માનવ સંસાધન વિકાસ મંત્રાલય
આઈઆઈએમએ (IIMA)ના મદન મોહનકા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઓફ લર્નિંગ દ્વારા 73 ડોક્ટરલ વિદ્યાર્થીઓ માટે પ્રથમ કેસ પેડાગોજી પ્રોગ્રામ સ્પોન્સર કરાયો
આ બે દિવસીય ઓપન એનરોલમેન્ટ પ્રોગ્રામ ડોક્ટરલ (પીએચ.ડી.) વિદ્યાર્થીઓમાં કેસ પેડાગોજી (કેસ પદ્ધતિ આધારિત શિક્ષણશાસ્ત્ર) કેળવવા અને તેમને તેમની શૈક્ષણિક સફરમાં શ્રેષ્ઠતા મેળવવા માટે શિક્ષણની એક નવીન તેમજ ગહન પદ્ધતિ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે
આ પ્રથમ બેચના તમામ 73 પસંદ કરાયેલા ડોક્ટરલ વિદ્યાર્થીઓ માટે પ્રોગ્રામ ફી આઈઆઈએમએ (IIMA) અને એમએમસીઓઈસીએમએલ (MMCoECML) દ્વારા સ્પોન્સર (ભોગવવામાં) કરવામાં આવી હતી
પોસ્ટેડ ઓન:
27 MAY 2026 7:16PM by PIB Ahmedabad
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ખાતે આવેલા 'મદન મોહનકા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઓફ લર્નિંગ' (MMCoECML) દ્વારા 24-25 મે, 2026 દરમિયાન આઈઆઈએમએ કેમ્પસ ખાતે કેસ પેડાગોજી પર બે દિવસીય રેસિડેન્શિયલ ઓપન એનરોલમેન્ટ પ્રોગ્રામ (OEP) નું આયોજન કરવામાં આવ્યું હતું.

કેસ પેડાગોજીમાં ભારતના ભાવિ શિક્ષકોને ઘડવા અને મજબૂત કરવા માટેની એક અગ્રણી પહેલ તરીકે, અન ઇન્ટ્રોડક્શન ટુ કેસ પેડાગોજી ફોર ડોક્ટરલ સ્ટુડન્ટ્સ' શીર્ષક ધરાવતો આ પ્રોગ્રામ, આ પ્રથમ બેચનો હિસ્સો બનેલા તમામ 73 ડોક્ટરલ વિદ્યાર્થીઓ માટે આઈઆઈએમએ અને એમએમસીઓઈસીએમએલ દ્વારા સંપૂર્ણપણે સ્પોન્સર કરવામાં આવ્યો હતો. આ આયોજન આઈઆઈએમએ ના પીજીપી 1967 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન શ્રી મદન મોહનકાની ઉદારતા દ્વારા શક્ય બન્યું છે, જેમણે મેનેજમેન્ટ શિક્ષણ અને ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને આઈઆઈએમએ ખાતે મદન મોહનકા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઓફ લર્નિંગની સ્થાપના કરી છે.
એમએમસીઓઈસીએમએલ (MMCoECML) નો ઉદ્દેશ્ય દેશમાં વધુને વધુ ફેકલ્ટી સભ્યોને કેસ મેથડ ઇન્સ્ટ્રક્ટર તરીકે ઉત્કૃષ્ટ બનવા માટે તાલીમ આપવાનો અને ફંડિંગ (નાણાકીય સહાય), સંશોધન સહાય, સમીક્ષા અને સંપાદન (એડિટિંગ) દ્વારા કેસના વિકાસને ટેકો આપવાનો છે. આ જ દિશામાં, આ સ્પોન્સર્ડ પ્રોગ્રામનો હેતુ મેનેજમેન્ટ અને સંબંધિત વિષયોના વધુને વધુ ડોક્ટરલ વિદ્યાર્થીઓને આઈઆઈએમએની આ અનન્ય કેસ-આધારિત શિક્ષણ પદ્ધતિમાંથી શીખવા અને લાભ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આ વર્કશોપનું સંચાલન એમએમસીઓઈસીએમએલ ના ચેરપર્સન પ્રોફેસર સરલ મુખર્જી અને આઈઆઈએમએ ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર સુભાદીપ રોય દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેઓએ સહભાગીઓને જીવંત કેસ પ્રદર્શન (લાઇવ કેસ ડેમોન્સ્ટ્રેશન), કેસ રાઇટિંગ (કેસ લેખન), કેસ-આધારિત વર્ગખંડ ચર્ચા, તેમજ કેસ લેખનમાં માળખું, સંશોધન અને પ્રકાશન (પબ્લિશિંગ) દ્વારા સહભાગી-કેન્દ્રી કેસ પેડાગોજીથી પરિચિત કર્યા હતા.

