ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ભુજમાં સરહદ સંબંધિત વિષયો પર બેઠકની અધ્યક્ષતા કરી
બોર્ડર ફેન્સિંગ, દરિયાઈ સરહદ સુરક્ષા અને રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિથી ગુજરાતના સુરક્ષા પરિદ્રશ્યમાં મોટો બદલાવ આવ્યો; રાજ્યમાં ઘૂસણખોરી અને બોર્ડર પર તસ્કરી સંપૂર્ણપણે બંધ થઈ
સરહદી જિલ્લાઓમાં જનસાંખ્યિકી પરિવર્તનની ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મોનિટરિંગ અને નિયમિત રિપોર્ટિંગ કરે
સરહદી ક્ષેત્રોમાં ઔદ્યોગિક એકમો આવવાના કારણે થઈ રહેલું રિવર્સ માઈગ્રેશન આવકારદાયક
દરેક સરહદી જિલ્લાના પડકારો અને જરૂરિયાતોના આધારે સ્થાનિક પ્રશાસન SOPs તૈયાર કરે, જેમાં પહેલાથી સ્થાયી થયેલા ઘૂસણખોરો, ડ્રોન અને નાર્કોની ઓળખ સુનિશ્ચિત થાય
પોલીસ સ્ટેશનથી લઈને પટવારી સુધી, બધા એકજૂથ થઈને પહેલાથી સ્થાયી થયેલા ઘૂસણખોરોને પાછા મોકલવાનું કાર્ય કરે
આંતરરાષ્ટ્રીય સરહદના 0 થી 15 કિલોમીટર વિસ્તારમાં દરેક અનધિકૃત અતિક્રમણ ઝીરો ટોલરન્સથી સમાપ્ત થાય, સરહદી વિસ્તારોમાં કટ્ટરતાવાદના કેન્દ્રો પર રાખવામાં આવે બાજ નજર
દરેક જિલ્લામાં બને એક સુરક્ષા સમન્વય જૂથ, જેમાં BSF, તટરક્ષક, ઇનકમ ટેક્સ, ED અને લીડ બેંકના મેનેજરને સામેલ કરવામાં આવે
સરહદી જિલ્લાઓમાં હવાલા ટ્રાન્ઝેક્શન, લેવડદેવડ, મ્યૂલ એકાઉન્ટ, શેલ કંપનીઓ, શંકાસ્પદ વાહનો અને GST કલેક્શન પર કડક દેખરેખ રાખવામાં આવે, આવકવેરા વિભાગ, RBI ની સાથે મળીને સર્વેની મોટી ઝુંબેશ ચલાવે
ઇનકમ ટેક્સ, મની લોન્ડરિંગ અને કસ્ટમ કાયદાઓના અમલીકરણની જવાબદારી DM, SP અને બોર્ડર રેન્જ IG ની હોય
प्रविष्टि तिथि:
30 MAY 2026 1:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ભુજમાં ભારત-પાકિસ્તાન સરહદ (IPB) ને અડીને આવેલા ગુજરાતના સરહદી તેમજ દરિયાકાંઠાના જિલ્લાઓ સાથે જોડાયેલા સુરક્ષા સંબંધિત વિષયો પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. આ અવસરે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ગુજરાતના DGP સહિત રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા કચ્છ, વાવ થરાદ અને પાટણના DM અને SP ઉપસ્થિત હતા. બેઠકમાં વધુ સુદ્રઢ અને વ્યાપક સરહદ પ્રબંધનની દ્રષ્ટિએ ભારત-પાકિસ્તાન સરહદ પર આવા સરહદી વિસ્તારોના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, તથા આમાં રાજ્ય સરકાર, વિશેષ કરીને DM અને SP ની સક્રિય તેમજ પ્રભાવી ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો.

બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે બોર્ડર ફેન્સિંગ, દરિયાઈ સરહદ સુરક્ષા અને રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિથી ગુજરાતના સુરક્ષા પરિદ્રશ્યમાં મોટો બદલાવ આવ્યો છે અને રાજ્યમાં ઘૂસણખોરી તથા બોર્ડર પર તસ્કરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદના 0 થી 15 કિલોમીટર વિસ્તારમાં દરેક અનધિકૃત અતિક્રમણ પ્રત્યે ઝીરો ટોલરન્સ એપ્રોચ રાખીને તેને સમાપ્ત કરવામાં આવે. તેમણે સરહદી વિસ્તારોમાં કટ્ટરતાવાદ ના કેન્દ્રો પર બાજ નજર રાખવાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો.
શ્રી અમિત શાહે કહ્યું કે સરહદી જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટે જનસાંખ્યિકી પરિવર્તનની સખત મોનિટરિંગ તેમજ નિયમિત રિપોર્ટિંગ કરવું જોઈએ. તેમણે કહ્યું કે સરહદી વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો આવવાના કારણે થઈ રહેલું રિવર્સ માઈગ્રેશન આવકારદાયક છે. શ્રી શાહે કહ્યું કે પહેલાથી સ્થાયી થયેલા ઘૂસણખોરોને પાછા મોકલવાના કાર્યમાં પોલીસ સ્ટેશનથી લઈને પટવારી સુધી, બધા એકજૂથ થઈને આગળ આવે. તેમણે કહ્યું કે દરેક સરહદી જિલ્લાના પડકારો અને જરૂરિયાતોના આધારે સ્થાનિક પ્રશાસન SOPs તૈયાર કરે, જેમાં પહેલાથી સ્થાયી થયેલા ઘૂસણખોરો, ડ્રોન અને નાર્કોની ઓળખ કરવાનું સુનિશ્ચિત હોય.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે દરેક જિલ્લામાં સુરક્ષા સમન્વય જૂથ બનાવવામાં આવે, જેમાં BSF, તટરક્ષક બળ (કોસ્ટ ગાર્ડ), આવકવેરા વિભાગ, ED અને લીડ બેંકના મેનેજરને સામેલ કરવામાં આવે. શ્રી શાહે કહ્યું કે ઇનકમ ટેક્સ, મની લોન્ડરિંગ અને કસ્ટમ કાયદાઓના અમલીકરણની જવાબદારી DM, SP અને IG, બોર્ડર રેન્જની હોવી જોઈએ.
શ્રી અમિત શાહે સરહદી જિલ્લાઓમાં હવાલા ટ્રાન્ઝેક્શન, લેવડદેવડ, મ્યૂલ એકાઉન્ટ, શેલ કંપનીઓ, શંકાસ્પદ વાહનો અને GST કલેક્શન પર કડક દેખરેખ રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આર્થિક ગુનાઓ સામે લડતી એજન્સીઓને સરહદી વિસ્તારો વિશે કડકાઈથી સૂચિત કરવામાં આવે અને આવકવેરા વિભાગ, RBI ની સાથે મળીને સર્વેની મોટી ઝુંબેશ ચલાવે.
TEE7.jpeg)
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ રેખા (IMBL)થી નજીકતાને ધ્યાનમાં રાખતા દરિયાકાંઠાની સુરક્ષા અને ભારતીય તટરક્ષક બળ સાથે પ્રભાવી સમન્વય પર ભાર મૂકવાની આવશ્યકતા છે. તેમણે કહ્યું કે વાઇબ્રન્ટ વિલેજીસની સાથે-સાથે ભારત સરકાર અને રાજ્ય સરકારની દરેક યોજનાનું સરહદી ગામોમાં 100% સેચ્યુરેશન (પરિપૂર્ણતા) સુનિશ્ચિત થાય.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2266945)
आगंतुक पटल : 156