ગૃહ મંત્રાલય
NEET-UG 2026 પેપર લીક કેસમાં CBI દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ
प्रविष्टि तिथि:
14 MAY 2026 8:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) એ NEET-UG 2026 પરીક્ષાના પેપર લીક સંબંધિત કથિત ગેરરીતિઓના કેસમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે અને 14 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે.
ઉલ્લેખનીય છે કે CBI એ NEET-UG 2026 પરીક્ષાના કથિત પેપર લીક અંગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે 12.05.2026 ના રોજ આ કેસ નોંધ્યો છે.
આ સંબંધમાં ગઈકાલે 05 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 03 જયપુરથી, 01 ગુરુગ્રામથી અને 01 નાસિકથી હતા. ગઈકાલે ધરપકડ કરાયેલા તમામ પાંચ આરોપીઓને આજે દિલ્હીની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે 07 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
12.05.2026 થી CBI ની વિશેષ ટીમો દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરીના સાતત્યમાં, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રના પુણેથી એક અને અહિલ્યાનગરથી એક એમ વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ:
- ધનંજય લોખંડે, અહિલ્યાનગર
- શ્રીમતી મનીષા વાઘમારે, પુણે
અન્ય કેટલાક શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
CBI આ કેસ સંબંધિત તમામ કડીઓ પર કામ કરી રહી છે. CBI આ બાબતમાં વ્યાપક, નિષ્પક્ષ અને વ્યાવસાયિક તપાસ માટે પ્રતિબદ્ધ છે.
(रिलीज़ आईडी: 2261191)
आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English