માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

IIT ગાંધીનગર દ્વારા મેકર ભવન ફાઉન્ડેશનના સહયોગથી 'ઇન્વેન્ટએક્સ'ની 7મી આવૃત્તિ સંપન્ન


IIT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 29 વિદ્યાર્થીઓએ 10 પેટન્ટપાત્ર પ્રોટોટાઇપ વિકસાવ્યા

प्रविष्टि तिथि: 03 JUL 2026 7:13PM by PIB Ahmedabad

IIT ગાંધીનગર દ્વારા મેકર ભવન ફાઉન્ડેશન (MBF) ના સહયોગથી 'ઇન્વેન્ટએક્સ' (InventX) ની 7મી આવૃત્તિનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે. એક અઠવાડિયાનો રેસિડેન્શિયલ (નિવાસી) કાર્યક્રમ છે જ્યાં સમગ્ર ભારતમાંથી આવેલા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ વાસ્તવિક અને પેટન્ટ મેળવવા માટે તૈયાર હોય તેવા પ્રોટોટાઇપની શોધ કરવાનું, તેને બનાવવાનું અને તેનું સર્જન કરવાનું શીખે છે.

ઇન્વેન્ટએક્સજે અગાઉ 'ઇન્વેન્શન ફેક્ટરી' તરીકે ઓળખાતું હતુંતે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટેનો એક સઘન નિવાસી શોધ કાર્યક્રમ છે. વર્ષે, દેશભરની કોલેજોમાંથી મળેલી 1,000 થી વધુ અરજીઓમાંથી 60 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી અને તેમણે IIT ગાંધીનગર તેમજ IIT જમ્મુ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એન્જિનિયરિંગ, સાયન્સ અને ડિઝાઇન પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓના આંતરશાખાકીય (ઇન્ટરડિસિપ્લિનરી) સહયોગ દ્વારા, સહભાગીઓએ વ્યવહારુ પડકારોને ઓળખવા, નવીન ઉકેલો વિકસાવવા, પ્રોટોટાઇપ બનાવવા અને કાર્યક્રમ પૂરો થતાં પહેલાં પ્રોવિઝનલ (કામચલાઉ) પેટન્ટ અરજીઓ તૈયાર કરવા પર કામ કર્યું હતું.

આવૃત્તિમાં, 29 વિદ્યાર્થીઓને IIT ગાંધીનગર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે IIT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 10 પ્રોવિઝનલ પેટન્ટ અરજીઓ ફાઇલ કરી હતી. કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ઇન્વેન્ટએક્સે સંચિત રીતે 120 થી વધુ પેટન્ટ અરજીઓનો આંકડો વટાવી દીધો છે, જેમાંથી દરેક અરજી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) માં ફાઇલ કરવામાં આવી છે અને તે એક વર્ષ માટે શોધ (ઇન્વેન્શન) નું રક્ષણ કરે છે.

વિદ્યાર્થીઓની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા IITGN ના ડાયરેક્ટર પ્રો. રજત મૂનાએ જણાવ્યું હતું કે, “ઇન્વેન્ટએક્સ તેની પરિણામ-લક્ષી અભિગમ શૈલી દ્વારા પોતાની જાતને અલગ પાડે છે, જ્યાં વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓની ઓળખ કરીને, કાર્યરત પ્રોટોટાઇપ બનાવીને અને પેટન્ટ અરજીઓ ફાઇલ કરીને એક મેકર (સર્જક) અને ઇનોવેશન (નવીનતા) ની માનસિકતા કેળવે છે. અમારા નિષ્ણાત ફેકલ્ટી અને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સમર્થિત કાર્યક્રમ ભારતની ભવિષ્યની જરૂરિયાત એવી 'મેકર મૂવમેન્ટ' (સર્જક ચળવળ) ને પ્રોત્સાહન આપે છે, જે વિઝનને મેકર ભવન ફાઉન્ડેશન અસરકારક રીતે આગળ ધપાવી રહ્યું છે.”

