ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
યુઆઈડીએઆઈએ (UIDAI) જૂનાગઢમાં નવા આધાર સેવા કેન્દ્રની શરુઆત સાથે નાગરિક-કેન્દ્રિત સેવાઓનો વિસ્તાર કર્યો
प्रविष्टि तिथि:
27 JUN 2026 3:01PM by PIB Ahmedabad
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), પ્રાદેશિક કચેરી મુંબઈએ, આજે ગુજરાતના જૂનાગઢમાં એક નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું ઉદ્ઘાટન કર્યું, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાઓ પ્રદાન કરવાના તેના મિશનને વધુ મજબૂત બનાવે છે અને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સુદ્રઢ કરે છે.
મુખ્ય અંશો
અનુકૂળ ઍક્સેસ: નોબલ પ્લાઝા, કાળવા ચોક, જૂનાગઢ ખાતે આવેલું, આ ASK અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નોંધણી, 5–17 વર્ષની વયના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ્સ, ડેમોગ્રાફિક (વસ્તી વિષયક) સુધારાઓ અને ઓન-સાઇટ ફરિયાદ નિવારણ ઓફર કરશે.

સર્વસમાવેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર
આ કેન્દ્ર સીમલેસ (અવરોધરહિત) સેવા વિતરણ સુનિશ્ચિત કરવા માટે આધુનિક સુવિધાઓ, વ્હીલચેર ઍક્સેસ, સુલભ શૌચાલયો અને એક સમર્પિત ASK મેનેજરથી સજ્જ છે.
ડિજિટલ ટૂલ્સ
લોકો યુઆઈડીએઆઈ (UIDAI) એપોઇન્ટમેન્ટ પોર્ટલ (bookappointment.uidai.gov.in) પર અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરી શકકશે, જ્યારે જીઓ-ટેગ કરેલા ASK સ્થાનો ભુવન આધાર પોર્ટલ (bhuvan-app3.nrsc.gov.in in Bing) પર ઉપલબ્ધ છે.

ભવિષ્ય માટે તૈયાર સેવાઓ
આવનારી પેઢીની ડિજિટલ ઓળખને સુરક્ષિત કરવા માટે શાળાઓમાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉદ્ઘાટન સમારોહ શ્રી રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા, માનનીય સાંસદ (જૂનાગઢ-ગીર સોમનાથ), શ્રી ગિરીશ કોટેચા, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર - જૂનાગઢ, શ્રી આકાશ કટારા, ડેપ્યુટી મેયર, શ્રીમતી પલ્લવી ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શ્રી નિકુંજ ધુલા - પ્રભારી (I/C) એસડીએમ (SDM) જૂનાગઢ, શ્રી જયેશ વાજા - આસિસ્ટન્ટ કમિશનર જેએમસી (JMC) (જૂનાગઢ), શ્રી દિવ્યેશ મારુ અને તેની સાથે શ્રી રાજેશ કુમાર ગુપ્તા ડિરેક્ટર (Dir) સ્ટેટ ઓફિસ ગુજરાત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિથી શોભી ઉઠ્યો હતો.

આ પ્રસંગે બોલતા, માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું: “જૂનાગઢમાં આ આધુનિક ASK આપણા સ્થાનિકો માટે ઝડપી, વધુ અનુકૂળ અને પારદર્શક આધાર સેવાઓ સુનિશ્ચિત કરશે. તે ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવામાં અને આપણા રાષ્ટ્રીય વ્યાપને વિસ્તારવામાં વધુ એક સીમાચિહ્ન છે.”
તમામ આધાર સેવા કેન્દ્રો સમાન સેવા ધોરણો, મજબૂત ડેટા સુરક્ષા અને સમયસર ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા માટે યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા તેમના ભાગીદાર મારફતે સીધા જ સંચાલિત કરવામાં આવે છે, જે દરેક રહેવાસીને વિશ્વસનીય ડિજિટલ ઓળખ પૂરી પાડવાના તેના આદેશની પુષ્ટિ કરે છે.

SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2278399)
आगंतुक पटल : 413
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English