માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
પર્યાવરણ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી દ્વારા ભારતીય ટ્રાન્સપોર્ટને પ્રદૂષણ મુક્ત, અકસ્માત મુક્ત અને વિશ્વસ્તરીય બનાવવાનો સંકલ્પ
પ્રવાસ 5.0 નું કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી ઘ્વારા ઉદ્ઘાટન
અકસ્માતોને રોકવા માટે માર્ગ સલામતી સરકાર માટે સર્વોચ્ચ અગ્રિમતા છે: શ્રી ગડકરી
પોસ્ટેડ ઓન:
09 JUL 2026 9:07PM by PIB Ahmedabad
ગાંધીનગર ખાતે આજે બસ એન્ડ કાર ઓપરેટર્સ કોન્ફેડરશન ઓફ ઈન્ડિયા (BOCI) ના મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસ 5.0 (Prawas 5.0) નું કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી ઘ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. અને ભારતના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સર્વોચ્ચ અગ્રિમતા આપવાનું નક્કી કર્યું છે. મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાણી, વીજળી, પરિવહન અને સંદેશાવ્યવહાર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યા વિના, આપણે આપણા ઉદ્યોગ, વેપાર અને વ્યવસાયનો વિકાસ કરી શકતા નથી. અને ઉદ્યોગ, વેપાર અને વ્યવસાયમાં ક્ષમતા વધાર્યા વિના, આપણે રોજગારીની તકો ઊભી કરી શકતા નથી. અને રોજગારીની તકો વિના, આપણે ગરીબી નાબૂદ કરી શકતા નથી. તેથી, સરકાર માટે સૌથી મહત્વનો એજન્ડા એ છે કે આપણે દેશમાં રોજગારીની ક્ષમતા કેવી રીતે વધારવા જઈ રહ્યા છીએ. અને આજે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એવા મહત્વના ઉદ્યોગોમાંનો એક છે જે સૌથી વધુ રોજગાર નિર્માણ કરી શકે છે. અને આમાં બહુ મોટી ક્ષમતા છે. અને એટલા માટે મને વિશ્વાસ છે કે આનો વિકાસ થયા પછી લાખો યુવાનોને રોજગારી મળશે.

તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ ઉદ્યોગ અને વ્યવસાયમાં ચાર બાબતો હોવી ખૂબ જ જરૂરી છે. પહેલી સાબિત થયેલી ટેકનોલોજી (Proven Technology), બીજી કાચા માલની ઉપલબ્ધતા (Availability of raw material), ત્રીજી આર્થિક સક્ષમતા (Economic viability) અને ચોથી અસરકારક માર્કેટિંગ ક્ષમતા (Effective marketing ability) અને સૌથી મહત્વની બાબત એ છે કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેનું વિઝન એકદમ સ્પષ્ટ છે. સ્વચ્છ પરિવહન એ સમયની માંગ છે. કોઈ પણ દેશના વિકાસ માટે ત્રણ મહત્વના 'E' ખૂબ જ જરૂરી છે. આ ત્રણ 'E' એટલે એથિક્સ, ઈકોનોમી અને ઈકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ.

શ્રી ગડકરીએ કહ્યું હતું કે આ સેક્ટરને કારણે આપણે દેશમાં 40% વાયુ પ્રદૂષણમાં ફાળો આપીએ છીએ. તેથી, ક્લીન ટ્રાન્સપોર્ટ એ સૌથી મહત્વની બાબત છે. આપણે પહેલેથી જ 22 લાખ કરોડના અશ્મિભૂત બળતણ (fossil fuel) ની આયાત કરીએ છીએ. આપણા દેશના આટલા બધા પૈસા આપણે અશ્મિભૂત બળતણની આયાત માટે ખર્ચ કરી રહ્યા છીએ. આયાત બચાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે, જાહેર નીતિમાં આયાતનો વિકલ્પ, ખર્ચ-અસરકારક (cost effective), પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી હોવું જરૂરી છે. સરકાર માટે તે સૌથી મહત્વનો એજન્ડા છે. ટ્રાન્સપોર્ટ જગતના આપ સૌને મારી વિનંતી છે કે જે મિશન આયાતનો વિકલ્પ, ખર્ચ-અસરકારક, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી છે, તેમાં અમને તમારા સહકારની જરૂર છે.
LPF1.jpeg)
વધુમાં જણાવતા શ્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ વિઝનમાં બીજી મહત્વની બાબત એ છે કે તે કાર્યક્ષમ હોવું જોઈએ. સમયસર સેવા અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું જાણું છું કે ઓટોમોબાઈલ ઉદ્યોગ જે રીતે બસોનો વિકાસ કરી રહ્યો છે, તે પહેલ આપણા દેશ માટે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ ઓટોમોબાઈલ ઉત્પાદકો અને ટ્રાન્સપોર્ટરો આ વિશે વિચારે, આપણી પાસે ટેકનોલોજીની દ્રષ્ટિએ સારું અને આરામદાયક પરિવહન હોવું જોઈએ. તેથી ઓટોમોબાઈલ ઉદ્યોગને મારી વિનંતી છે કે આ એવો સમય છે કે આપણી પાસે વૈશ્વિક સ્તરની ટેકનોલોજી હોવી જોઈએ.
