ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે, સંસદીય રાજભાષા સમિતિના સભ્યો સાથે, આજે માનનીય રાષ્ટ્રપતિની મુલાકાત લીધી અને સમિતિનો 13મો અહેવાલ રજૂ કર્યો


સમિતિની કામગીરીને વેગ આપવા અને રાજભાષાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે, સમિતિએ છેલ્લા છ વર્ષમાં રાષ્ટ્રપતિને ચાર અહેવાલો સુપરત કર્યા છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે

પોસ્ટેડ ઓન: 16 FEB 2026 8:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે, સંસદીય રાજભાષા સમિતિના સભ્યો સાથે, આજે માનનીય રાષ્ટ્રપતિની મુલાકાત લીધી અને સમિતિનો 13મો અહેવાલ રજૂ કરયો હતો

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે સંસદીય રાજભાષા સમિતિના સભ્યો સાથે માનનીય રાષ્ટ્રપતિની મુલાકાત લીધી અને સમિતિનો 13મો અહેવાલ રજૂ કર્યો. તેમણે કહ્યું કે સમિતિની કામગીરીને વેગ આપવા અને રાજભાષાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે, સમિતિએ છેલ્લા છ વર્ષમાં રાષ્ટ્રપતિને ચાર અહેવાલો સુપરત કર્યા છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

SM/NP/GP/JD


(રીલીઝ આઈડી: 2228891) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Malayalam