પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પહાડપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પરિવારના સભ્યોના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
20 JUN 2026 8:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહાડપુરના શાળા પરિસરમાં સ્વર્ગસ્થ શ્રી શ્યામ ચરણ મુર્મુ, સ્વર્ગસ્થ શ્રી લખન મુર્મુ અને સ્વર્ગસ્થ શ્રી સિપુન મુર્મુના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વ્યક્તિગત આઘાતો (દુઃખદ ઘટનાઓ) વચ્ચે જે હિંમત અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યા છે તે પ્રેરણાદાયી છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે તેમના વ્યક્તિગત અનુભવોએ જનસેવા અને લોકોના જીવનમાં સુધારો કરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ ઊંડી બનાવી છે.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“પહાડપુરના શાળા પરિસરમાં, સ્વર્ગસ્થ શ્રી શ્યામ ચરણ મુર્મુ, સ્વર્ગસ્થ શ્રી લખન મુર્મુ અને સ્વર્ગસ્થ શ્રી સિપુન મુર્મુના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી.
વ્યક્તિગત આઘાતો વચ્ચે રાષ્ટ્રપતિ જીએ જે હિંમત અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યા છે તે પ્રેરણાદાયી છે. તેમના વ્યક્તિગત અનુભવોએ જનસેવા અને લોકોના જીવનમાં સુધારો કરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ ઊંડી બનાવી છે.
@rashtrapatibhvn
(રીલીઝ આઈડી: 2275876)
મુલાકાતી સંખ્યા : 52
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam