યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

સમગ્ર ગુજરાતમાં ફિટનેસ, શિક્ષણ અને ગ્રામીણ સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઉન્નત ભારત અભિયાન(UBA) થીમ આધારિત સન્ડેઝ ઓન સાયકલ

प्रविष्टि तिथि: 12 JUN 2026 3:09PM by PIB Ahmedabad

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) રીજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા 14 જૂન 2026ના રોજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, જયપુર, બિકાનેર અને અન્ય સ્થળો સહિત ગુજરાત તેમજ રાજસ્થાનના બહુવિધ સ્થળોએ 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' ની એક આવૃત્તિનું આયોજન કરવામાં આવશે.

આ આવૃત્તિ ઉન્નત ભારત અભિયાન (UBA)ને સમર્પિત છે, જે શિક્ષણ મંત્રાલયનો એક ફ્લેગશિપ કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામીણ સમુદાયો વચ્ચેના જોડાણને મજબૂત કરવાનો છે. ગામડાઓ અને શાળાઓ સાથે સક્રિય જોડાણ દ્વારા, આ પહલ શૈક્ષણિક જાગૃતિ, સામુદાયિક વિકાસ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપે છે.

વડોદરામાં, સાયકલિંગ ઇવેન્ટનું આયોજન ફોર્ચ્યુન પેલેડિયમ, માંજલપુર ખાતે કરવામાં આવશે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ભાગીદાર સંસ્થાઓના સહયોગથી એસએઆઇના નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs) ખાતે આ કાર્યક્રમ ચલાવવામાં આવશે.

આ કાર્યક્રમ ફિટનેસ, એકતા, શિક્ષણ અને ગ્રામીણ સશક્તિકરણનો સંદેશ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાયકલ સવારો, ફિટનેસ પ્રેમીઓ, યુવા સ્વયંસેવકો અને જીવનના તમામ ક્ષેત્રોના નાગરિકોને એકસાથે લાવશે. મજબૂત અને વધુ સર્વસમાવેશક સમુદાયોના નિર્માણમાં શિક્ષણની ભૂમિકાને સુદ્રઢ બનાવવાની સાથે તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ પર પ્રકાશ પાડવા માટે સહભાગીઓ એકસાથે સાયકલ ચલાવશે.

UBA-થીમ આધારિત આ આવૃત્તિ યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા, શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામીણ ભારત વચ્ચેના બંધનને મજબૂત કરવા અને સ્વસ્થ, શિક્ષિત તેમજ સશક્ત રાષ્ટ્રના સહિયારા વિઝનને પ્રોત્સાહન આપવા માંગે છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને ઉન્નત ભારત અભિયાનના ઉદ્દેશ્યોને એકીકૃત કરીને, આ પહેલનો હેતુ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે.

આ કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાઓ, સામુદાયિક સંસ્થાઓ, સાયકલિંગ જૂથો અને જનતાના સભ્યો તરફથી ઉત્સાહભરી ભાગીદારી જોવા મળે તેવી અપેક્ષા છે, જે ફિટ ઇન્ડિયા અને વિકસિત ભારતના વિઝનને વધુ આગળ ધપાવશે.

નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટનેસ, શિક્ષણ તેમજ સામુદાયિક વિકાસના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2272087) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English