સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતમાં ડિજિટલ અને દૂરસંચાર ક્રાંતિ: દેશભરમાં અગ્રેસર પ્રદર્શન સાથે ગુજરાત LSAની ઐતિહાસિક સિદ્ધિઓ


અમદાવાદમાં આયોજિત સંવાદમાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ: સુરક્ષિત અને અદ્યતન ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોડમેપ તૈયાર

પોસ્ટેડ ઓન: 03 JUL 2026 2:26PM by PIB Ahmedabad

દૂરસંચાર વિભાગ (DoT), ભારત સરકાર, ગુજરાત લાઇસન્સ પ્રાપ્ત સેવા ક્ષેત્ર (LSA) દ્વારા 02 જુલાઈ 2026ના રોજ RTTC કોન્ફરન્સ હોલ, અમદાવાદ ખાતે "गुजरात में डिजिटल एवं दूरसंचार विकास पर संवाद"નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલિકોમ કનેક્ટિવિટી મજબૂત કરવા પર વિચાર-વિમર્શ કરવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના પ્રતિનિધિઓ તેમજ તમામ હિતધારકો એકસાથે આવ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા (ફોરેસ્ટ્સ એન્ડ એન્વાયરમેન્ટ, ક્લાયમેટ ચેન્જ, સાયન્સ એન્ડ ટેકનોલોજી) અને શ્રી આશિષ ઠાકર, એડિશનલ DGT ગુજરાત LSA, WMO અને ટેલિકોમ ઓપરેટરોના વડા દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ સાથે થઈ હતી.

મહાનુભાવોનું સ્વાગત કરતા, શ્રી આશિષ ઠાકર, એડિશનલ ડિરેક્ટર જનરલ (ટેલિકોમ), ડીઓટી ગુજરાત LSA, એ સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત, વિશ્વસનીય અને ભવિષ્ય માટે તૈયાર ટેલિકોમ સેવાઓ સુનિશ્ચિત કરવામાં DoT ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નેટવર્ક વિસ્તરણ, ટેલિકોમ સુરક્ષા, નાગરિક-કેન્દ્રીત સેવાઓ અને ડિજિટલ સમાવેશીકરણ પર વિભાગના સતત ફોકસ પર ભાર મૂક્યો હતો. તેમણે SASCI યોજના વિશે વિગતવાર સમજાવ્યું હતું, જે અંતર્ગત ગુજરાતને ટેલિકોમ સુધારાઓ, BharatNet અનુપાલન અને પાવર-સેક્ટર સંકલન સાથે જોડાયેલ 50-વર્ષની વ્યાજમુક્ત લોન તરીકે ₹150 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ટેકનિકલ પ્રેઝન્ટેશન દરમિયાન, DoT ગુજરાતએ રાજ્યની મજબૂત ટેલિકોમ ઇકોસિસ્ટમ પ્રદર્શિત કરી હતી. ગુજરાતમાં આજે 52,000 થી વધુ ટેલિકોમ ટાવર્સ, લગભગ 2 લાખ બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન્સ (BTSs), 38,000 થી વધુ 5G BTSs અને આશરે 120%ની ટેલી-ડેન્સિટી છે, જે લગભગ 8.9 કરોડ મોબાઇલ ગ્રાહકોને સેવા આપે છે. વિભાગે 5G યુઝ કેસ લેબ્સ, સંચાર મિત્ર, EMF અનુપાલન મોનિટરિંગ, આપત્તિ સજ્જતા અને નાગરિક-કેન્દ્રીત સંચાર સાથી પ્લેટફોર્મ જેવી પહેલો પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેના CHAKSHU, CEIR અને ફાયનાન્સિયલ રિસ્ક ઇન્ડિકેટર મોડ્યુલ્સે સાયબર ફ્રોડ નિવારણ અને ચોરાયેલા મોબાઇલ હેન્ડસેટ્સની રિકવરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

બેઠકમાં ગુજરાતમાં મુખ્ય ડિજિટલ કનેક્ટિવિટી પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે અંતર્ગત અનકવર્ડ, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં સ્વદેશી 4G સેવાઓ પૂરી પાડવા માટે 857 સાઇટ્સ મંજૂર કરવામાં આવી છે અને 653 ટાવર્સ કાર્યરત કરવામાં આવ્યા છે; સુધારેલો BharatNet કાર્યક્રમ, જેના અંતર્ગત તમામ 14,294 ગ્રામ પંચાયતો સેવા માટે તૈયાર છે અને ગ્રામીણ ફાઇબર કનેક્ટિવિટી વિસ્તારવા માટે ₹5,631 કરોડ ફાળવવામાં આવ્યા છે; અને કૉલ બિફોર યુ ડિગ (CBuD) પ્લેટફોર્મ, જે ઉત્ખનન (ખોદકામ) પ્રવૃત્તિઓ દરમિયાન અંડરગ્રાઉન્ડ યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થતા નુકસાનને રોકવા માટે PM ગતિ શક્તિ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે.

વિભાગે દેશભરમાં ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા અને ટેલિકોમ-સક્ષમ સાયબર ફ્રોડનો સામનો કરવા માટે સંચાર સાથી નાગરિક-કેન્દ્રીત પ્લેટફોર્મની અસર પણ દર્શાવી હતી. ચક્ષુ (Chakshu) મોડ્યુલ દ્વારા, 49 લાખથી વધુ ફ્રોડ મોબાઇલ કનેક્શન્સ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં, ગુજરાત LSA એ નિયમિત તાલીમ કાર્યક્રમો અને ગુજરાત પોલીસ સાથેના ગાઢ સંકલન દ્વારા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) ના અમલીકરણને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે.

આ પ્રયાસોથી મોબાઇલ રિકવરી રેટ માર્ચ 2025ના 35% થી વધીને જૂન 2026માં 48.37% થયો છે, જેનાથી મોટા રાજ્યોમાં ગુજરાતનો રેન્ક 7 થી સુધરીને બીજો થયો છે. ગુજરાતનો 48.37%નો રિકવરી રેટ 34%ના ઓલ-ઇન્ડિયા એવરેજ કરતાં ઘણો વધારે છે, જે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોનને ટ્રેસ કરવા અને રિકવર કરવા માટે DoT અને ગુજરાત પોલીસ વચ્ચેના મજબૂત સહયોગને પ્રતિબિંબિત કરે છે. CEIR મોડ્યુલે 33 લાખથી વધુ ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલ હેન્ડસેટ્સને ટ્રેસ કરવાનું સક્ષમ બનાવ્યું છે, જ્યારે ફાયનાન્સિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર (FRI) એ શંકાસ્પદ નાણાંકીય ફ્રોડ સામે રિયલ-ટાઇમ એલર્ટ પ્રદાન કરીને નાણાંકીય સંસ્થાઓને નાગરિકોનું ₹2,300 કરોડથી વધુનું નુકસાન અટકાવવામાં મદદ કરી છે. આ પહેલો નાગરિકોની સુરક્ષા અને ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને સુરક્ષિત કરવામાં ટેલિકોમ ઇન્ટેલિજન્સની વધતી જતી ભૂમિકા દર્શાવે છે.

સભાને સંબોધતા, માનનીય મંત્રીશ્રીએ ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા, બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવા અને સુરક્ષિત ટેલિકોમ સેવાઓ સક્ષમ કરવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને ગુજરાત સરકારના સહયોગી પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને ગ્રામીણ, અંતરિયાળ અને અલ્પસેવા ધરાવતા વિસ્તારોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ટેકો આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. માનનીય મંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય સરકાર સાથે બહેતર સંકલન દ્વારા ગુજરાતમાં ટેલિકોમ વિભાગની ટીમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ DoT ગુજરાતના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી ગિરીશ કટારિયા દ્વારા આભાર વિધિ સાથે સંપન્ન થયો હતો, જેમાં ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047ના વિઝનને અનુરૂપ સ્થિતિસ્થાપક, સુરક્ષિત અને ડિજિટલ રીતે સક્ષમ ગુજરાતના નિર્માણ માટે ગુજરાત સરકાર, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને તમામ હિતધારકો સાથે મળીને કામ કરવાની DoT Gujarat ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં ટેલિકોમના વિકાસની વિગતો નીચે મુજબ છે -

