ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ભાવનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ-2025નો સમાપન સમારોહ યોજાયો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી વાર્તાલાપ કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં
ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે, સાંસદ ખેલ મહોત્સવમાં યુવા પ્રતિભાને ખીલવા અને ખેલવાનો અવકાશ મળ્યોઃ કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતે અનેક સિધ્ધિઓ મેળવી: રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા
સાંસદ ખેલ મહોત્સવમાં 1.78 લાખ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કર્યું; 500 કરતાં વધુ દિવ્યાંગોએ વિવિધ રમતોમાં ભાગ લીધો
प्रविष्टि तिथि:
25 DEC 2025 5:29PM by PIB Ahmedabad
ભાવનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ-2025નો સમાપન સમારોહ યોજાયો હતો. ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા ઉપસ્થિત રહ્યાં હતા.
આ વેળાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને વાર્તાલાપ કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પ્રાસંગિક ઉદબોધન કરી ખેલાડીઓના ઉત્સાહને વેગ આપ્યો હતો.
KKPK.jpeg)
સાંસદ ખેલ મહોત્સવ સમાપન પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝન અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વમાં યુવા પ્રતિભાને ખીલવા અને ખેલવાનો અવકાશ મળ્યો છે, એટલું જ નહીં ખેલો ઈન્ડિયા જેવી સ્કીમ દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ પણ આવી છે. દેશભરમાં 1 હજારથી વધુ ખેલો ઈન્ડિયા સેન્ટર નિર્માણ પામ્યા છે. આ સેન્ટરનાં માધ્યમથી ખેલાડીઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળ્યો છે. રમતવીરો રમતક્ષેત્રે આગળ વધે, દેશનું નામ રોશન કરે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર હંમેશા એમની સાથે ઉભી છે. સરકારશ્રી દ્વારા ખેલાડીઓને આધુનિક સ્ટેડિયમ, સ્પોર્ટ્સ એકેડેમી જેવી અદ્યતન પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાંસદ ખેલ મહોત્સવમાં દરેક વયના ખેલાડીઓને રમવાની તક મળી રહી છે.

તેમણે કહ્યું કે,રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે. ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખેલ મહાકુંભમાં ગ્રાસ રૂટથી લઈને ટોપ લેવલના દરેક ખેલાડીઓ, દિવ્યાંગોને પોતાની પ્રતિભા દેખાડવાની તક સાંપડી રહી છે. વર્ષ 2030માં ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે,કોમનવેલ્થ અમદાવાદનાં આંગણે રમાશે એ આપણાં સૌના માટે ગૌરવની વાત છે. 2036ની ઓલમ્પિકની ગેમ્સ હોસ્ટિંગ માટે ભારત કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ખેલાડીઓ સાથે સીધો સંવાદ કરી, તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત પણ કરી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતુ.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના છેલ્લા 11 વર્ષના શાસનમાં ભારતે અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે, ભાવનગર-બોટાદ જિલ્લાએ સાંસદ ખેલ મહોત્સવમાં ઐતિહાસિક કહી શકાય તેવું રજિસ્ટ્રેશન કરીને રમતમાં સહભાગી બન્યાં છે. આ મહોત્સવમાં દિવ્યાંગ ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આમ વિવિધ રમતોમાં સહભાગી બનવા બદલ તેમણે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 22 સ્થળો ઉપર તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખો ખો, એથ્લેટિક્સ (100 મી.દોડ, ગોળા ફેંક, લાબીકૂદ), નારગેલ, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી (બહેનો), કોથળા દોડ, સિક્કા શોધ અને બાસ્કેટબોલ સહિત 12 રમતો રમાડવામાં આવી હતી. જેમાં 14 વર્ષથી નીચેના, 15 થી 20 વર્ષ સુધીના, 21 થી 35 વર્ષ સુધીના, 36 થી 50 વર્ષ સુધીના તેમજ 51 વર્ષથી ઉપર વય જૂથના ખેલાડી ભાઈઓ- બહેનો ભાગ લીધો હતો. આ રમત પાંચ વય જુથમાં યોજવામાં આવી હતી. સાસદ ખેલ મહોત્સવમા 500 થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ભાવનગર મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મીયાણી, કમિશનર શ્રી ડૉ.એન.કે.મીણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, પૂર્વ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, આગેવાન શ્રી કુમાર શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી મયુરભાઈ પટેલ,શ્રી દિવ્યેશભાઈ સોલંકી, શ્રી ભરતભાઈ મેર, શ્રી રાજુભાઇ ફાળકી, જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી સુનિલભાઈ ચૌધરી, ભાવનગર શહેરના નગરસેવકો, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં રમતવીરો, રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(रिलीज़ आईडी: 2208533)
आगंतुक पटल : 16