નાણા મંત્રાલય
DFS સચિવે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને મુખ્ય ખાનગી બેંકો સાથે નાણાકીય સમાવેશનની યોજનાઓની પ્રગતિ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેંકોએ વધુને વધુ લોકોને નાણાકીય સમાવેશન યોજનાઓના દાયરામાં લાવવા માટે સમર્પિતપણે કામ કરવું જોઈએ: સચિવ, DFS
પોસ્ટેડ ઓન:
29 APR 2026 7:54PM by PIB Ahmedabad
નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (DFS) ના સચિવ શ્રી એમ. નાગરાજુએ આજે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના વડાઓ અને ખાનગી ક્ષેત્રની બેંકોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને મુખ્ય ખાનગી ક્ષેત્રની બેંકોએ ભાગ લીધો હતો.
બેઠક દરમિયાન, શ્રી નાગરાજુએ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અટલ પેન્શન યોજના (APY), પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY), PMSVANidhi, PM વિશ્વકર્મા અને PM સૂર્યઘર મફત વીજળી યોજના સહિત વિવિધ નાણાકીય સમાવેશન યોજનાઓ હેઠળ બેંકવાર પ્રગતિની સમીક્ષા કરી હતી.


તેમણે બેંકિંગ સુવિધા વિનાના ગામોમાં બેંકોની બ્રિક એન્ડ મોર્ટાર (ભૌતિક) શાખાઓ ખોલવાની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી અને બેંકોને શાખા વિસ્તરણ માટે ઓળખવામાં આવેલા ગામોમાં, ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં તેમનું નેટવર્ક વિસ્તારવા જણાવ્યું હતું. શ્રી નાગરાજુએ ઉમેર્યું હતું કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા નેટવર્ક કનેક્ટિવિટી સંબંધિત મુદ્દાઓ હોય, તો બેંકોએ રાજ્ય સરકારો અને સંબંધિત રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC) સાથે મળીને આવા પ્રશ્નો ઉકેલવા માટે કામ કરવું જોઈએ. તેવી જ રીતે, બેંકિંગ સુવિધા વિનાના ગામોમાં બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ્સની તૈનાત કરવાના મહત્વ પર પણ બેંકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભૌતિક બેંક શાખાઓની સાથે આસિસ્ટડ મોડ્સ અને સ્થાનિક ભાષાની ઉપલબ્ધતા ધરાવતા ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પૂરક હોવું જોઈએ.
પ્રગતિની સમીક્ષા કરતી વખતે, શ્રી નાગરાજુએ નાણાકીય સમાવેશનના ક્ષેત્રમાં બેંકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે મુદ્રા (MUDRA) યોજનાને વૈશ્વિક સ્તરે સૌથી સફળ નાણાકીય સમાવેશન કાર્યક્રમોમાંની એક ગણાવીને તેની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે આ યોજનાએ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વ્યક્તિઓને નવા વ્યવસાય માલિકો તરીકે ઉભરવા માટે સશક્ત બનાવ્યા છે, જે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે છે અને અનૌપચારિક ધિરાણ ચેનલો પરની નિર્ભરતા ઘટાડે છે, કારણ કે હવે વધુ લોકો ધિરાણ માટે સીધો બેંકોનો સંપર્ક કરે છે.
બેઠક દરમિયાન, નાણાકીય વર્ષ 2026-27 માટેના લક્ષ્યાંકો હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓ અને ભાવિ માર્ગ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી નાગરાજુએ ખાનગી બેંકોને સમાજના વંચિત વર્ગોની સેવા કરવા અને તેમની બેંકિંગ જરૂરિયાતો પૂરી કરવા પર વધુ ભાર મૂકવા અને અર્થપૂર્ણ નાણાકીય સમાવેશન સુનિશ્ચિત કરવા માટે SLBC / DCC / DLCC જેવા વિવિધ મંચોમાં પૂર્ણપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2256751)
મુલાકાતી સંખ્યા : 10