સંસ્કૃતિ મંત્રાલય
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને નિહાળ્યો
અમદાવાદમાં 150 કલાકારો દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ GIFT સિટી મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
30 DEC 2025 9:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’નો ત્રીજા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે શુભારંભ કર્યો હતો. આ અવસર પર પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડનગરની શેરીઓથી ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે પ્રસ્તૂત કરવામાં કરવામાં આવ્યા હતા. શ્રી સંજય જાજૂએ સંસ્કાર ધામ દ્વારા આયોજિત નમોત્સવ કાર્યક્રમ દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ તેમજ CBC દ્વારા સ્થાપિત બુક સ્ટૉલની મુલાકાત પણ લીધી હતી.

આ ઉપરાંત, સચિવશ્રીએ સંસ્કાર ધામ કેમ્પસની મુલાકાત લઈ ત્યાંની સુવિધાઓ તથા કાર્યક્રમની વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ સવારે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન GIFT સિટીના અધિકારીઓ દ્વારા સિટીની કાર્યપ્રણાલી, સુવિધાઓ અને અહીં આવવાથી મળતા લાભ અંગે જાણકારી આપી હતી. ઉપરાંત સચિવશ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, યુટિલિટી ટનલની મુલાકાત લીધી હતી તેમજ તેની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.મુલાકાત દરમિયાન શ્રી સંજય જાજુએ IFSCAના અધ્યક્ષ શ્રી કે. રાજારામન સાથે પણ મુલાકાત કરી અને GIFT સિટીમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.


આ અવસરે PIB, અમદાવાદના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી પ્રશાંત પાઠરાબે તથા PIB, દિલ્હીના ઉપનિર્દેશક શ્રી સુનિલ કુમાર તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2209952)
आगंतुक पटल : 21