પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
28 JAN 2026 9:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીની ઝલક શેર કરી હતી. NCC દિવસ નિમિત્તે કાર્યક્રમને અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે NCC, NSS કેડેટ્સ, ટેબ્લો કલાકારો, રાષ્ટ્રીય રંગશાળાના સાથીદારો અને દેશભરના યુવા સહભાગીઓના પ્રયાસો તેમના સમન્વિત પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા.
X પર પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું:
“આજે સવારે એક વિમાન દુર્ઘટનાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જી અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા. અજીત દાદાએ રાજ્ય અને દેશના વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. શોકની આ ઘડીમાં આપણે તે તમામ સાથીઓના પરિવારોની સાથે છીએ, જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.”
“આજે આખું વિશ્વ યુવા ભારતની યુવા શક્તિ તરફ ખૂબ જ વિશ્વાસ સાથે જોઈ રહ્યું છે. વિશ્વના આ વિશ્વાસનું કારણ છે - માતૃભૂમિ પ્રત્યે અપાર શ્રદ્ધા અને કર્મભૂમિ પ્રત્યે અપ્રતિમ સમર્પણ!”
“યુરોપિયન યુનિયન સાથે જે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ પર સંમતિ બની છે, તેનો અર્થ છે - ભારતીય યુવાનો માટે યુરોપના 27 દેશોમાં નવી-નવી તકો!”
“ઓપરેશન સિંદૂરે બતાવ્યું કે આપણા સ્વદેશી હથિયારો કેટલા એડવાન્સ અને હાઇટેક છે. AI અને ડિફેન્સ ઇનોવેશન (Defence Innovation) આજે આપણી ફોર્સિસને વધુ આધુનિક બનાવી રહ્યા છે, જેનાથી આપણા યુવા સાથીઓ માટે સંભાવનાઓનો ઘણો વિસ્તાર થયો છે.”
“યુવા મતદારો માટે હવે આપણે દેશમાં એક નવી પરંપરા શરૂ કરવાની જરૂર છે. આ દિશામાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર NCC-NSS અને મેરા યુવા ભારત સંગઠનમાં પ્રથમ વખત મતદાન કરનારા (First Time Voters) ના સન્માનમાં એક ભવ્ય આયોજન કરી શકાય છે.”
“તે જાણીને મને સારું લાગ્યું કે NCC એ એક પેડ મા કે નામ અભિયાન હેઠળ લગભગ 8 લાખ વૃક્ષો વાવ્યા છે. તે જોવું પણ આપણી ફરજ છે કે જે વૃક્ષો આપણે વાવ્યા છે, તે સારી રીતે મોટા પણ થાય.”
“આપણા યુવાનોની એક ખૂબ મોટી કસોટી એ પણ છે કે તેઓ આવનારા સમયમાં કેટલા વધુ ફિટ હશે. અનુશાસિત જીવનશૈલી અપનાવવા અંગે તેમને મારો આ વિશેષ આગ્રહ...”
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2219841)
आगंतुक पटल : 7