ગૃહ મંત્રાલય
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ લો એન્ડ સિક્યુરિટી (આંતરરાષ્ટ્રીય કાયદો અને સુરક્ષા) પર ગ્લોબલ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ શરૂ થયો; વાઇસ ચાન્સેલર પ્રોફેસર પટેલે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂક્યો
प्रविष्टि तिथि:
10 JUN 2026 4:46PM by PIB Ahmedabad
સ્કૂલ ઓફ ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ (SICMSS), રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા 8 જૂન 2026 ના રોજ 'ફંડામેન્ટલ્સ ઓફ ઇન્ટરનેશનલ લો એન્ડ સિક્યુરિટી' (આંતરરાષ્ટ્રીય કાયદો અને સુરક્ષાના પાયાના સિદ્ધાંતો) પર ચોથા ગ્લોબલ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
6CV1.jpg)
ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (ITEC) પ્રોગ્રામ હેઠળ આયોજિત આ બે અઠવાડિયાના કાર્યક્રમમાં વિશ્વભરના 17 દેશોના 30 વરિષ્ઠ અધિકારીઓ એકત્રિત થયા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સહભાગી દેશો વચ્ચે સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવાની સાથે આંતરરાષ્ટ્રીય કાયદા અને સુરક્ષામાં સમકાલીન મુદ્દાઓ અંગે સહભાગીઓની સમજને વધુ ઊંડી બનાવવાનો છે.
RZRF.jpg)
સહભાગીઓનું સ્વાગત કરતા, SICMSS ના ડાયરેક્ટર શ્રી અંકુર શર્માએ અવલોકન કર્યું કે આંતરરાષ્ટ્રીય કાયદો અને સુરક્ષાને અવારનવાર અલગ-અલગ ક્ષેત્રો તરીકે જોવામાં આવે છે, જ્યારે આધુનિક વિશ્વની વાસ્તવિકતાઓ તેમને વધુને વધુ એકસાથે લાવે છે. આતંકવાદ, સાયબર ક્રાઇમ, માનવ તસ્કરી, સંગઠિત અપરાધ અને દરિયાઈ ચાંચિયાગીરી જેવા પડકારોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું કે આમાંના ઘણા ખતરા રાષ્ટ્રીય સરહદોથી પર છે અને રાજ્યો વચ્ચે સંકલિત પ્રતિભાવોની જરૂરિયાત ધરાવે છે. આ સંદર્ભમાં, તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાને એક સમાન માળખા તરીકે ગણાવ્યો જે રાષ્ટ્રોને સમાન સુરક્ષા ચિંતાઓનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા સક્ષમ બનાવે છે.
પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં, RRU ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બિમલ એન. પટેલે આંતરરાષ્ટ્રીય કાનૂની વ્યવસ્થાને મજબૂત કરવા અને વધુ અસરકારક બહુપક્ષીય પ્રણાલીના નિર્માણ માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવના આહવાનને યાદ કર્યું હતું. તેમણે માનવ સુરક્ષા અને આબોહવા ન્યાય (ક્લાઇમેટ જસ્ટિસ) થી લઈને મહાસાગર શાસન (ઓશન ગવર્નન્સ), તકનીકી પરિવર્તન, ગૌરવ અને શાંતિ જેવા મુદ્દાઓને સંબોધવામાં આંતરરાષ્ટ્રીય કાયદાની સતત સુસંગતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વ માટે સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા કેન્દ્રસ્થાને રહેલી છે.
કાર્યક્રમના સંયોજક શ્રી યશ વર્ધને, સ્કૂલ વતી આભારવિધિ કરી હતી અને સહભાગીઓને સંબોધિત કરવા બદલ RRU ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પટેલ, રજિસ્ટ્રાર ડૉ. ધર્મેશ પ્રજાપતિ, SICMSS ના ડાયરેક્ટર શ્રી શર્મા અને ICRB ના વડા શ્રી રવીશ શાહ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ભારત સરકારના વિદેશ મંત્રાલય, પ્રતિષ્ઠિત નિષ્ણાતો, સહભાગીઓ અને કાર્યક્રમના સંચાલન સાથે જોડાયેલા તમામ હિતધારકોનો પણ આભાર માન્યો હતો.
(रिलीज़ आईडी: 2271192)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English