પોસ્ટેડ ઓન:
20 JAN 2026 4:28PM by PIB Ahmedabad
હેડક્વાર્ટર રિજન અને PLI ડિરેક્ટોરેટ તરફથી મળેલી સૂચનાઓ અનુસાર, ટપાલ વિભાગે લૅપ્સ્ડ (બંધ પડેલી) પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI) અને રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) પોલિસીઓના પુનર્જીવત કરવા માટે 14 જાન્યુઆરી 2026 થી અમલમાં આવે તે રીતે ત્રણ મહિનાના સમયગાળા માટે એક વિશેષ પુનર્જીવન ડ્રાઈવ/અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાનનો ઉદ્દેશ્ય પોલિસીધારકોને તેમની લૅપ્સ્ડ થયેલી PLI/RPLI પોલિસીઓને પુનર્જીવિત કરવાની તક પૂરી પાડવાનો અને જીવન વીમા કવચના લાભો મેળવવાનું જાળવી રાખવાનો છે.
પુનરુત્થાન અભિયાનને વધુ આકર્ષક બનાવવા માટે, સક્ષમ સત્તાધિકારીએ ડિફોલ્ટ (મોડી) ફીમાં માફી/છૂટછાટ મંજૂર કરી છે, જેની વિગતો નીચે મુજબ છે (આ આંકડાઓમાં GST સામેલ નથી):
|
પુનર્જીવન ને કારણે તમામ પ્રકારની PLI/RPLI પોલિસીઓ માટે કુલ મળવાપાત્ર પ્રીમિયમ
|
મોડી/ડિફોલ્ટ ફીમાં છૂટછાટ/માફી
|
મોડી/ડિફોલ્ટ ફીમાં છૂટછાટ/માફીની મહત્તમ મર્યાદા આટલા સુધી મર્યાદિત
|
|
₹1,00,000 સુધી
|
25%
|
₹2,500
|
|
₹1,00,001 થી ₹3,00,000
|
25%
|
₹3,000
|
|
₹3,00,001 અને તેથી વધુ
|
30%
|
₹3,500
|
જે તમામ પોલિસીધારકોની PLI/RPLI પોલિસીઓ લૅપ્સ્ડ (બંધ) થઈ ગઈ છે તેમને અભિયાનના સમયગાળા દરમિયાન તેમની નજીકની પોસ્ટ ઓફિસ અથવા CPC નો સંપર્ક કરવા અને આ મર્યાદિત સમયગાળાની છૂટછાટનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ – તમારો વિશ્વાસ, અમારી પ્રતિબદ્ધતા.