પંચાયતી રાજ મંત્રાલય
ઇન્ટ્રા-વિલેજ રોડ કોડિંગ અને તેમની ગ્રેડિંગ સિસ્ટમ પર જાહેર પરામર્શ દસ્તાવેજ
प्रविष्टि तिथि:
10 JUL 2026 7:57PM by PIB Ahmedabad
પંચાયતી રાજ મંત્રાલય, ભારત સરકાર, MyGov ના સહયોગથી, પ્રસ્તાવિત ઇન્ટ્રા-વિલેજ રોડ કોડિંગ અને ગ્રેડિંગ સિસ્ટમ પર જાહેર પરામર્શમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતના નાગરિકો, સ્થાનિક સમુદાયો, પંચાયતી રાજ સંસ્થાઓ, નિષ્ણાતો, પ્રેક્ટિશનરો અને હિતધારકોને આમંત્રિત કરે છે.
ભારત સરકાર 'ગ્રામીણ ભારત' દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં લાખો નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે એક અગ્રણી પગલું ભરી રહી છે. દેશમાં પ્રથમ વખત, ગામડાઓની અંદરના દરેક આંતરિક રસ્તાને કોડ અને ગ્રેડ આપવા માટે એક પ્રમાણિત ડિજિટલ સિસ્ટમ હશે. આ પહેલની પરિકલ્પના અને નેતૃત્વ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે અને તેને સમગ્ર સરકારના અભિગમ (હોલ-ઓફ-ગવર્નમેન્ટ એપ્રોચ) દ્વારા લાગુ કરવામાં આવશે, જેમાં બહુવિધ મંત્રાલયો, વિભાગો અને એજન્સીઓ સાથે મળીને કામ કરશે.
પ્રસ્તાવિત ઇન્ટ્રા-વિલેજ રોડ કોડિંગ અને ગ્રેડિંગ સિસ્ટમ પર એક જાહેર પરામર્શ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે, અને સિસ્ટમને આખરી ઓપ આપવામાં આવે તે પહેલાં મંત્રાલય નાગરિકો, સ્થાનિક સમુદાયો અને હિતધારકો પાસેથી સૂચનો અને પ્રતિભાવો (ફીડબેક) મંત્રાવે છે.
જે સમસ્યાનું નિવારણ કરવામાં આવી રહ્યું છે:
ભારત પાસે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વિકસિત થયેલું એક વ્યાપક ગ્રામીણ રોડ નેટવર્ક છે. જો કે, ગામડાઓની અંદરના આંતરિક રસ્તાઓ ક્યારેય વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકૃત કે મેપ (નકશા પર અંકિત) કરવામાં આવ્યા નથી, જેના કારણે કેટલાક પડકારો ઉભા થાય છે:
- તબીબી કટોકટી (મેડિકલ ઇમરજન્સી) નો સામનો કરી રહેલી એમ્બ્યુલન્સોને ઘણીવાર સાચી ગલી કે રસ્તો શોધવામાં મુશ્કેલી પડે છે.
- ટપાલ કર્મચારીઓ (પોસ્ટલ વર્કર્સ) અને કુરિયર સેવાઓ ગામના ચોક્કસ સરનામાં સુધી સચોટ રીતે પહોંચવામાં અસમર્થ રહે છે.
- સરકારી અધિકારીઓ પાસે રસ્તાની જાળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના આયોજન માટે કોઈ વિશ્વસનીય ડેટાબેઝ નથી.
- ફાયર બ્રિગેડ અને પોલીસ વાહનો જેવી કટોકટીની સેવાઓ ગંતવ્ય સ્થાન શોધવામાં કિંમતી સમય ગુમાવે છે.
- ડિજિટલ નકશા (ડિજિટલ મેપ્સ) અને નેવિગેશન એપ્લિકેશન્સ ગામડાઓની અંદર સચોટ લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં અસમર્થ છે.
- રસ્તાની યોગ્ય ઓળખ વિના મનરેગા (MGNREGA), પીએમજીએસવાય (PMGSY), અને પીએમજીવાય (PMGY) જેવી યોજનાઓનું અસરકારક રીતે નિરીક્ષણ અથવા અમલીકરણ કરી શકાતું નથી.
હાલમાં વિવિધ એજન્સીઓ અલગ-અલગ નામકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, સ્થાનિક સીમાચિહ્નો (લેન્ડમાર્ક્સ) નો અનૌપચારિક રીતે ઉપયોગ થાય છે, એક જ રસ્તો અલગ-અલગ રેકોર્ડમાં બહુવિધ નામો હેઠળ દેખાઈ શકે છે, અને આધુનિક જીઓસ્પેશિયલ ટેકનોલોજી સાથે તેનું મર્યાદિત સંકલન છે. આના પરિણામે ઘણીવાર મૂંઝવણ ઊભી થાય છે, પ્રયાસોનું પુનરાવર્તન થાય છે અને જાહેર સંસાધનોનો બિનકાર્યક્ષમ ઉપયોગ થાય છે.
