શકે છે.
- જરૂરી દસ્તાવેજો: ખેલાડીઓએ રિપોર્ટિંગ વખતે પોતાના જન્મ તારીખનું પ્રમાણપત્ર અને નેશનલ ગેમ્સમાં ભાગ લીધેલ હોવાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.
- કોચિંગ અને પસંદગી સમિતિ
ટ્રાયલ્સની દેખરેખ અને મૂલ્યાંકન અનુભવી કોચ અને સમિતિ દ્વારા કરવામાં આવશે:
- મુખ્ય કોચ: શ્રી તીર્થેશ ગુહા (SAI, NCoE, નારણપુરા)
- કોચ: શ્રી કુલદીપ સિંહ (SAI, NCoE, નારણપુરા)
- ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ ડેવલપમેન્ટ કમિટી (TIDC):
- કોચ શ્રી કાલવા રાજેશ્વર રાવ
- કોચ શ્રી અમન શર્મા
- કોચ શ્રી રામ કુમાર
- આસિસ્ટન્ટ કોચ રોહિત કુમાર

*****
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2284045)
आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English