સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

એક ઐતિહાસિક સિદ્ધિ: ગુજરાત સર્કલે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી હબ ખાતે વિશિષ્ટ પિન કોડ 370246 સાથે નવી પોસ્ટ ઓફિસ શરૂ કરી

પોસ્ટેડ ઓન: 22 JUN 2026 6:39PM by PIB Ahmedabad

ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પોસ્ટલ સર્કલ, ભારતના પોસ્ટલ અને ડિજિટલ નેટવર્કના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. 24 જૂન, 2026 થી રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક, ખાવડાખાતે નવી પોસ્ટ ઓફિસ સત્તાવાર રીતે કાર્યરત થશે, જેને નવો વિશિષ્ટપિન કોડ 370246ફાળવવામાં આવ્યો છે. આ વિસ્તરણ આ પ્રદેશ માટે એક ઐતિહાસિક પરિવર્તન લાવશે. અગાઉ સમગ્ર ખાવડા વિસ્તાર એક જ પોસ્ટલ કોડ હેઠળ કાર્યરત હતો. 24 જૂન, 2026 થી પિન કોડ 370246 ની શરૂઆત કરીને, ભારતીય ટપાલ વિભાગ દ્વારા કચ્છના મોટા રણમાં આકાર લઈ રહેલા વિશાળ ગ્રીન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક અલગ પોસ્ટલ ઓળખ ઊભી કરી છે.

"ફિજિટલ" (Phygital) સેવાઓ દ્વારા ડિજિટલ વિભાજનને દૂર કરવું ભારતીય ટપાલ વિભાગ માત્ર ભારતના અંતરિયાળ વિસ્તારોને વિશ્વ સાથે જોડતું નથી, પરંતુ ડિજિટલ ક્ષેત્રે રહેલા અંતરને પણ સક્રિયપણે દૂર કરે છે. ભરોસાપાત્ર ફિઝિકલ નેટવર્ક અને આધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમન્વય દ્વારા, આ નવું સ્થાન દેશની પશ્ચિમી સરહદ પર આવશ્યક"ફિજિટલ" સેવાઓલાવશે. આનાથી સુનિશ્ચિત થશે કે અંતરિયાળ પ્રોજેક્ટ સાઇટ્સને પણ મોટા શહેરી કેન્દ્રો જેવી જ તકનીકી સુવિધાઓ મળે.

ઓન-સાઇટ ઉપલબ્ધ વ્યાપક સેવાઓ 24 જૂન, 2026 થી, આરઈ પાર્ક ખાવડા પોસ્ટ ઓફિસ લોજિસ્ટિકલ અને નાણાકીય હબ તરીકે સેવા આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થશે. તેમાં આ વિસ્તારના વિશાળ કર્મચારીઓ અને ઔદ્યોગિક વિકાસકર્તાઓ અનન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ કાઉન્ટર્સ હશે.

સ્પીડ પોસ્ટ (Speed Post): મહત્વપૂર્ણ બિઝનેસ કરારો, ટેન્ડર દસ્તાવેજો અને કોર્પોરેટ કમ્યુનિકેશન્સની વિશ્વભરમાં સમયબદ્ધ, ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

પાર્સલ બુકિંગ અને ડિલિવરી (Parcel Booking and Delivery): એનર્જી ગ્રીડ માટે આવતા ઈ-કોમર્સ કન્સાઈનમેન્ટ્સ, ટૂલ કિટ્સ અને સ્પેરપાર્ટ્સના વિશાળ જથ્થાને સંભાળવા માટે મજબૂત લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરો પાડેશે .

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB): લાંબા ગાળાની આર્થિક સુરક્ષા માટે સુરક્ષિત, ઊંચું વ્યાજ આપતી સરકારી બચત યોજનાઓ, રિકરિંગ ડિપોઝિટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતાની સુવિધા આપેશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB): સાઇટ પર કામ કરતા શ્રમિકોને ઇન્સ્ટન્ટ, પેપરલેસ ડિજિટલ બેન્કિંગ, આધાર-એનેબલ્ડ પેમેન્ટ સર્વિસીસ (AePS) અને બાયોમેટ્રિક કેશ ઉપાડની સુવિધા સીધી પૂરી પાડેશે . વ્યૂહાત્મક મહત્વ અને આર્થિક ઉપયોગિતા

વિશ્વના સૌથી મોટા ગ્રીન હબને સક્ષમ બનાવવું: ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વૈશ્વિક સ્તરે આ પ્રકારનો સૌથી મોટો પાર્ક બનવા જઈ રહ્યો છે, જે 30 ગીગાઉટ (GW) સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કરશે.

ઔદ્યોગિક અને ઇન્સ્ટ્રક્ચરલ બેકબોન: આ નવી પોસ્ટ ઓફિસ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સ્થિત એન્જિનિયરિંગ હબ, પબ્લિક-પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી અને વિશાળ વર્કફોર્સ કોલોનીઓને સીધી સેવા આપશે.

સુગમ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન: સમર્પિત પિન કોડની રચનાથી ભારે મશીનરી, સ્પેરપાર્ટ્સ અને મહત્વપૂર્ણ વહીવટી દસ્તાવેજોના ટ્રેકિંગ અને ડિલિવરીમાં ઝડપ આવશે. ખાવડા આરઈ પાર્કની અંદર ભારતીય ટપાલ વિભાગનો ધ્વજ મજબૂતીથી સ્થાપિત કરીને, ગુજરાત પોસ્ટલ સર્કલ ભારતની સરહદોના ભૌગોલિક અંતરને ઘટાડી રહ્યું છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનને ટેકો આપવા અને ઔદ્યોગિક વિકાસની સાથે મજબૂત, આધુનિક કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે વિભાગની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

 


(રીલીઝ આઈડી: 2276790) મુલાકાતી સંખ્યા : 60
આ રીલીઝ વાંચો: English