માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

NHAI દ્વારા મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરાયું

પોસ્ટેડ ઓન: 28 MAY 2026 7:28PM by PIB Ahmedabad

NHAI મુંબઈ-અમદાવાદ હાઈવે પર સર્જાયેલા કમનસીબ અકસ્માત અંગે ઊંડું દુઃખ વ્યક્ત કરે છે અને જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના પ્રગટ કરે છે. NHAI ઇજાગ્રસ્ત વ્યક્તિઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરે છે. આ ઘટના અંગેના સમાચાર અહેવાલોની નોંધ લેતા, NHAI એ સ્પષ્ટતા કરવા માંગે છે કે સંબંધિત રાષ્ટ્રીય રાજમાર્ગના હિસ્સા પર વ્હાઇટ-ટોપિંગ (white-topping) નું કામ પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને માર્ગ સુરક્ષાના તમામ જરૂરી પગલાં અમલમાં છે. આ અકસ્માત મુખ્યત્વે સંકળાયેલા વાહનો દ્વારા ખોટી બાજુએ ડ્રાઇવિંગ (wrong-side driving) કરવા અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે થયો હતો. અહેવાલો અનુસાર, એક ટેમ્પો ટ્રાવેલરરાષ્ટ્રીય રાજમાર્ગ પર રોન્ગ સાઇડ મુસાફરી કરી રહ્યું હતું, જ્યારે એક ટ્રેલર ટ્રક ગુજરાત તરફથી મુંબઈ તરફ નિર્ધારિત કેરેજવે પર જઈ રહ્યું હતું. આ ઘટના દરમિયાન, ટ્રેલર ટ્રકમાંથી અલગ થઈ ગયું હતું અને ટેમ્પો ટ્રાવેલરતેમજ એક મોટરસાયકલ સાથે અથડાયું હતું, જે મોટરસાયકલ પણ ખોટી બાજુએ મુસાફરી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને કારણે વાહનોને ભારે નુકસાન થયું હતું અને પરિણામે અનેક લોકોના મોત થયા હતા. ઘટના બન્યા બાદ તરત જ, એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ અને ક્રેન સેવાઓ ધરાવતી NHAI ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી સહાય પૂરી પાડી હતી. પેટ્રોલિંગ ટીમે કાસા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને NHAI એમ્બ્યુલન્સ સેવા દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રાફિકની અવરજવર વ્યવસ્થિત રાખવા માટે ત્યારબાદ આ સ્થળને તાત્કાલિક સાફ કરવામાં આવ્યું હતું. આ હિસ્સા પર સુરક્ષામાં વધુ સુધારો કરવા માટે, NHAI એ અકસ્માતની સંભાવના ધરાવતા ઓળખી કઢાયેલા 17 સ્થળો પર સુધારાત્મક પગલાં પહેલેથી જ શરૂ કરી દીધા છે. આ પગલાંઓમાં યોગ્ય સ્થળોએ અંડરપાસ અને સર્વિસ રોડના નિર્માણની સાથે ક્રેશ બેરિયર, રોડ માર્કિંગ, રિફ્લેક્ટર, રમ્બલ સ્ટ્રિપ્સ, સ્ટ્રીટ લાઇટિંગ અને અન્ય આવશ્યક રોડ સેફ્ટી ફીચર્સની સ્થાપનાનો સમાવેશ થાય છે. એવું પણ રજૂ કરવામાં આવે છે કે આ હિસ્સા પર થતાં અકસ્માતો ઘણીવાર ઓવર-સ્પીડિંગ, બેદરકારીભર્યું ડ્રાઇવિંગ, ડ્રાઇવરનો થાક, અયોગ્ય લેન શિસ્ત, ઓવરલોડિંગ, અચાનક વાહનની હિલચાલ, ખોટી બાજુએ ડ્રાઇવિંગ અને રાષ્ટ્રીય રાજમાર્ગના વપરાશકર્તાઓ દ્વારા ટ્રાફિક નિયમોના અન્ય ઉલ્લંઘનો જેવા પરિબળોને આભારી છે. વધુમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે સર્વિસ રોડ સામાન્ય રીતે બિલ્ટ-અપ (વિકસિત) અને વસવાટવાળા વિસ્તારોમાં પૂરા પાડવામાં આવે છે. ચોક્કસ મીડિયા અહેવાલોમાં જે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ગ્રામીણ વિસ્તારો હેઠળ આવે છે જ્યાં ટ્રાફિકની જરૂરિયાતો અને તકનીકી વ્યવહારિકતાના આધારે સર્વિસ રોડ વિકસાવવામાં આવે છે. તેમ છતાં, NHAI સક્ષમ સત્તાધિકારી (Competent Authority) ના વિચારણા માટે વ્યવહારુ સ્થળોએ વધારાના સર્વિસ રોડ માટેની દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે. NHAI માર્ગના તમામ વપરાશકર્તાઓને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ખોટી બાજુએ ડ્રાઇવિંગ કરવાનું ટાળવા, નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરવા અને રાષ્ટ્રીય રાજમાર્ગના તમામ વપરાશકર્તાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદારીપૂર્વક વાહન ચલાવવા વિનંતી કરે છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2266405) મુલાકાતી સંખ્યા : 24
આ રીલીઝ વાંચો: English , Marathi