પોસ્ટેડ ઓન:
08 JUN 2026 12:40PM by PIB Ahmedabad
'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાઇકલ'ની આવૃત્તિનું નેતૃત્વ નવી દિલ્હીથી માનનીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત 'યુનિયન સાઇક્લિસ્ટ ઇન્ટરનેશનલ' અને 'સાઇકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા'ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પહેલમાં દેશભરમાંથી ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી, જેણે ફિટનેસને એક જન આંદોલન બનાવવાના અને અખિલ ભારતીય કાર્યક્રમ દ્વારા સાઇકલિંગને એક સ્વસ્થ અને ટકાઉ જીવનશૈલીની પસંદગી તરીકે પ્રોત્સાહિત કરવાના વિઝનને વધુ મજબૂત બનાવ્યું છે.
દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) રીજનલ સેન્ટર ગાંધીનગરે ગુજરાત અને રાજસ્થાનમાં 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાઇકલ'ની પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં ફિટનેસ, સાઇકલિંગ અને સામુદાયિક ભાવનાની જીવંત ઉજવણીમાં 10,000થી વધુ નાગરિકો એકસાથે આવ્યા હતા. આ કાર્યક્રમમાં પરિવારો, વિદ્યાર્થીઓ, યુવાનો, રમતવીરો, કોચ, સાઇકલિંગ પ્રેમીઓ અને સ્થાનિક સમુદાયો તરફથી ઉત્સાહી ભાગીદારી જોવા મળી હતી, જેણે રવિવારની સવારને આરોગ્ય, સક્રિય જીવન અને એકતાના ઉત્સવમાં ફેરવી દીધી હતી.
સૌથી મોટો મેળાવડો બીકાનેરમાં નોંધાયો હતો, જ્યાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં 1,500થી વધુ સહભાગીઓ જોડાયા હતા. જયપુરમાં માનનીય મંત્રી શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ઉપસ્થિતિમાં 1500થી વધુ વ્યક્તિઓની ભાગીદારી જોવા મળી હતી. અમદાવાદ અને વડોદરામાં પણ સંબંધિત મેયરશ્રીઓ, સ્થાનિક મહાનુભાવો અને રમતવીરોની ઉપસ્થિતિમાં પ્રત્યેક સ્થળે 500થી વધુ સહભાગીઓ આકર્ષાયા હતા, જે 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' માટે મજબૂત નાગરિક સમર્થન દર્શાવે છે. ગાંધીનગર, અલવર અને જોધપુરથી પણ મજબૂત સામુદાયિક જોડાણ અહેવાલિત થયું હતું, જ્યાં તમામ ઉંમરના સાઇકલ સવારો સાયકલ ચલાવા, જોડાવા અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે એકસાથે આવ્યા હતા.

બીકાનેરમાં આ પ્રસંગે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ જણાવ્યું હતું કે, “સાઇકલિંગ એ સ્વસ્થ અને સક્રિય રહેવાનો એક સરળ છતાં શક્તિશાળી રસ્તો છે. 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાઇકલ' જેવી પહેલો જીવનના તમામ ક્ષેત્રોના લોકોને ફિટનેસને દૈનિક આદત તરીકે અપનાવવા માટે પ્રેરિત કરે છે અને સાથે-સાથે પર્યાવરણને અનુકૂળ પરિવહનના સાધનને પણ પ્રોત્સાહન આપે છે.”

જયપુરમાં માનનીય મંત્રી શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' એક જન આંદોલન બની ગયું છે, અને સાઇકલિંગ એ ફિટનેસ, શિસ્ત અને સામુદાયિક ભાગીદારીને જોડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. નાગરિકોને, ખાસ કરીને યુવાનોને, સક્રિય જીવનશૈલી અપનાવવા માટે આટલી મોટી સંખ્યામાં એકસાથે આવતા જોવા તે પ્રોત્સાહક છે.”
અમદાવાદ અને વડોદરાના મેયરશ્રીઓએ પણ આ પહેલ પ્રત્યેના જનતાના જબરદસ્ત પ્રતિસાદને બિરદાવ્યો હતો અને નોંધ્યું હતું કે સાઇકલિંગ એ ફિટનેસ વધારવા, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને સામુદાયિક જોડાણને મજબૂત કરવાના એક સરળ છતાં અસરકારક માધ્યમ તરીકે કામ કરે છે. તેઓએ નાગરિકોને, ખાસ કરીને યુવાનો અને પરિવારોને, સક્રિય જીવનશૈલી અપનાવવા અને વધુ ફિટ અને સ્વસ્થ ભારતના વિઝનને ટેકો આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
3O9T.jpeg)
આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ 'ખેલો ઇન્ડિયા સેન્ટર' નેટવર્ક દ્વારા નોંધપાત્ર એકત્રીકરણ હતું. ગુજરાતમાં કાર્યરત તમામ 34 ખેલો ઇન્ડિયા સેન્ટરોએ ભાગ લીધો હતો, જ્યારે રાજસ્થાનમાં અંદાજે 30 ખેલો ઇન્ડિયા સેન્ટરો આ પહેલમાં જોડાયા હતા. KICની આગેવાની હેઠળની પ્રવૃત્તિઓએ અંદાજિત 4,000–5,000 સહભાગીઓ મેળવ્યા હતા, જે સમુદાય સંચાલિત ફિટનેસની વધતી જતી સંસ્કૃતિ અને લોકોને એકસાથે લાવવામાં પાયાના સ્તરની રમતગમતની ઇકોસિસ્ટમની શક્તિ દર્શાવે છે.
મુખ્ય કાર્યક્રમો ઉપરાંત, અનેક જિલ્લાઓમાં ખેલો ઇન્ડિયા સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ, સાઇકલિંગ ક્લબો અને સ્થાનિક હિસ્સેદારો દ્વારા સાઇકલ રેલીઓ, જાગૃતિ કાર્યક્રમો અને સામુદાયિક જોડાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ પહેલે 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો, નાગરિકોને નિયમિત શારીરિક પ્રવૃત્તિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા અને સાઇકલિંગને ફિટ રહેવા માટે તેમજ મજબૂત, સ્વસ્થ સમુદાયોના નિર્માણ માટે એક મનોરંજક, ટકાઉ અને સુલભ માર્ગ તરીકે હાઇલાઇટ કર્યું હતું.

SM/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com