કેસ પેડાગોજીના વાસ્તવિક દુનિયાના ઉપયોગો વિશે વાત કરતા, આઈઆઈએમએ ના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે, “આજે ભારતમાં, આપણી શિક્ષણ વ્યવસ્થામાં 43 મિલિયન વિદ્યાર્થીઓ છે. જોકે, રોજગાર યોગ્ય અને ઉદ્યોગ માટે તૈયાર (ઇન્ડસ્ટ્રી-રેડી) સ્નાતકો તૈયાર કરવા એ એક પડકાર છે જેઓ તેમના કાર્યસ્થળ પર વ્યવહારિક જ્ઞાનનો તાત્કાલિક ઉપયોગ કરી શકે. મેનેજમેન્ટમાં, કોઈ એક ચોક્કસ પરિસ્થિતિ માટે કામ કરી ગયેલો ઉકેલ અન્ય પરિસ્થિતિ માટે કામ ન પણ કરે. આ તે જગ્યા છે જ્યાં કેસ મેથડોલોજી (કેસ પદ્ધતિ) કામ આવે છે, કારણ કે તે વિદ્યાર્થીઓને માત્ર સિદ્ધાંતો અને માળખાં જ નથી શીખવતી, પરંતુ તેમને વ્યૂહાત્મક બોર્ડરૂમ ચર્ચાઓથી લઈને ઓપરેશન સ્તરે સમસ્યાની ઓળખ કરવા સુધીની વ્યવહારિક પરિસ્થિતિઓમાંથી પસાર કરે છે. આનાથી માત્ર વ્યક્તિની ક્રિટિકલ થિંકિંગ જ નથી વધતી, પરંતુ તેમને કાર્યસ્થળ માટે તૈયાર થવામાં પણ મદદ મળે છે, જ્યાં દરરોજ નવા અને ગતિશીલ પડકારો આવશે અને ઉકેલોની માંગ કરશે.”
તેમણે આ પ્રોગ્રામને સ્પોન્સર કરવા અને ડોક્ટરલ વિદ્યાર્થીઓની નવી પેઢી તેમજ ભાવિ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે શ્રી મોહનકાની ઉદારતા બદલ તેમનો આભાર પણ માન્યો હતો, જેઓ આગળ જઈને ભારતીય શિક્ષણ પ્રણાલીના ઘડવૈયા બનશે.

શ્રી મોહનકાએ ડોક્ટરલ વિદ્યાર્થીઓને તેમની પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આધુનિક વિશ્વમાં આ વર્કશોપની પ્રાસંગિકતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “આ વિઝનનો પાયાનો પથ્થર સરળ પણ અત્યંત મહત્વાકાંક્ષી હતો: શિક્ષકોને ભણાવવું, તેમની કુશળતા મજબૂત કરવી અને કેસ પેડાગોજીનો વિકાસ કરવો. અહીં ઉપસ્થિત આપ સૌ દેશમાં બૌદ્ધિક ચળવળના ઘડવૈયા છો, અને તમારું પ્રાથમિક મિશન આગામી પેઢીને શું વિચારવું તે નહીં, પરંતુ કેવી રીતે વિચારવું તે શીખવવાનું રહેશે. મેનેજમેન્ટ એ કોઈ વિજ્ઞાન નથી, બલ્કે તે એક ગૂંચવણભરી માનવ પ્રથા છે. વાસ્તવિક દુનિયાના પ્રવર્તમાન તણાવો, કોર્પોરેટ મૂંઝવણોને પકડીને તેને વ્યવસ્થિત સ્વરૂપમાં અનુવાદિત કરવા માટે એક કુશળ કેસ રાઇટરની જરૂર પડે છે. અહીં, તમે મૌલિક, ઉચ્ચ-ગુણવત્તાવાળા કેસ લખશો જે સંદર્ભ સાથે જોડાયેલા હશે અને તમારા વિદ્યાર્થીઓ માટે વાસ્તવિક દુનિયાની મૂંઝવણોને જીવંત કરશે.”