ઉપલબ્ધિઃ 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ

  • કવરેજ ધરાવતા ન હોય તેવા ગામો અને અંતરિયાળ વિસ્તારોમાં 4G કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ભારત સરકારનો પ્રોજેક્ટ (₹26,316 કરોડ).
  • સ્વદેશી 4G ટેકનોલોજીનો ઉપયોગ કરીને BSNL દ્વારા અમલમાં મૂકાયેલ.
  • ગુજરાતમાં, 857 સાઇટ્સ મંજૂર કરવામાં આવી; 653 સાઇટ્સ કાર્યરત કરવામાં આવી.
  • બાકીની સાઇટ્સ અમલીકરણ હેઠળ છે અને તેનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
  • જમીનની ઉપલબ્ધતા, વન વિભાગની મંજૂરીઓ, પાવર કનેક્ટિવિટી અને કાયદો અને વ્યવસ્થામાં ગુજરાત સરકારના સતત સહયોગથી, ગુજરાત રાજ્ય 4G સેચ્યુરેશન પ્રોજેક્ટના અમલીકરણમાં દેશમાં ટોચના અચીવર્સમાં સામેલ છે.
  • છેલ્લા નાણાંકીય વર્ષ (FY)માં, ગુજરાત સરકાર સાથે ગાઢ સંકલન દ્વારા તમામ 161 PMIS મુદ્દાઓનો ઉકેલ લાવીને ગુજરાતે 114 DBN 4G સેચ્યુરેશન સાઇટ્સ કાર્યરત કરવાનો ટાર્ગેટ હાંસલ કર્યો છે.

ભારતનેટ પ્રોજેક્ટની ઉપલબ્ધિ

ભારત સરકારના ફ્લેગશિપ ગ્રામીણ બ્રોડબેન્ડ પ્રોગ્રામ (₹1.39 લાખ કરોડ) BharatNet એ ગુજરાતની તમામ 14,294 ગ્રામ પંચાયતોને સેવા માટે તૈયાર કરી દીધી છે. સુધારેલા (Amended) BharatNet કાર્યક્રમ હેઠળ, આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ પરિવારો, સંસ્થાઓ અને સાહસોને અંદાજે 5 લાખ FTTH કનેક્શન આપવા માટે ગુજરાત માટે ₹5,631 કરોડ અલગ રાખવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ ઇ-ગવર્નન્સ, ડિજિટલ શિક્ષણ, ટેલીમેડિસિન, બેન્કિંગ અને અન્ય નાગરિક-કેન્દ્રીત સેવાઓને મજબૂત બનાવશે, જેનાથી ગ્રામીણ ગુજરાતમાં ડિજિટલ સમાવેશીકરણ ઝડપી બનશે.

કોલ બિફોર યુ ડિગ (CBuD) એપ્લિકેશનની ઉપલબ્ધતા

PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ એક DoT પહેલ CBuD, ઉત્ખનન (ખોદકામ) દરમિયાન અંડરગ્રાઉન્ડ યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થતા નુકસાનને રોકવા માટે લોન્ચ કરવામાં આવી હતી. તે વેબ પોર્ટલ અને મોબાઇલ એપ દ્વારા ઉત્ખનન કરનારાઓ અને યુટિલિટી માલિકો વચ્ચે સંકલન સક્ષમ કરે છે, જે ટેલિકોમ, પાવર, પાણી, ગેસ અને અન્ય અંડરગ્રાઉન્ડ યુટિલિટી અસ્કયામતોનું રક્ષણ કરે છે. 3,264 એસેટ માલિકો, 21 સરકારી વિભાગો, 4,377 રજિસ્ટર્ડ ઉત્ખનન કરનારાઓ અને 15,500થી વધુ નિકાલ કરાયેલી ખોદકામ સંબંધિત પૂછપરછો સાથે, ગુજરાત CBuD પ્લેટફોર્મના અમલીકરણમાં દેશના ટોચના પ્રદર્શન કરતા રાજ્યોમાં સામેલ છે.

