પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પીએસયુ (PSU) ઓઇલ કંપનીઓની ગ્રાહકોને સુચારુ અને અવિરત સેવાઓની ખાતરી

પોસ્ટેડ ઓન: 25 MAY 2026 8:52PM by PIB Ahmedabad

સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (OMCs) — ઇન્ડિયન ઓઇલ (IndianOil), બીપીસીએલ (BPCL) અને એચપીસીએલ (HPCL) — રાજ્ય અને દેશના કેટલાક પ્રદેશોમાં ઇંધણની માંગમાં થયેલા વધારા વચ્ચે પેટ્રોલ (MS), ડીઝલ (HSD) અને એલપીજી (LPG) ની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં કામગીરી અને લોજિસ્ટિક્સ સંકલન ચાલુ રાખી રહી છે.

તાજેતરના દિવસોમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણમાં નોંધપાત્ર વધારો જોયો છે, જે નીચે આપેલા કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે.

1લી થી 24મી મે સુધીમાં ગત વર્ષની સરખામણીએ રીટેલ વેચાણમાં ટકાવારી વૃદ્ધિ (Sales % Growth):

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

પેટ્રોલ (MS) રીટેલ

ડીઝલ (HSD) રીટેલ

ગુજરાત

25%

37%

દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ (UT)

17%

16%

પેટ્રોલ વેચાણના આંકડા (OMC-MS):

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

ચાલુ વર્ષ - CY (KL)

ગત વર્ષ - LY (KL)

વધારો - Gain (KL)

વૃદ્ધિ ટકાવારી - Growth%

ગુજરાત

2,39,729.97

1,91,824.36

47,905.61

25%

દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ (UT)

4,718.00

4,025.00

693.00

17%

કુલ (TOTAL)

2,44,447.97

1,95,849.36

48,598.61

25%

ડીઝલ વેચાણના આંકડા (OMC-HSD):

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ

ચાલુ વર્ષ - CY (KL)

ગત વર્ષ - LY (KL)

વધારો - Gain (KL)

વૃદ્ધિ ટકાવારી - Growth%

ગુજરાત

5,27,679.21

3,86,313.43

1,41,365.78

37%

દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ (UT)

12,805.00

10,997.00

1,808.00

16%

કુલ (TOTAL)

5,40,484.21

3,97,310.43

1,43,173.78

36%

(નોંધ: KL = કિલોલીટર)

ઇંધણની આ વધેલી માંગ કૃષિ ક્ષેત્રોમાં મોસમી પરિબળોને કારણે અને આ વિસ્તારમાં પીએસયુ (PSU) સિવાયના અન્ય સપ્લાયર્સ વચ્ચેના ભાવ તફાવતને કારણે જાહેર ક્ષેત્રના રીટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપો) પર સંસ્થાકીય/કોમર્શિયલ ગ્રાહકોના સ્થળાંતરને કારણે સર્જાયેલી વધારાની માંગને લીધે છે.

ઓઇલ ઇન્ડસ્ટ્રી ગ્રાહકોને ફરીથી આશ્વાસન આપવા માંગે છે કે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો સુચારુ તેમજ અવિરત જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

નાગરિકોને સામાન્ય ખરીદી  ચાલુ રાખવા અને બિનજરૂરી ગભરાટમાં આવીને ખરીદી (પેનિક બાયિંગ) ન કરવા સલાહ આપવામાં આવે છે. ગ્રાહકોને ઇંધણની ઉપલબ્ધતા સંબંધિત સચોટ માહિતી માટે માત્ર અધિકૃત એજન્સીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા સત્તાવાર સંદેશાવ્યવહાર પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવે છે.


(રીલીઝ આઈડી: 2265172) મુલાકાતી સંખ્યા : 31
આ રીલીઝ વાંચો: English