ગૃહ મંત્રાલય
સીબીઆઈ(CBI)એ નીટ-યુજી (NEET-UG) 2026 પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર (કિંગપિન)ની ધરપકડ કરી
प्रविष्टि तिथि:
15 MAY 2026 9:00PM by PIB Ahmedabad
સીબીઆઈ(CBI) એ નીટ-યુજી (NEET-UG) 2026 પરીક્ષાના પેપર લીકનો સ્ત્રોત એવા એક મુખ્ય સૂત્રધારની ઓળખ કરી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે,પી.વી. કુલકર્ણી, કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) ના લેક્ચરર, NTA વતી પરીક્ષાની પ્રક્રિયામાં સામેલ હતા. તેમની પાસે પ્રશ્નપત્રોની પહોંચ (એક્સેસ) હતી. એપ્રિલ, 2026 ના છેલ્લા અઠવાડિયા દરમિયાન, તેમણે અન્ય એક આરોપી એટલે કે સુશ્રી મનીષા વાઘમારે, જેની સીબીઆઈ દ્વારા 14.05.2026 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેમની મદદથી વિદ્યાર્થીઓને એકત્રિત કર્યા હતા અને પુણેમાં તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે વિશેષ કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા. તેમણે આ વિશેષ કોચિંગ ક્લાસ દરમિયાન વિકલ્પો અને સાચા જવાબો સાથે પ્રશ્નો લખાવ્યા હતા અને આ રીતે લખાવેલા પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા તેમની નોટબુકમાં હાથેથી લખવામાં આવ્યા હતા અને તે 03.05.2026 ના રોજ લેવાયેલી નીટ-યુજી (NEET-UG) 2026 પરીક્ષાના વાસ્તવિક પ્રશ્નપત્ર સાથે બરાબર મેળ ખાય છે.
ઝીણવટભરી પૂછપરછ બાદ પુણેમાં પી.વી. કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી છે. તેઓ મૂળ લાતુરના રહેવાસી છે.
છેલ્લા 24 કલાકમાં, સીબીઆઈએ દેશભરમાં કેટલાક સ્થળોએ દરોડા પણ પાડ્યા છે અને કેટલાક વાંધાજનક દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી વસ્તુઓનું વિગતવાર ફોરેન્સિક અને તકનીકી વિશ્લેષણ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ નીટ-યુજી (NEET-UG) 2026 પરીક્ષાના કથિત પેપર લીક અંગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે 12.05.2026 ના રોજ આ કેસ નોંધ્યો છે. કેસની નોંધણી થયા પછી તરત જ, વિશેષ ટીમો બનાવવામાં આવી હતી અને દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
ગઈકાલ સુધીમાં જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી 07 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી 05 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે અને વિગતવાર પૂછપરછ માટે 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ગઈકાલે ધરપકડ કરાયેલા અન્ય 02 આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે પુણેની કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેમને દિલ્હી કોર્ટમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
વિશેષ ટીમો સાથે તપાસ ચાલુ છે અને અત્યાર સુધીની તપાસમાં કેમિસ્ટ્રીના પેપર લીક થવાનો વાસ્તવિક સ્ત્રોત તેમજ વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં સામેલ વચેટિયાઓ (મિડલમેન) બહાર આવ્યા છે, જેમણે આ પ્રશ્ન બેંકો લખાવવામાં/ચર્ચા કરવામાં આવી હતી તેવા વિશેષ કોચિંગ ક્લાસમાં હાજરી આપવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા.
સીબીઆઈ આ કેસમાં વ્યાપક, નિષ્પક્ષ અને વ્યાવસાયિક તપાસ માટે પ્રતિબદ્ધ છે.
(रिलीज़ आईडी: 2261639)
आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English