રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 11મી સ્ટીલ બ્રિજ લોન્ચ

प्रविष्टि तिथि: 24 NOV 2025 8:41PM by PIB Ahmedabad

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં કેડિલા ફ્લાયઓવર ઉપર 70 મીટર લાંબી 11મી સ્ટીલ બ્રિજ લોન્ચ કરવામાં આવી છે. આ 670 મેટ્રિક ટન વજનની સ્ટીલ બ્રિજ ભારતીય રેલ્વેના અમદાવાદ–મુંબઈ ટ્રૅક્સ સાથે સમાનાંતરીત સ્થિત છે અને તેની ઊંચાઈ 13 મીટર અને પહોળાઈ 14.1 મીટર છે. આ બ્રિજ ગુજરાતના નવસારીમાં આવેલ વર્કશોપમાં બનાવવામાં આવી હતી અને હેવી ડ્યુટી ટ્રેલર્સ મારફતે સાઇટ પર પહોંચાડવામાં આવી હતી.

બ્રિજ એસેમ્બ્લી કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલ્વે ટ્રૅક્સની નજીક, જમીન પરથી 16.5 મીટર ઊંચાઈ પર ખાસ ડિઝાઇન કરેલી સ્ટીલ સ્ટેજિંગ પર પૂર્ણ કરવામાં આવી. આ સ્ટીલ બ્રિજ અંદાજે 29,300 ટોર-શીયર ટાઇપ હાય સ્ટ્રેન્થ (ટીટીએચએસ) બોલ્ટ્સ સાથે તૈયાર કરવામાં આવી છે અને વધુ ટકાઉપણું માટે સી5 સિસ્ટમ પેઈન્ટિંગ કોટિંગ લાગુ કરવામાં આવી છે.

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોર્ડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજની યોજના છે, જેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં છે.


(रिलीज़ आईडी: 2193805) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English