આઈઆઈએમએ માટે કેસ પેડાગોજીની વિશિષ્ટતા વિશે વાત કરતા પ્રોફેસર સરલ મુખર્જીએ જણાવ્યું હતું કે, “આઈઆઈએમએ માં કેસ મેથડ ઓફ લર્નિંગને દાયકાઓના શુદ્ધિકરણ દ્વારા પોષવામાં આવી છે. તેના મૂળમાં, આ શિક્ષણ પદ્ધતિ વ્યવહાર-લક્ષી, સહભાગી-કેન્દ્રી અને એક પેઢી તરફથી આગામી પેઢીને મળેલી ભેટ છે. કેસ પેડાગોજીને વધુ મજબૂત કરવા માટે ઓગસ્ટ 2025 માં 'મદન મોહનકા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઓફ લર્નિંગ' ની સ્થાપના કરવામાં આવી હતી. તેથી અમે ડોક્ટરલ વિદ્યાર્થીઓ માટે ઓપન-એનરોલમેન્ટ પ્રોગ્રામની આ પ્રારંભિક આવૃત્તિનું આયોજન કરવા માટે ઉત્સાહિત છીએ. આ બે દિવસીય પ્રોગ્રામ વિવિધ આઈઆઈએમ (IIMs), આઈઆઈટી (IITs), સેન્ટ્રલ અને સ્ટેટ યુનિવર્સિટીઓના 73 ડોક્ટરલ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઓફર કરવામાં આવ્યો હતો.”
સમગ્રપણે, આ પ્રોગ્રામ દ્વારા વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં સિદ્ધાંતો અને માળખાઓના વ્યવહારિક ઉપયોગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે મેનેજમેન્ટ અને સંબંધિત વિષયોના વિદ્યાર્થીઓ માટે શીખવાના અનુભવને બદલી નાખશે.
આઈઆઈએમ અમદાવાદ (IIM Ahmedabad) વિશે: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થા છે જે મેનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. તેના અસ્તિત્વના છ દાયકાથી વધુ સમયમાં, આ સંસ્થાને તેના વિશિષ્ટ શિક્ષણ, ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધન, ભાવિ નેતાઓના ઘડતર, ઉદ્યોગ, સરકાર, સામાજિક સાહસોને સમર્થન આપવા અને સમાજ પર પ્રગતિશીલ પ્રભાવ ઊભો કરવા દ્વારા જ્ઞાન, પ્રથા અને નીતિમાં તેના અનુકરણીય યોગદાન માટે સ્વીકારવામાં આવી છે.
આઈઆઈએમએ ની સ્થાપના 1961 માં સરકાર, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ જગત દ્વારા એક નવીન પહેલ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી, તે તેના વૈશ્વિક પદચિહ્નને મજબૂત કરી રહી છે, અને આજે તે 80 થી વધુ ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નેટવર્ક અને દુબઈમાં એક કેમ્પસ ધરાવે છે. તેના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો અને 47,000 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેઓ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી હોદ્દાઓ પર બિરાજમાન છે, તેઓ પણ તેની વૈશ્વિક ઓળખમાં ફાળો આપે છે. વર્ષોથી, આઈઆઈએમએ ના શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ, બજાર-સંચાલિત અને સામાજિક રીતે પ્રભાવશાળી પ્રોગ્રામ્સે વૈશ્વિક સ્તરે ઉચ્ચ પ્રતિષ્ઠા અને પ્રશંસા મેળવી છે. તે EQUIS તરફથી આંતરરાષ્ટ્રીય માન્યતા (એક્રેડિટેશન) મેળવનારી પ્રથમ ભારતીય સંસ્થા બની હતી. ભારત સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF), ઇન્ડિયા રેન્કિંગ્સ 2025 માં પણ આ સંસ્થા પ્રથમ સ્થાને છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) એક્ઝિક્યુટિવ એજ્યુકેશન રેન્કિંગ્સ (ઓપન) 2025 માં સંસ્થા વૈશ્વિક સ્તરે 35મા ક્રમે છે. તેનો પ્રખ્યાત ફ્લેગશિપ બે-વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (PGP) એફટી માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ રેન્કિંગ 2025 માં 34મા ક્રમે છે, અને ફુલ-ટાઇમ વન-ઇયર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (MBA-PGPX) ફાઇનાન્શિયલ ટાઇમ્સ ગ્લોબલ એમબીએ રેન્કિંગ્સ 2026 માં 27મા ક્રમે રહ્યું છે.
આઈઆઈએમએ બિઝનેસ લીડર્સ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ વ્યાવસાયિકો, શિક્ષણવિદો, સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોના જવાનો, કૃષિ-વ્યવસાય અને અન્ય વિશિષ્ટ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ સાહસિકો સહિતના વિવિધ શ્રોતાઓ માટે કસ્ટમાઇઝ્ડ, બ્લેન્ડેડ અને ઓપન એનરોલમેન્ટ ફોર્મેટમાં કન્સલ્ટન્સી સેવાઓ અને 200 થી વધુ ક્યુરેટેડ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ ઓફર કરે છે.
(રીલીઝ આઈડી: 2266022)
મુલાકાતી સંખ્યા : 25