સમિતિઓની રચના સંબંધિત સિદ્ધિઓ

ભારત સરકારના નિર્દેશો અનુસાર, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ અને રાજ્ય સરકારની એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત કરવા માટે ગુજરાતે ત્રણેય સંકલન સમિતિઓ કાર્યરત કરી છે—ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સ્તરે સ્ટેટ બ્રોડબેન્ડ કમિટી (SBC), જિલ્લા કલેક્ટર સ્તરે ડિસ્ટ્રિક્ટ લેવલ ટેલિકોમ કમિટી (DLTC), અને ગ્રામ પંચાયત સ્તરે ડિજિટલ એક્સેસ કમિટી (DAC). ગુજરાતમાં છેલ્લાં નાણાકીય વર્ષમાં 4 SBC બેઠક (ક્વાર્ટરમાં એક), 24 DLTC બેઠકો, 155 DAC બેઠકો યોજવામાં આવી હતી, જે બ્રોડબેન્ડ વિસ્તરણ અને મુખ્ય ટેલિકોમ પહેલોના અમલીકરણને વેગ આપવામાં મદદ કરે છે.

EMF રેડિયેશન પરીક્ષણ સિદ્ધિઓ

નિર્ધારિત રેડિયેશન ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે TSPs દ્વારા સબમિટ કરાયેલા 3.35 લાખથી વધુ EMF સ્વ-પ્રમાણપત્રોનું DoT એ ઓડિટ કર્યું. DoT દ્વારા સાઇટની મુલાકાત લઈને કુલ 3756 BTSનું ફિઝિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ BTS નિયમોનું પાલન કરતાં (compliant) હોવાનું જાણવા મળ્યું હતું. 5G BTS (ટાવર) માંથી રેડિયેશનનું સ્તર ચકાસવા માટે વધારાના 735 BTS નું પરીક્ષણ કરવામાં આવ્યું અને તે નિયમોનુસાર માલૂમ પડ્યા. EMR અને તરંગ સંચાર વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર ગુજરાતમાં 28 EMR જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. TSPs ને ફાળવવામાં આવેલા 3300 MHz ના નવા સ્પેક્ટ્રમ

સાયબર સિક્યોરિટી અંગેની સિદ્ધિ (મોબાઇલ હેન્ડસેટની પુનઃપ્રાપ્તિ)

  • CEIR પર્ફોમન્સ (Central Equipment Identity Register) / CEIR પ્રદર્શન (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર): ચોરાયેલા મોબાઇલ ફોનની પુનઃપ્રાપ્તિ માટે CEIR પોર્ટલ.ગુજરાત LSA એ મોટા રાજ્યોમાં બીજો રેન્ક મેળવ્યો છે. કુલ 2.03 લાખ મોબાઇલ બ્લોક કરવામાં આવ્યા હતા, 1.27 લાખ ટ્રેસ કરવામાં આવ્યા હતા, અને 61,254 રિકવર કરવામાં આવ્યા હતા (Recovery Rate: 48.37%).
  • જાગૃતિ અને ક્ષમતા નિર્માણ: સંચાર સાથી, CEIR, Chakshu, સાયબર ફ્રોડ, AI ટુલ્સ, ગેરકાયદેસર ટેલિકોમ સેટઅપ અને સાયબર હાઇજીનને આવરી લેતા 79 સાયબર અવેરનેસ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • DIP–ચક્ષુ: ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થયેલી 44,213 છેતરપિંડીયુક્ત સંદેશા વ્યવહાર (fraudulent communication) ફરિયાદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
  • મોબાઇલ નંબર ડિસકનેક્શન: ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મના ઇનપુટ્સના આધારે ગુજરાતમાં 1.43 લાખ મોબાઇલ નંબર્સ ડિસકનેક્ટ કરવામાં આવ્યાં હતા.
  • તમારા મોબાઇલ કનેક્શન જાણો: સંચાર સાથી પોર્ટલ દ્વારા ગુજરાતમાંથી આવેલી 17.68 લાખ વિનંતીઓ પર પ્રક્રિયા કરવામાં આવી હતી.
  • સિમ ડિસકનેક્શન: તમારા મોબાઇલ કનેક્શન્સ જાણો મોડ્યુલનો ઉપયોગ કરીને ગુજરાતમાં 8.47 લાખ મોબાઇલ કનેક્શન ડિસકનેક્ટ કરવામાં આવ્યા હતા.
  • CEIR રોલ-આઉટ: દેશભરમાં 15,000+ પોલીસ સ્ટેશનોમાં રોલ-આઉટના ભાગરૂપે, ગુજરાતના તમામ 748 પોલીસ સ્ટેશનોમાં CEIR લાગુ કરવામાં આવ્યું છે.
  • નાણાંકીય ફ્રોડ જોખમ સૂચક (FRI): ગુજરાતની તમામ કોઓપરેટિવ બેંકો સહિત 120+ બેંકો અને નાણાંકીય સંસ્થાઓને FRI મોડ્યુલ સાથે સંકલિત (integrate) કરવામાં આવી છે.
  • ગેરકાયદેસર ટેલિકોમ સેટઅપ સામે કાર્યવાહી: ડિસેમ્બર 2025માં ગુજરાતમાં એક ગેરકાયદેસર ટેલિકોમ સેટઅપ શોધી કાઢીને તેને ઝડપી પાડવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 5G યુઝ કેસ લેબ્સની સ્થાપનાની સિદ્ધિ