વિઝન અને ઉદ્દેશ્ય:
આ પહેલનું વિઝન એ છે કે ભારતના દરેક ગામની અંદરના દરેક રસ્તાનું એક અનન્ય (યુનિક), ઓળખી શકાય તેવું નામ અને કોડ હોવો જોઈએ, જે સાઇનેજ (સંકેત બોર્ડ) દ્વારા દ્રશ્યમાન હોય, ડિજિટલ નકશા પર શોધી શકાય તેવો હોય અને રાષ્ટ્રીય ડેટાબેઝ સાથે લિંક થયેલો હોય.
ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં 'ઇઝ ઓફ લિવિંગ' (જીવનની સુગમતા) માં સુધારો કરવાનો છે, જેથી તબીબી, ટપાલ, વહીવટી, વ્યાપારી અને કટોકટીની સેવાઓ ગામના કોઈપણ સરનામે ઝડપથી, સચોટ રીતે અને કોઈ પણ મૂંઝવણ વિના પહોંચી શકે.
એક વાક્યમાં કહીએ તો: જો કોઈને શોધી શકાશે, તો જ તેની સેવા કરી શકાશે.
જાહેર પ્રતિભાવ માટેના મુખ્ય ક્ષેત્રો:
મંત્રાલય પ્રસ્તાવિત રોડ કોડિંગ સિસ્ટમ, ડીજીપીન (DIGIPIN) સંકલન, એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે ગ્રામ માનચિત્ર (Gram Manchitra) અને PMGSY કોડિફિકેશન પર જાહેર ઇનપુટ્સ માંગે છે.
ભાગીદારોને તેમના વિચારો શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે કે શું પ્રસ્તાવિત ગ્રેડિંગ અને કોડિંગ સિસ્ટમ (મુખ્ય રસ્તાઓ, ક્રોસરોડ્સ વગેરે) તેમના ગામની જરૂરિયાતોને અનુરૂપ છે, શું પ્રસ્તાવિત સિસ્ટમ PMGSY ના કોર નેટવર્ક સાથે સુસંગત છે, અને શું તેમના વિસ્તારમાં એવા કોઈ ચોક્કસ પડકારો છે જેને આ સિસ્ટમ, DIGIPIN, ગ્રામ માનચિત્ર અથવા PMGSY કોડિફિકેશન દ્વારા હલ કરવા જોઈએ. આ સાથે, ગ્રામ માનચિત્ર દ્વારા રોડ કોડિંગ, DIGIPIN ફાળવણી અને PMGSY કોડ ફાળવણીમાં સમુદાયની ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરવી, અને બહેતર સુલભતા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન માટે સાઇનેજ, DIGIPIN સંકલન, ગ્રામ માનચિત્ર અને PMGSY ક્યુઆર (QR) કોડ્સમાં કેવી રીતે સુધારો કરી શકાય તે અંગેના સૂચનો પણ આમંત્રિત છે.
આ ભાગીદારી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકો, પંચાયતી રાજ સંસ્થાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્થાનિક સમુદાયો અને ગ્રામ્ય સ્તરના હિતધારકો, શિક્ષણવિદો, સંશોધકો, આયોજકો અને ક્ષેત્રના નિષ્ણાતો, નાગરિક સમાજ સંગઠનો (સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ) અને વિકાસ પ્રેક્ટિશનરો, સરકારી અધિકારીઓ અને ફિલ્ડ ફંક્શનરીઝ, તેમજ ગ્રામીણ શાસન અને સેવા વિતરણને મજબૂત કરવામાં રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લી છે. તમારો પ્રતિભાવ મહત્વપૂર્ણ છે કારણ કે તમારા સૂચનો ગામના રસ્તાઓની ઓળખ, ડિજિટલ મેપિંગ, સેવા વિતરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન, કટોકટી પ્રતિભાવ અને શાસન માટે રાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત ફ્રેમવર્ક તૈયાર કરવામાં મદદ કરશે, જ્યારે જાહેર ભાગીદારી એ સુનિશ્ચિત કરશે કે પ્રસ્તાવિત સિસ્ટમ વ્યવહારુ, સમાવેશી અને સ્થાનિક વાસ્તવિકતાઓને અનુરૂપ રહે.
[વિગતવાર પરામર્શ દસ્તાવેજ (હિન્દી) માટે અહીં ક્લિક કરો.]
[વિગતવાર પરામર્શ દસ્તાવેજ (અંગ્રેજી) માટે અહીં ક્લિક કરો.]
ગામની અંદરના રસ્તાઓ માટેની કોડિંગ અને ગ્રેડિંગ સિસ્ટમ' અંગેનો જાહેર પરામર્શ દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે અને તેના પર પ્રતિભાવો (comments) રજૂ કરવાની અંતિમ તારીખ 14/07/2026છે. પંચાયતી રાજ મંત્રાલય નાગરિકોને આ જાહેર પરામર્શ પ્રક્રિયામાં સહભાગી થવા માટે આમંત્રિત કરે છે.
https://www.mygov.in/group-issue/public-consultation-document-intra-village-coding-and-their-grading-system?page=0
(रिलीज़ आईडी: 2283449)
आगंतुक पटल : 52
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English