IITGN ખાતે ઇન્વેન્ટએક્સના ગ્રાન્ડ ફિનાલેમાં પ્રદર્શિત કરાયેલી વર્ષની શોધોની ગુણવત્તાથી ઉત્સાહિત થઈને મેકર ભવન ફાઉન્ડેશનના CEO ગૌતમ ખન્નાએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક ઉત્પાદન અને ટેકનોલોજી લીડર બનવાની ભારતની મહત્વાકાંક્ષાને એવી એન્જિનિયરિંગ પ્રતિભાઓ દ્વારા વેગ મળવો જોઈએ જેઓ નવીનતા અને સર્જકની માનસિકતા ધરાવતા હોય. MBF ખાતે, અમે સિસ્ટમેટિકલી (વ્યવસ્થિત રીતે) અને વ્યાપક સ્તરે નિર્માણ કરતી એન્જિનિયરોની પેઢી માટે માર્ગ પ્રશસ્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. IIT ગાંધીનગરનું માર્ગદર્શન આમાં ખૂબ મહત્વનું રહ્યું છે, અને આટલા ટૂંકા ગાળામાં વિકસાવવામાં આવેલા પ્રભાવશાળી પ્રોટોટાઇપ જોવાનું ખરેખર પ્રોત્સાહક છે.”

અઠવાડિયાના સઘન સમયગાળા દરમિયાન, વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકની સમસ્યા ઉકેલવાના બદલે, વાસ્તવિક દુનિયાના એન્જિનિયરિંગમાં જોડાઈને સૌથી પહેલાં તો ઉકેલવા યોગ્ય સમસ્યા શોધી કાઢી હતી. તેમણે ખામીઓ ઓળખી, ધારણાઓને પડકારી, અસફળ નીવડેલા પ્રોટોટાઇપ બનાવ્યા, તેને ફરીથી બનાવ્યા અને ફરીથી પરીક્ષણ કર્યું. આમંત્રિત મૂલ્યાંકનકારોએ શોધોની વાસ્તવિક દુનિયામાં ઉપયોગિતાને પડકારી, સુધારી અને તેનું પરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને પેટન્ટ એટર્નીની પેનલ સમક્ષ અંતિમ પ્રસ્તુતિ (પ્રેઝન્ટેશન) સાથે સમાપ્ત થયો હતો.

દરેક કેમ્પસમાં ટોચની ત્રણ ટીમોને અનુક્રમે રૂપિયા 2,00,000, 1,00,000 અને 50,000 ના રોકડ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. તદુપરાંત, ભાગ લેનારી દરેક ટીમે ભારત અને યુએસ બંનેમાં પ્રોવિઝનલ પેટન્ટ અરજી ફાઇલ કરી છે, જે ટૂંક સમયમાં વિદ્યાર્થી સંશોધકોને એનાયત કરવામાં આવશે.

વિજેતાઓ (WINNERS) - IIT ગાંધીનગર

  • પ્રથમ ઇનામ: જીઈસી ઇડુક્કી (GEC Idukki) માંથી ઇહસાન કે એસ, આઇઆઇઆઇટી નાગપુર (IIIT Nagpur) માંથી શ્રેયંશ જૈન અને આઇઆઇટી ઇન્દોર (IIT Indore) માંથી રિતિક ગુપ્તાએ 'વેરેબલ ડોગ ડેટરન્ટ ડિવાઇસ' (Wearable Dog Deterrent Device) વિકસાવ્યું છેજે બાળકોને હિંસક રખડતા શ્વાનના હુમલાથી બચાવવા માટે તૈયાર કરવામાં આવેલો એક ઉકેલ છે.
  • બીજું ઇનામ: આઇઆઇટી રોપર (IIT Ropar) માંથી પ્રિયા ક્યાલ, નવરચના યુનિવર્સિટીમાંથી ખુશી સિંહ અને આઇઆઇટી રોપરથી દક્ષ બેનીવાલે 'સર્પદંશ માટે ફર્સ્ટ એઇડ સોલ્યુશન' (First Aid Solution for Snake Bite) વિકસાવ્યું છે એક એવી ઓટોમેટેડ (સ્વચાલિત) પ્રણાલી છે જે અસરગ્રસ્ત અંગને સ્થિર કરે છે અને જરૂરી દબાણ આપે છે, જેનાથી દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી જટિલ સહાય પૂરી પાડીને મૃત્યુને રોકવામાં મદદ મળે છે.
  • ત્રીજું ઇનામ: આઇઆઇટી જમ્મુ (IIT Jammu) માંથી હરનૂર, એનઆઇટીકે સુરતકલ (NITK Surathkal) માંથી ઉજ્જવલ અને ડીટીયુ (DTU) માંથી ઋષભે 'ફિશ હોલ્ડ્સ માટે ફિશ સ્ટોરેજ બોક્સ' (Fish Storage Box for Fish Holds) વિકસાવ્યું છેજેનો ઉદ્દેશ્ય માછલીઓનો બગાડ ઘટાડવાનો, ખાદ્ય સુરક્ષા વધારવાનો અને બહેતર સંગ્રહ પદ્ધતિઓ દ્વારા આર્થિક સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવાનો છે.