5G ઇનોવેશન ઇકોસિસ્ટમ: ત્રણ અગ્રણી સંસ્થાઓ: IIT ગાંધીનગર, NSU ગાંધીનગર, અને SVNIT સુરત ખાતે 5G યુઝ કેસ લેબ્સની સુવિધા પૂરી પાડી. આ લેબ્સ વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા ટેલિકોમ ઇનોવેશન માટે પાયાના મેદાન તરીકે કામ કરે છે.

ગુજરાત રાજ્યની RoW (રાઇટ ઓફ વે) સ્થિતિ

રાઇટ ઓફ વેની ઓનલાઇન અરજી માટે એક RoW પોર્ટલ બનાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં 2025 કરતા જૂની કોઈ RoW પેન્ડન્સી નથી. ગુજરાત રાજ્યે ભારત સરકારની નવીનતમ RoW નીતિ પહેલેથી જ લાગુ કરી દીધી છે. રાજ્ય સરકારના વિભાગો સાથે સક્રિય જોડાણ દ્વારા 01.01.2025 પહેલાં બાકી રહેલી તમામ 78-લેગસી (જૂની) રાઇટ ઓફ વે (RoW) અરજીઓનો બેકલોગ નાબૂદ કર્યો, જેનાથી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી રોલઆઉટ શક્ય બન્યો. 2025 પહેલાંનો RoW નો કોઈ કેસ પેન્ડિંગ નથી.

મૂડી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય (SASCI)

ખર્ચ વિભાગ (Department of Expenditure), નાણા મંત્રાલયે સ્પેશિયલ આસિસ્ટન્સ ટૂ સ્ટેટ્સ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ (SASCI) યોજના હેઠળ ગુજરાત માટે 50-વર્ષની વ્યાજમુક્ત લોન તરીકે ₹150 કરોડ ફાળવ્યા છે. આ પ્રોત્સાહન ત્રણ ક્ષેત્રો સાથે જોડાયેલું છે: RoW નિયમ, 2024 અને ટેલિકોમ એક્ટ, 2023નો અમલ (65%), ભારતનેટ અનુપાલન (25%), અને ઊર્જા મંત્રાલયના નિર્દેશોનું અનુપાલન (10%).

સક્રિય સહકાર રેન્કિંગ

ગુજરાત રાજ્ય સરકારના સક્રિય સહકારને કારણે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દેશમાં ગુજરાત LSA ને - એક વખત નંબર વન LSA, એક વખત નંબર 2 LSA અને એક વખત નંબર 4 LSAનો રેન્ક મળ્યો છે, જે ઉત્કૃષ્ટ પ્રદર્શન છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2280683) મુલાકાતી સંખ્યા : 133
આ રીલીઝ વાંચો: English