યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રાના માર્ગમાં અંકલાવ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર પર સરદાર ગાથા પર જનસભા કાર્યક્રમ યોજાયો

प्रविष्टि तिथि: 27 NOV 2025 3:45PM by PIB Ahmedabad

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રા આજ રોજ આણંદ તાલુકાના નાવલી ગામેથી વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન કરી નાપાડ ,ખડોલ, અડાદરી આસોદર ગામથી અંકલાવ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે સભાના રૂપમાં પરિવર્તિત થઈ હતી.

આયોજિત સરદાર ગાથા જનસભામાં શ્રી આર .એન.રવિ રાજ્યપાલ તમિલનાડુ, શ્રી એસ.પી. બઘેલ રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી, શ્રી મિતેશ પટેલ સાંસદ આણંદ, શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ મુખ્ય દંડક શ્રી ગુજરાત સરકાર આણંદ તેમજ આણંદ જિલ્લાના પદાધિકારી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તામિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિએ સરદાર ગાથાનું વર્ણન કરી તેમના જીવન કવન પર સવિસ્તુત માહિતી આપી. તેઓએ પોતાના વક્તવ્યમાં આધુનિક ભારતના નિર્માણમાં સર્વ નાગરિકોને આગળ આવવા અનુરોધ કર્યો. માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી એસપી સિંગ બઘેલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈના જીવનને અનુસરી દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા મજબૂત બનાવવા સર્વ નાગરિકોને અનુરોધ કર્યો. શ્રી જગદીશ મકવાણા માન્ય નયા મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા ગાંધીનગર એ સર્વે અતિથિઓનું સ્વાગત કર્યું. સરદાર ગાથા જનસભા કાર્યક્રમમાં માય ભારતના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક જન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.


(रिलीज़ आईडी: 2195334) आगंतुक पटल : 41