પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પીએસયુ (PSU) ઓએમસી (OMCs) દ્વારા અવિરત બળતણ (ઈંધણ) પુરવઠાની ખાતરી


માગમાં સતત થઈ રહેલા નોંધપાત્ર વધારા વચ્ચે પણ પુરવઠો યથાવત રહેશે

પોસ્ટેડ ઓન: 23 MAY 2026 6:58PM by PIB Ahmedabad

સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાતે જણાવ્યું છે કે, ચોવીસે કલાક રાષ્ટ્ર અને સામાન્ય જનતાની સેવા કરવાના સૂત્ર સાથે, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) — ઇન્ડિયનઓઇલ (IndianOil), બીપીસીએલ (BPCL) અને એચપીસીએલ (HPCL) —રાજ્ય અને દેશના કેટલાક પ્રદેશોમાં બળતણની (ઈંધણની) માગમાં થયેલા તીવ્ર વધારા વચ્ચે પેટ્રોલ (MS), ડીઝલ (HSD) અને એલપીજી (LPG) ની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં કામગીરી અને લોજિસ્ટિક્સ સંકલન જાળવી રહી છે.

તાજેતરના સમયગાળામાં, ઓએમસીએ (OMCs) વિવિધ રાજ્યોમાં મોસમી કૃષિ પ્રવૃત્તિઓ અને લણણીની કામગીરીને કારણે પેટ્રોલિયમ પેદાશોના ઉપાડમાં નોંધપાત્ર વધારો જોયો છે. અન્ય સપ્લાયર્સની તુલનામાં ઓછી કિંમતોને કારણે જાહેર ક્ષેત્રના રિટેલ આઉટલેટ્સ તરફ રિટેલ ગ્રાહકોના સ્થળાંતર તેમજ સંસ્થાકીય અને વ્યાપારી ગ્રાહકોના રિટેલ ઇંધણ આઉટલેટ્સ તરફના સ્પષ્ટ ઝુકાવને કારણે માગનું વધારાનું દબાણ પણ ઊભું થયું છે.

જાહેર ક્ષેત્રની ઓએમસી (OMCs) તેમના ટર્મિનલ્સ, ડેપો, પાઇપલાઇન્સ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ અને રિટેલ આઉટલેટ્સના વ્યાપક દેશવ્યાપી નેટવર્ક દ્વારા બજારોમાં અવિરત પુરવઠો અને સમયસર પુનઃપૂર્તિ જાળવી રાખે છે. “અમે હંમેશાં છીએ” (We are always There) ની ભાવનાને સાર્થક કરતા, બળતણની સીમલેસ (અડચણ રહિત) હેરફેર સુનિશ્ચિત કરવા માટે સપ્લાય ટીમો, પરિવહન નેટવર્ક, ટર્મિનલ કામગીરી અને પસંદગીના રિટેલ આઉટલેટ્સ 24x7 (ચોવીસે કલાક) કાર્યરત છે.

તેલ ઉદ્યોગ (ઓઇલ ઇન્ડસ્ટ્રી) ગ્રાહકોને પુનઃ ખાતરી આપવા માંગે છે કે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રાજ્ય પ્રશાસન સાથે ગાઢ સંકલન જાળવીને સુચારુ અને અવિરત પુરવઠો જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

જાહેર ક્ષેત્રની ઓએમસી (OMCs) સતત સ્ટોકની સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને વધેલી માગના પરિદ્રશ્યને કાર્યક્ષમ રીતે પહોંચી વળવા માટે લોજિસ્ટિક્સ અને વિતરણ આયોજન પર નજીકથી સંકલન કરી રહી છે.

નાગરિકોને તેમની સામાન્ય ખરીદી ચાલુ રાખવા અને બિનજરૂરી ગભરાટમાં આવીને ખરીદી (પેનિક બાઇંગ) કરવાનું ટાળવા સલાહ આપવામાં આવે છે. ગ્રાહકોને ઇંધણની ઉપલબ્ધતા સંબંધિત સચોટ માહિતી માટે માત્ર અધિકૃત એજન્સીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા સત્તાવાર સંદેશાવ્યવહાર પર વિશ્વાસ કરવા વિનંતી કરવામાં આવે છે.

 


(રીલીઝ આઈડી: 2264590) મુલાકાતી સંખ્યા : 39
આ રીલીઝ વાંચો: English