પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ડચ CEOs સાથે મુલાકાત કરી    

પોસ્ટેડ ઓન: 16 MAY 2026 10:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ જેટેનની સાથે આજે ઊર્જા, બંદરો, આરોગ્ય, કૃષિ વેપાર અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોની અગ્રણી ડચ કંપનીઓના અગ્રણી CEOs સાથે ચર્ચા કરી હતી. વ્યાપારી નેતાઓએ ત્રણ ક્લસ્ટર પર પ્રેઝન્ટેશન આપ્યા હતા: સેમિકન્ડક્ટર્સ, ટેકનોલોજી અને ઇનોવેશન; ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને મેરિટાઇમ; અને સસ્ટેનેબિલિટી, એનર્જી અને એગ્રીકલ્ચર; જેમાં તેઓએ ભારત માટેની તેમની વ્યૂહરચનાઓની રૂપરેખા આપી હતી.

બેઠક પૂર્વે, બંને નેતાઓની ઉપસ્થિતિમાં ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેઓએ ગુજરાતના  ધોલેરામાં ભારતના પ્રથમ ફ્રન્ટ-એન્ડ સેમિકન્ડક્ટર FAB માટે એકસાથે ભાગીદારી કરવાના ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASMLના નિર્ણયને આવકાર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ ભારત અને નેધરલેન્ડ વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધોના વધુ ગાઢ બનાવવા માટે આવકાર્યું હતું, અને ભારતની આર્થિક ગતિશીલતામાં ડચ કંપનીઓના વધતા રસની પ્રશંસા કરી હતી. તાજેતરના સુધારાઓ અને પહેલો પર પ્રકાશ પાડતા, તેમણે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં સુધારો કરવા અને એક સ્થિર, કાર્યક્ષમ અને અનુમાનિત નીતિ વિષયક વાતાવરણ સ્થાપિત કરવાના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ડચ કંપનીઓને ભારતમાં, ખાસ કરીને મેરિટાઇમ, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હેલ્થકેર ક્ષેત્રોમાં તકો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

બંને પ્રધાનમંત્રીઓએ ભારત-EU FTAના વહેલા અમલીકરણ માટે આહ્વાન કર્યું હતું. FTA એ ભારત અને યુરોપિયન યુનિયનને ખુલ્લા બજારો, સર્વસમાવેશક વિકાસ અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈન માટે પ્રતિબદ્ધ, વિશ્વાસુ અને ભરોસાપાત્ર ભાગીદારો તરીકે મજબૂત બનાવે છે.

ઉદ્યોગ જગતના નેતાઓએ ભારત સરકારના સુધારાના એજન્ડાની પ્રશંસા કરી હતી અને ભારત માટેની તેમની ભાવિ યોજનાઓ શેર કરી હતી. તેઓએ ભારતમાં તેમની હાજરી વધારવા માટેની તકો શોધવામાં રસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં નીચે મુજબના CEOs એ હાજરી આપી હતી:

1. APM ટર્મિનલ્સ

શ્રી કીથ સ્વેન્ડસેન – CEO

સેક્ટર: પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

2. ASML

શ્રી ક્રિસ્ટોફ ફુક્વેટ – પ્રેસિડેન્ટ અને CEO

સેક્ટર: સેમિકન્ડક્ટર્સ

 

3. ડેમન શિપયાર્ડ્સ ગ્રુપ

શ્રી આર્નોટ ડેમન – CEO

સેક્ટર: શિપબિલ્ડિંગ

 

4. હેઈનકેન

શ્રી ડોલ્ફ વાન ડેન બ્રિંક – એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન અને CEO

સેક્ટર: બ્રુઇંગ

 

5. KLM રોયલ ડચ એરલાઇન્સ

શ્રીમતી માર્જન રિન્ટેલ – પ્રેસિડેન્ટ અને CEO

સેક્ટર: એવિએશન

 

6. NXP સેમિકન્ડક્ટર્સ

શ્રી મૌરિસ ગેરેટ્સ – CEO NXP સેમિકન્ડક્ટર્સ નેધરલેન્ડ્સ

સેક્ટર: સેમિકન્ડક્ટર્સ

 

7. ફિલિપ્સ

શ્રી રોય જેકબ્સ – CEO

સેક્ટર: હેલ્થકેર

 

8. રોટરડેમ પોર્ટ

શ્રી બૌડેવિજન સિમેન્સ – CEO

સેક્ટર: લોજિસ્ટિક્સ/પોર્ટ મેનેજમેન્ટ

 

9. પાવર2X

શ્રી ઓકો રોલોફસેન – CEO

સેક્ટર: ક્લીન ઊર્જા અને ઊર્જા સંક્રમણ

 

10. પ્રોસસ

શ્રી ફેબ્રિસિયો બ્લોઈસી – સીઈઓ

સેક્ટર: કન્ઝ્યુમર ઈન્ટરનેટ અને ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટ સેક્ટર

 

11. રેન્ડસ્ટેડ

શ્રી સેન્ડર વેન નૂર્ડેન્ડે – સીઈઓ

ક્ષેત્ર: માનવ સંસાધન (HR) સેવાઓ

 

12. Rijk Zwan Zadtelt en Zadhandel

શ્રી માર્ટિન એગિંક – મેનેજિંગ ડિરેક્ટર

ક્ષેત્ર: કૃષિ વ્યવસાય

 

13. રોયલ HZPC ગ્રુપ

શ્રી હંસ હુઇસ્ટ્રા – સીઇઓ

ક્ષેત્ર: કૃષિ વ્યવસાય અને બિયારણ

 

14. રોયલ IHC

શ્રી ડર્ક તે બોકલ - સીઇઓ

ક્ષેત્ર: શિપબિલ્ડીંગ

 

15. રોયલ વોપાક

શ્રી ડીક રિચેલ - એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ

સેક્ટર: એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડસ્ટ્રીયલ લોજિસ્ટિક્સ

 

16. વેન ઓર્ડ

શ્રી ગોવર્ટ વાન ઓર્ડ – સીઈઓ

સેક્ટર: ઈન્ફ્રાસ્ટ્રક્ચર

 

IJ/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2261919) મુલાકાતી સંખ્યા : 80