વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
IIMA વેન્ચર્સ સમિટમાં વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, ભારત ટેકનોલોજી અપનાવવાથી ટેકનોલોજી નેતૃત્વ તરફ આગળ વધ્યું છે
IIMA વેન્ચર્સ સમિટનો પ્રથમ દિવસ NIDHI સેન્ટર ઓફ એક્સેલન્સના લોન્ચિંગ અને ભારતના ડિજિટલ નાણાકીય છેતરપિંડીના પરિદ્રશ્યને સંબોધતા સંશોધનના અનાવરણ સાથે હાઈલાઈટ થયો
પોસ્ટેડ ઓન:
12 JAN 2026 8:54PM by PIB Ahmedabad
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે IIMA વેન્ચર્સ સમિટ 2026 ના પ્રથમ દિવસનું સમાપન થયું, જેમાં ડીપ ટેક, સસ્ટેનેબિલિટી (ટકાઉપણું), નાણાકીય સમાવેશ અને ભારતના ઇનોવેશન ઇકોસિસ્ટમના ભવિષ્ય પર કેન્દ્રિત પેનલ ચર્ચાઓ અને મુખ્ય પ્રવચનોનું સંપૂર્ણ શિડ્યુલ હતું, જેમાં દેશભરમાંથી 900 થી વધુ સ્થાપકો, રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.

મુખ્ય પ્રવચન આપતા, ભારત સરકારના માનનીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે છેલ્લા દાયકામાં ભારતની ટેકનોલોજી સ્વીકારનારથી ટેકનોલોજી લીડર બનવા તરફના પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની વૃદ્ધિનો આગામી તબક્કો ડીપ-ટેક-આધારિત ઇનોવેશન દ્વારા સંચાલિત થશે, જેને મજબૂત સંસ્થાઓ, સાઉન્ડ મેનેજમેન્ટ પદ્ધતિઓ અને શૈક્ષણિક સંશોધનના વાસ્તવિક દુનિયાની અસરમાં અસરકારક રૂપાંતર દ્વારા સમર્થન મળશે.
માનનીય મંત્રીશ્રીએ IIMA વેન્ચર્સ ખાતે NIDHI-સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ CoE (સેન્ટર ઓફ એક્સેલન્સ) 57,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ વિશ્વસ્તરીય ઇન્ક્યુબેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સપોર્ટ પૂરો પાડે છે અને શૈક્ષણિક સંશોધનને વાસ્તવિક દુનિયાની સાહસિક અસરમાં રૂપાંતરિત કરે છે.

આ સમિટમાં 200 થી વધુ IIMA ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્થાપકો અને રોકાણકારોની મજબૂત ભાગીદારી જોવા મળી હતી, જે ભારતની સ્ટાર્ટઅપ પાઇપલાઇનને મજબૂત કરવામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત મૂડી, માર્ગદર્શન અને બજારની પહોંચની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. પ્રથમ દિવસે ડીપટેક એન્ટરપ્રેન્યોરશિપ, રિસ્પોન્સિબલ AI (જવાબદાર AI), ટકાઉ ઊર્જા, સામાજિક અસર, હેલ્થકેર ઇનોવેશન અને રોકાણ વ્યૂહરચના પર પેનલ્સ અને વર્કશોપ્સ યોજાયા હતા. નોંધપાત્ર સત્રોમાં પ્રણિત મહેતા (GalaxEye) અને શિવકુમાર કલ્યાણરામન (ANRF) સાથે 'હાઉ ટુ કેટલાઈઝ ડીપટેક એન્ટરપ્રેન્યોરશિપ'; અનિકેત દોગર (Haqdarshak), નીતિન ગુપ્તા (Uni Cards), અને રાહુલ નાનવતી (Navana.ai) સાથે 'ફ્યુચર-પ્રૂફિંગ AI’સ પ્રોમિસિસ'; અને ડૉ. ગીતા મંજુનાથ (Niramai Health Analytix) અને ડૉ. અભિષેક સેન (Butterfly Learnings) સાથે 'ધ નેક્સ્ટ પ્રિસ્ક્રિપ્શન: બિલ્ડિંગ હેલ્થ ફોર અ બિલિયન' નો સમાવેશ થાય છે. કાયદાકીય પ્રક્રિયાઓ, સ્ટાર્ટઅપની વાસ્તવિકતાઓ અને ડિજિટલ નાણાકીય છેતરપિંડી પરની વર્કશોપ્સે પેનલ્સને પૂરક બનાવી હતી, જ્યારે રાજ નીરવન્નન (AlphaSense) અને પ્રિયંકા ચોપરા (IIMA વેન્ચર્સ) સાથે 'બિલ્ડિંગ અ કોન્સીક્વન્શિયલ કંપની: ધ એન્ટરપ્રાઇઝ AI પ્લેબુક' પરની ફાયરસાઇડ ચર્ચાએ સ્થાપકોને ટેકનોલોજી-સંચાલિત સાહસોના સ્કેલિંગ માટે સક્રિય આંતરદૃષ્ટિ પૂરી પાડી હતી.