ઇન્વેન્ટએક્સ (InventX) વિશે

ઇન્વેન્ટએક્સ મેકર ભવન ફાઉન્ડેશનનો નિવાસી શોધ કાર્યક્રમ છે, જે IIT ગાંધીનગર અને IIT જમ્મુના સહયોગથી ચલાવવામાં આવે છે. અઠવાડિયા દરમિયાન, એન્જિનિયરિંગ, સાયન્સ અને ડિઝાઇન કોલેજોના વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઓળખે છે, પેટન્ટપાત્ર ઉકેલો વિકસાવે છે, કાર્યરત પ્રોટોટાઇપ બનાવે છે અને પ્રોવિઝનલ પેટન્ટ અરજીઓ ફાઇલ કરે છે. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં, ઇન્વેન્ટએક્સને 300 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તરફથી 1,500 થી વધુ અરજીઓ મળી છે અને તેના પરિણામે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 120 થી વધુ પ્રોવિઝનલ પેટન્ટ અરજીઓ ફાઇલ કરવામાં આવી છે. પસંદ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ મફત છે.

મેકર ભવન ફાઉન્ડેશન વિશે

મેકર ભવન ફાઉન્ડેશન (MBF) એક મિશન-આધારિત બિન-લાભકારી સંસ્થા છે જે ભારતના વાર્ષિક 20 લાખ એન્જિનિયરિંગ સ્નાતકોને નિષ્ક્રિય શીખનારાઓમાંથી આત્મવિશ્વાસુ સર્જકો (મેકર્સ), શોધકો અને સમસ્યાઓ ઉકેલનારાઓમાં રૂપાંતરિત કરે છે. વર્ષ 2019 માં સ્થપાયેલ, MBF અગ્રણી મેકર્સપેસ ચળવળ પર નિર્માણ કરે છે જેની શરૂઆત 2014 માં IIT બોમ્બે ખાતે ભારતની પ્રથમ શૈક્ષણિક મેકર્સપેસ સાથે થઈ હતી.

MBF કંપનીઝ એક્ટ, 2013 હેઠળ નોંધાયેલી સેક્શન 8 કંપની 'સ્ટેમ શિક્ષા ફાઉન્ડેશન' (STEM Shiksha Foundation) ના નેજા હેઠળ કામ કરે છે. સ્ટેમ શિક્ષા ફાઉન્ડેશન 'મેકર ભવન ફાઉન્ડેશન' બ્રાન્ડ નેમની માલિકી ધરાવે છે અને MBF ને સમગ્ર ભારતમાં વ્યાપક સ્તરે કાર્યક્રમો પહોંચાડવામાં સક્ષમ બનાવે છે.

MBF ની મૂળભૂત માન્યતા છે કે દરેક એન્જિનિયરિંગ સ્નાતકને માત્ર સિદ્ધાંત સમજવાને બદલે નિર્માણ કેવી રીતે કરવું તે ખબર હોવી જોઈએ, અને તેઓ સર્જન કરવા, પ્રોટોટાઇપ બનાવવા, પરીક્ષણ કરવા અને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ હલ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. ફાઉન્ડેશન એન્જિનિયરિંગ શિક્ષણમાં મેકર અને ઇનોવેશન માનસિકતાને વણી લેવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, સરકારો અને ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને કામ કરે છે.


(रिलीज़ आईडी: 2280885) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English