રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવેએ ગુજરાતમાં અભૂતપૂર્વ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નોંધાવ્યો


ઐતિહાસિક બજેટ ફાળવણી, આધુનિક સ્ટેશનો અને વિશ્વ કક્ષાની ટ્રેન સેવાઓ રેલ લેન્ડસ્કેપને બદલી રહી છે

સુરત બનશે વેસ્ટ - ઈસ્ટ ફ્રેઇટ કોરિડોરનું જંકશન

પોસ્ટેડ ઓન: 02 FEB 2026 8:27PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ ગુજરાતમાં અભૂતપૂર્વ બજેટ સહાય અને ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે સમગ્ર રાજ્યમાં સુરક્ષિત, આધુનિક અને મુસાફરો કેન્દ્રીત રેલ પરિવહનના નવા યુગની શરૂઆત કરે છે. જેને લઈને કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે એક પત્રકાર પરિષદને સંબોધી હતી.

કેન્દ્રીય રેલવે મંત્રીએ વર્ચ્યુઅલી પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, ગુજરાત માટે સરેરાશ વાર્ષિક રેલવે બજેટ ફાળવણી 2009–14 દરમિયાન ₹589 કરોડ હતી, જે વધીને 2026–27 ના સમયગાળામાં ₹17,366  કરોડ થઈ ગઈ છે. લગભગ 29 ગણો વધારો છે, જે રાજ્યમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી મજબૂત કરવા પ્રત્યે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

માળખાગત સુવિધાઓને વધુ પ્રાધાન્ય

કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલમાં ₹1,28,748 કરોડના ના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે. કામોમાં ટ્રેક નિર્માણ, સ્ટેશન પુનઃવિકાસ અને મુખ્ય સુરક્ષા સુધારણાઓનો સમાવેશ થાય છે, જે સમગ્ર નેટવર્કમાં લાંબા ગાળાની ક્ષમતા વૃદ્ધિ અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો એક નવો રૂટ વેસ્ટર્ન ફ્રેઇટ કોરિડોર છે, જે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને પંજાબને જોડે છે. કોરિડોર સુરતમાં પૂર્વ અને પશ્ચિમ કોરિડોરને જોડશે. સુરતમાં એક જંકશન પણ બનાવવામાં આવશે.”

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “ ગુજરાતના પશ્ચિમ કિનારાના બંદરો સાથે જોડાશે. ઉપરાંત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પશ્ચિમ કોરિડોર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ સાથે જોડાશે. ગુજરાતે 100% વીજળીકરણ પૂર્ણ કર્યું છે. 87 સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદથી મુંબઈ સુધીનો હાઇ-સ્પીડ કોરિડોર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. રેલવે મંત્રી વધુમાં જણાવ્યું કે, પ્રગતિ ખૂબ સારી છે. આવતીકાલે, બીજી ટનલનું બ્રેકથ્રુ છે. આવતા વર્ષે, વાણિજ્યિક કામગીરીનું લક્ષ્ય છે. ટીમ સખત મહેનત કરી રહી છે. પ્રધાનમંત્રીનું માર્ગદર્શન સતત પ્રાપ્ત થઈ રહ્યું છે અને સમીક્ષા કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આમાં બાંધકામની નવી પદ્ધતિઓ છે. નવી બાંધકામ ટેકનોલોજી છે. એક અલગ પ્રકારની ટ્રેક ટેકનોલોજી છે.”

અમૃત સ્ટેશન યોજના: સ્ટેશનોનું પરિવર્તન

અમૃત સ્ટેશન યોજના હેઠળ, ગુજરાતના 87 રેલવે સ્ટેશનોને ₹6,058 કરોડના કુલ રોકાણ સાથે વ્યાપક પુનઃવિકાસ માટે ઓળખવામાં આવ્યા છે. 19 સ્ટેશનો પર પુનઃવિકાસનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં ડાકોર, હાપા, જામ જોધપુર, મોરબી, ઓખા, પાલીતાણા, પોરબંદર અને અન્ય કેટલાક સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેનાથી મુસાફરોની સુવિધાઓ અને સ્ટેશનની સુંદરતામાં નોંધપાત્ર સુધારો થયો છે.

પ્રીમિયમ ટ્રેનો સાથે ઉન્નત કનેક્ટિવિટી

ગુજરાતમાં આધુનિક ટ્રેન સેવાઓ શરૂ થવાથી મુસાફરોની સુવિધા અને મુસાફરીની કાર્યક્ષમતામાં મોટો વધારો થયો છે. હાલમાં, રાજ્યમાં સેવાઓ ઉપલબ્ધ છે:

  • 5 વંદે ભારત એક્સપ્રેસ
  • 1 અમૃત ભારત એક્સપ્રેસ
  • 1 નમો ભારત એક્સપ્રેસ

સેવાઓ મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને વધુ આરામદાયક મુસાફરીના વિકલ્પો પ્રદાન કરે છે.

નેટવર્ક વિસ્તરણ અને 100% વીજળીકરણ

2014 થી, આશરે 2,900 km નવા રેલવે ટ્રેકના નિર્માણ સાથે ગુજરાતના રેલવે નેટવર્કનો ઝડપથી વિસ્તાર થયો છે, જે કેટલાક યુરોપિયન દેશોના કુલ રેલ નેટવર્કની લંબાઈ કરતાં પણ વધુ છે. રાજ્યએ 100% વીજળીકરણ (electrification) પણ હાંસલ કર્યું છે, જેમાં 4,005 km રેલ લાઈનોનું વીજળીકરણ કરવામાં આવ્યું છે, જે હરિયાળી અને વધુ ઊર્જા-કાર્યક્ષમ કામગીરીમાં ફાળો આપે છે.

વધારામાં, લેવલ ક્રોસિંગ નાબૂદ કરવા માટે 1,177 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે, જેનાથી સુરક્ષામાં વધારો થયો છે અને રોડ-રેલ અવરજવર સરળ બની છે.

કવચ (Kavach) સાથે રેલ સુરક્ષા મજબૂત બનાવવી

તેના સુરક્ષા-પ્રથમ અભિગમના ભાગરૂપે, ભારતીય રેલવે ગુજરાતમાં સ્વદેશી 'કવચ' ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લાગુ કરી રહી છે. કુલ મંજૂર કરાયેલ 1,842 રૂટ કિલોમીટરની લંબાઈ સામે, કવચ પહેલેથી 96 રૂટ કિલોમીટર પર તૈનાત કરવામાં આવ્યું છે, જ્યારે 1,674 રૂટ કિલોમીટર માટે કામો અથવા ટેન્ડરો પ્રગતિમાં છે, જે રેલ સુરક્ષાના માપદંડોમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે.

વિક્રમી રોકાણ, આધુનિક સ્ટેશનો, પ્રીમિયમ ટ્રેનો, સંપૂર્ણ વીજળીકરણ અને અદ્યતન સુરક્ષા પ્રણાલીઓ સાથે, ભારતીય રેલવે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સામાજિક-આર્થિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.

SM/BS/GP/JD

 


(રીલીઝ આઈડી: 2222351) મુલાકાતી સંખ્યા : 100
આ રીલીઝ વાંચો: English