વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગુજરાતની સ્પેસ ટેક પોલિસી (2025-30) ના ભાગરૂપે, GIDC ખોરજમાં અદ્યતન કોમન ટેકનિકલ સુવિધાથી સજ્જ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કની જાહેરાત કરવામાં આવી
ગુજરાત સરકારે GIDC ખોરજમાં સ્પેસટેક સેક્ટર માટે સામાન્ય ટેકનિકલ સુવિધાના વિકાસ માટે ઇન-સ્પેસ (IN-SPACe) ના સહયોગથી કરારની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
11 JUN 2026 4:25PM by PIB Ahmedabad
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સ્પેસ ઇકોનોમીને (અંતરિક્ષ અર્થતંત્રને) વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના વિઝન સાથે સ્પેસ સેક્ટર (અંતરિક્ષ ક્ષેત્ર) માટે માળખાકીય સુધારાઓની શરૂઆત કરી હતી. INSPACe ની સ્થાપના અવકાશ ક્ષેત્ર માટે સક્ષમકર્તા, પ્રમોટર અને નિયામક તરીકે કરવામાં આવી છે.
ડૉ. વિક્રમ સારાભાઈના વારસાથી પ્રેરિત થઈને, ગુજરાત સમર્પિત સ્પેસટેક પોલિસી રજૂ કરનારા પ્રથમ રાજ્યોમાંનું એક હતું, જેમાં ઉદ્યોગોની ભાગીદારી અને ક્ષમતા વિકાસને સક્ષમ બનાવવા પર સ્પષ્ટ ભાર મૂકવામાં આવ્યો હતો અને સ્પેસ સેક્ટર માટે સમર્પિત બજેટરી જોગવાઈ કરવામાં આવી હતી.
આજે INSPACe ઇન્ડસ્ટ્રી કનેક્ટની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન દિવસે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે કેન્દ્રિત માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગ સહયોગ દ્વારા ભારતના સ્પેસ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલની ગરિમામય ઉપસ્થિતિમાં, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના માનનીય મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ GIDC ખોરજ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના ભાગરૂપે સ્પેસ ટેક સેક્ટર માટે કોમન ટેકનિકલ ફેસિલિટીઝ (CTF) ના વિકાસની જાહેરાત કરી હતી. આ સુવિધાને ઇન-સ્પેસ (IN-SPACe) ના ગાઢ સહયોગથી ડિઝાઇન કરવામાં આવી રહી છે જેથી રાષ્ટ્રીય ધોરણો અને સ્થાપિત કંપનીઓ તેમજ ઉભરતા સાહસો બંનેની જરૂરિયાતો સાથે સુસંગતતા સુનિશ્ચિત કરી શકાય.

આ કોમન ટેકનિકલ ફેસિલિટીઝનો હેતુ વહેંચાયેલ, ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માન્યતા માળખા સુધી પહોંચ પ્રદાન કરવાનો છે, જે સામાન્ય રીતે સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે સ્વતંત્ર રીતે મેળવવું મુશ્કેલ હોય છે. એક સામાન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આવી સુવિધાઓ સુધી પહોંચ સક્ષમ કરીને, રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય ઝડપી ઉત્પાદન વિકાસ ચક્રને ટેકો આપવાનો અને સ્પેસ-ગ્રેડ સિસ્ટમ્સમાં વિશ્વસનીયતા સુધારવાનો છે; અને બદલામાં સ્થાનિક સ્પેસ ટેક ઇકોસિસ્ટમને વેગ આપવાનો છે.
જીઆઇડીસી ખોરજમાં વિકસાવવામાં આવી રહેલી કોમન ટેકનિકલ ફેસિલિટીઝમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- સુરક્ષા પ્રણાલીઓ સાથેનું ક્લીનરૂમ (વર્ગ 100,000)
- પર્યાવરણીય અનુકરણ માટે થર્મો-વેક્યૂમ ચેમ્બર
- 12 ટન સુધીના પેલોડ્સ હેન્ડલ કરવામાં સક્ષમ વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ
- EMI/EMC ટેસ્ટિંગ સુવિધાઓ
- ક્લાઇમેટ ટેસ્ટ ચેમ્બર
- માસ પ્રોપર્ટીઝ મેઝરમેન્ટ સિસ્ટમ્સ
- મેગ્નેટિક ફિલ્ડ-ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- અર્થ ઓબ્ઝર્વેશન ઓપ્ટિક્સના કેલિબ્રેશન માટેની સુવિધાઓ

CTF ના વિકાસ માટે, ઇન-સ્પેસ રાજ્ય સરકારને તકનીકી સહાય પૂરી પાડશે તેમજ CTF ના સાધનો માટે રૂ. 100 કરોડ સુધીનું નાણાકીય યોગદાન આપશે. રાજ્ય સરકાર આ સુવિધાઓ અને સ્પેસ પાર્કના નિર્માણ તેમજ સંચાલન માટે વધારાના જરૂરી ભંડોળનું યોગદાન આપશે.
આ પહેલથી પ્રવેશના અવરોધોને ઘટાડીને અને આવશ્યક તકનીકી માળખાકીય સુવિધાઓ સુધી પહોંચ સક્ષમ કરીને સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ અને MSMEની ભાગીદારી નોંધપાત્ર રીતે મજબૂત થવાની અપેક્ષા છે. આ વહેંચાયેલું મોડલ કંપનીઓને તેમના ઘટકો અને સિસ્ટમ્સનું રાજ્યની અંદર જ ટેસ્ટિંગ અને ક્વોલિફાય કરવાની મંજૂરી આપશે.
માનનીય મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યના યુવાનોની ક્ષમતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેમણે ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર ગુજરાતના સ્પેસ ઇકોનોમીને ભ્રમણકક્ષામાં લઈ જવા માટે ઇન-સ્પેસ અને ઉદ્યોગના હિતધારકો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.
રાજ્ય સરકારે જીઆઇડીસી ખોરજમાં સમર્પિત સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિકસાવવા માટે 50 એકર જમીન ફાળવી છે, જે 100 એકર સુધી વિસ્તારી શકાય તેવી છે. આ પ્રસંગે ઉપસ્થિત DSTના સચિવ સુશ્રી પી. ભારતી, IAS અને GSEM ના મિશન ડાયરેક્ટર સુશ્રી નેહા કુમારી, IAS એ પણ માહિતી આપી હતી કે ખોરજમાં સ્પેસ પાર્ક એન્ડ-ટુ-એન્ડ સ્પેસક્રાફ્ટ, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ-આધારિત એપ્લિકેશન્સ ડિઝાઇન પર આધારિત હશે.
ગુજરાત અવકાશ ક્ષેત્રમાં નવીનતા, ઉત્પાદન અને લાંબા ગાળાના વિકાસને ટેકો આપતી સક્ષમ ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2271646)
आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English