U6VK.jpeg)
માર્ગ સલામતીને લઈને વાત કરતા મંત્રીશ્રી એ કહ્યું હતું કે આપણા દેશમાં દર વર્ષે 5 લાખ અકસ્માત થાય છે અને 1 લાખ 80 હજારના મોત થાય છે. અને મરનારા લોકોમાં 60% વસ્તી જે છે, તે 18 થી 34 વર્ષના વયજૂથની છે. તેથી આ અકસ્માતોને રોકવા ખૂબ જરૂરી છે અને એટલા માટે માર્ગ સલામતી સરકાર માટે સર્વોચ્ચ અગ્રિમતા છે. અમે ઘણા કાર્યક્રમો કરી રહ્યા છીએ. જેમાં રોડ એન્જિનિયરિંગ, રસ્તાઓની ગુણવત્તા સુધારવી, બ્લેક સ્પોટ્સ ઓળખવા અને બ્લેક સ્પોટ્સ દૂર કરવા એ અમારી જવાબદારી છે. રોડ સેફ્ટી અને રોડના સિવિલ એન્જિનિયરિંગનો જ્યાં સુધી સવાલ છે, તે મૂળભૂત રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાલયની જવાબદારી છે, અને અમે તે કરીશું.
આ ઉપરાંત તેમણે ભવિષ્યના પ્રોજેક્ટ્સની માહિતી આપતા કહ્યું હતું કે જ્યારે મેં મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે આ ઈન્ડસ્ટ્રીનું કદ 14 લાખ કરોડ હતું અને વિશ્વમાં આપણો નંબર સાતમો હતો. પરંતુ આજે આપણે આગળ વધીને જાપાનને પાછળ છોડી દીધું છે અને વિશ્વમાં આપણો નંબર ત્રીજો છે. આ ઈન્ડસ્ટ્રીનું કદ 22 લાખ કરોડ છે. પ્રથમ નંબરે USA છે, બીજા નંબરે ચીન છે. અમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં અમે ઘણા સુધારા કર્યા છે અને ઉદ્યોગે અમને સહકાર પણ આપ્યો છે. વૈકલ્પિક બળતણ, બાયો-ફ્યુઅલ, ઇથેનોલ, મિથેનોલ, બાયો-ડીઝલ, એલએનજી, ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન, આ બધા પર ઇન્ડસ્ટ્રી બહુ સારું કામ કરી રહી છે. સાથે જ, અમારું મંત્રાલય હાઇડ્રોજન ટ્રાયલ્સના 10 રૂટ પર પાઇલોટ પ્રોજેક્ટ કરી રહ્યું છે. જેમાં એક ગ્રેટર નોઇડા, દિલ્હી, આગ્રા (ફિલિંગ સ્ટેશન ગ્રેટર નોઇડામાં); ભુવનેશ્વર, કોણાર્ક, પુરી (સ્ટેશન ભુવનેશ્વરમાં); અમદાવાદ, વડોદરા, સુરત (સ્ટેશન વડોદરામાં); સાહિબાબાદ, ફરીદાબાદ, દિલ્હી (સ્ટેશન ફરીદાબાદમાં); પુણે, મુંબઈ, મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે (ત્યાં સ્ટેશન છે); અને જમશેદપુર, કલિંગાનગર (જે બાલાસોરમાં છે); તિરુવનંતપુરમ, કોચી (HRS ત્રિવેન્દ્રમ); પછી કોચી, ઇડપ્પલ્લી (સ્ટેશન કોચીમાં); જામનગર, અમદાવાદ (સ્ટેશન રાજકોટમાં); અને વિશાખાપટ્ટનમ, વોય્યુરુ (સ્ટેશન વોય્યુરુમાં) છે.
શ્રી ગડકરીએ ઉમેર્યું હતું કે આ ઈન્ડસ્ટ્રી એટલી મહત્વની છે કે તે સ્ટેટ GST અને સેન્ટ્રલ GST તરીકે 4.5 લાખ કરોડ રૂપિયા આપે છે, જે રાજ્ય સરકાર અને ભારત સરકારને સૌથી વધુ આવક આપે છે. આ ઉદ્યોગ એટલો મહત્વનો છે કે તેમણે 4.5 કરોડ નોકરીઓ ઊભી કરી છે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, કાંતિલાલ અમૃતિયા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યના મંત્રીશ્રીઓ, BOCI ના પ્રેસિડેન્ટ, તેમજ પરિવહન ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2283075)
મુલાકાતી સંખ્યા : 78