IIMA વેન્ચર્સના CEO અને મેનેજિંગ પાર્ટનર પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, “ભારતના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સ ઇન્ક્રિમેન્ટલ (વધતા જતા) વિચારોમાંથી નહીં આવે. તેઓ ડીપ સાયન્સ, બોલ્ડ સ્થાપકો અને જોખમ લેવા માટે રચાયેલ ઇકોસિસ્ટમ્સમાંથી આવશે. IIMA વેન્ચર્સમાં, અમે ટેકનોલોજીને પરિણામલક્ષી કંપનીઓમાં રૂપાંતરિત કરવા માટે અસ્તિત્વ ધરાવીએ છીએ."
પ્રથમ દિવસે આપ્તિ ઇન્સ્ટિટ્યૂટ અને ડીપસ્ટ્રેટ દ્વારા ડિજિટલ નાણાકીય છેતરપિંડી પર નવા સંશોધનનું પ્રસ્તુતિકરણ જોવા મળ્યું હતું, જેમાં ભારતના ઝડપથી વિસ્તરી રહેલા ડિજિટલ નાણાકીય ઇકોસિસ્ટમમાં ઉભરતા જોખમોની તપાસ કરવામાં આવી હતી. FIR અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ડેટાના આધારે, અભ્યાસોએ ગ્રાહક જાગૃતિ, ફરિયાદ નિવારણ અને રીઅલ-ટાઇમ સુરક્ષામાં રહેલી ખામીઓને હાઇલાઇટ કરી હતી, જે નિયમનકારો, પ્લેટફોર્મ્સ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા વધુ મજબૂત અને સંકલિત કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ ચર્ચાઓ ઉપરાંત, માનનીય મંત્રીશ્રીએ પ્રદર્શન વિસ્તારની પણ મુલાકાત લીધી હતી અને પિયરસાઇટ (PierSight), ડીપ ટેરેન (Deep Terrain) અને ઓર્બિટ સ્પેસ (Orbitt Space) સહિત 30 થી વધુ ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત કરી હતી અને તેમની પ્રોડક્ટ્સ અને ઇનોવેશન્સના લાઈવ નિદર્શનો નિહાળ્યા હતા.
સમિટના પ્રથમ દિવસે ટેકનોલોજી, મૂડી અને સંસ્થાઓના સંગમ પર ગહન સંવાદ માટેનો પાયો નાખ્યો હતો. સમિટ બીજા દિવસે AI ગવર્નન્સ, એનર્જી ટ્રાન્ઝિશન, હેલ્થકેર ઇનોવેશન, પ્લેટફોર્મ વર્ક અને એન્ટરપ્રાઇઝ AI પરની ચર્ચાઓ સાથે ચાલુ રહેશે, જે ભારતની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમને આકાર આપતી વાતચીતોને આગળ વધારશે.
IIMA વેન્ચર્સ વિશે
IIMA વેન્ચર્સ એ ભારતની સૌથી વધુ પરિણામલક્ષી કંપનીઓનું જન્મસ્થળ છે. તે ડીપ ટેક, ટકાઉપણું અને ડિજિટલાઇઝેશનમાં સ્ટાર્ટઅપ્સ બનાવવાના સૌથી મુશ્કેલ 0-1 તબક્કાના જોખમોને દૂર કરે છે.
તેના 18+ વર્ષના ઇતિહાસમાં, IIMA વેન્ચર્સે 25,000 થી વધુ સ્થાપકોને કોચિંગ આપ્યું છે, 2800 થી વધુ સ્ટાર્ટઅપ્સને વેગ આપ્યો છે, 700 થી વધુ કંપનીઓને ઉત્પ્રેરક મૂડી પૂરી પાડી છે અને તેના 400+ પ્રકાશનો દ્વારા બે મિલિયનથી વધુ લોકોને પ્રેરણા આપી છે. તેણે 30+ ઇન્ક્યુબેટર્સ અને ચાર VC ફંડ્સ પણ ઉછેર્યા છે. IIMA વેન્ચર્સ દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ્સે ફોલો-ઓન કેપિટલમાં $3 બિલિયનથી વધુ એકત્ર કર્યા છે. સમર્થિત સ્ટાર્ટઅપ્સમાં આઈડિયા ફોર્જ (ideaForge), રેઝરપે (Razorpay), અગ્નિકુલ (Agnikul), ચારા (Chara), ફોર્થ પાર્ટનર (Fourth Partner), ઝૂક (Zouk) અને બીજી ઘણી પરિવર્તનકારી કંપનીઓનો સમાવેશ થાય છે.
IIMA વેન્ચર્સ અનેક મોરચે અગ્રેસર રહ્યું છે જેમાં ભારતનું પ્રથમ એક્સિલરેટર - iAccelerator, ભારતની સૌથી મોટી આઈડિયા સ્કાઉટિંગ સ્પર્ધા - ધ પાવર ઓફ આઈડિયાઝ (The Power of Ideas), ભારતનું પ્રથમ ક્લાઈમેટ ફંડ - INFUSE વેન્ચર્સ, ઇન્ક્લુઝિવ ફિનટેક માટે ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ - ભારત ઇન્ક્લુઝન ઇનિશિયેટિવ (Bharat Inclusion Initiative), ભારતની પ્રથમ એન્ટરપ્રેન્યોરશિપ બેસ્ટસેલર - સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ (Stay Hungry Stay Foolish) અને અન્ય ઘણું બધું સામેલ છે.
IIMA વેન્ચર્સને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે માન્યતા આપવામાં આવી છે.
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2213956)
મુલાકાતી સંખ્યા : 69