સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓએ રસપૂર્વક નિહાળ્યો


અમદાવાદમાં 150 કલાકારો દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ

રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ

प्रविष्टि तिथि: 30 DEC 2025 8:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નીહાળ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળીયા, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહિતના મંત્રીમંડળના સભ્યશ્રીઓ પણ સહભાગી થયા હતા.

અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

નમોત્સવ’ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા લઈ, રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ સુંદર રીતે રજૂ થયો હતો.

આ પ્રસંગે જાણીતા કલાકાર શ્રી સાંઈરામ દવે સહિત કુલ 150 કલાકારોએ પોતાની કલાત્મક રજૂઆત દ્વારા ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, સેવા, સંકલ્પ, સંસ્કાર અને વિકાસનાં મૂલ્યોને કલાત્મક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.

સંસ્કારધામના ચેરમેન શ્રી ડૉ. આર.કે. શાહે સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ પણ ગ્રહણ કર્યાં હતાં.

આ કાર્યક્રમને રાજ્યકક્ષાના મંત્રીઓ સર્વશ્રી મનીષાબેન વકીલ, રમેશભાઈ કટારા, પ્રવિણભાઈ માળી, ડૉ. જયરામભાઈ ગામિત, કમલેશભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર, પી.સી. બરંડા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ મંત્રીશ્રીઓ, ફિલ્મ દિગદર્શક શ્રી આશુતોષ ગોવારિકર, ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય જાજુ, શ્રી અજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળ્યો હતો.


(रिलीज़ आईडी: 2209936) आगंतुक पटल : 6