સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
વડોદરા ખાતે પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના સમયસર અને અસરકારક નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન કરાયું
પોસ્ટેડ ઓન:
27 MAR 2026 3:59PM by PIB Ahmedabad
કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (CCA), ગુજરાતની કચેરી દ્વારા 27.03.2026 ના રોજ વડોદરા ખાતે પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના સમયસર અને અસરકારક નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ પેન્શનરોને તેમની સમસ્યાઓ રજૂ કરવા માટે એક સમર્પિત મંચ પૂરો પાડવાનો અને સ્થળ પર જ તેની ઝડપી ઉકેલ લાવવાનો હતો.

આ પેન્શન અદાલતમાં 30 થી વધુ પેન્શનરોએ ભાગ લીધો હતો અને તેમની પેન્શન સંબંધિત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ મેળવ્યો હતો. અધિકારીઓની સક્રિય ક્ષમતા અને પેન્શનરની ફરિયાદોનું પ્રાથમિકતાના આધારે અને સંવેદનશીલ રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ઓફિસ ઓફ CCA ગુજરાત દ્વારા 27.03.2026 ના રોજ વડોદરા ખાતે ટેલિકોમ આઉટરીચ પ્રોગ્રામ (TOP) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ટેલિકોમ સ્ટેકહોલ્ડરો સાથે સંવાદ સ્થાપિત કરી તેમના કાર્યાત્મક અને નિયામક સંબંધી મુદ્દાઓનું ઝડપી નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ઓફિસ ઓફ CCA ગુજરાત પેન્શનરો તેમજ ટેલિકોમ ઉદ્યોગકારો માટે સેવા પૂરી પાડવામાં સુધારો, પારદર્શિતા અને અસરકારક ફરિયાદ નિવારણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
(રીલીઝ આઈડી: 2246033)
મુલાકાતી સંખ્યા : 73