ગૃહ મંત્રાલય
NEET-UG 2026ના કથિત પેપર લીક મામલે CBIએ ગુનો નોંધ્યો
प्रविष्टि तिथि:
12 MAY 2026 7:50PM by PIB Ahmedabad
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી મળેલી લેખિત ફરિયાદના આધારે, CBI એ NEET-UG 2026 પરીક્ષાના આયોજનમાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક અંગે FIR નોંધી છે. આ FIR ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, ચોરી અને પુરાવાઓનો નાશ કરવાના ગુનાઓ, તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોના નિવારણ) અધિનિયમ 2024 હેઠળના ગુનાઓ માટે નોંધવામાં આવી છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે NEET UG - 2026 પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 03.05.2026ના રોજ લેવામાં આવી હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે NTA ને એવી ફરિયાદ અને ઇનપુટ મળ્યા હતા કે NEET (UG) - 2026 પરીક્ષાને લગતા કેટલાક દસ્તાવેજો પરીક્ષાના આયોજન પૂર્વે અનધિકૃત રીતે પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આ આક્ષેપો પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા અને અખંડિતતા સાથે સંભવિત બાંધછોડ તરફ નિર્દેશ કરે છે. CBI એ આ કથિત ગેરરીતિઓનું સ્વરૂપ અને વ્યાપ, તેમજ તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓની સંડોવણીની ખાતરી કરવા માટે વ્યાપક તપાસ હાથ ધરી છે.
*તપાસ માટે વિશેષ CBI ટીમોની રચના કરવામાં આવી છે અને વિવિધ સ્થળોએ રવાના કરવામાં આવી છે.*
આ કેસમાં ગુનેગારોને ઓળખવા માટે CBI આ મામલે સંપૂર્ણ તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
SM/GP/JD
(रिलीज़ आईडी: 2260411)
आगंतुक पटल : 89
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English