માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

સાયબર સુરક્ષા અને ટેલિકોમ નવીનતાને પ્રોત્સાહન: IITGN ખાતે શૈક્ષણિક C-DOT કેન્દ્રની સ્થાપના

Posted On: 08 NOV 2025 4:23PM by PIB Ahmedabad

IIT ગાંધીનગર (IITGN) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT)એ તેમની ભાગીદારીને ઔપચારિક બનાવવા અને IITGN ખાતે એક શૈક્ષણિક C-DOT સંશોધન અને નવીનતા કેન્દ્ર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા.

IITGN ડિરેક્ટર પ્રોફેસર રજત મૂના અને C-DOT સીઈઓ ડૉ. રાજકુમાર ઉપાધ્યાય દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કેન્દ્ર મૂળભૂત અને હાલના સંશોધન માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે અને ટેલિકોમ્યુનિકેશન અને ICT ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા મેળવવાનો પ્રયાસ કરશે.

આ સહયોગ હેઠળ, IITGN અને C-DOT ટેલિકોમ ક્ષેત્રની િવિધ સમસ્યા નિવેદનો પર સંયુક્ત રીતે કામ કરશે, સ્વદેશી ઉકેલો વિકસાવશે અને નવીનતા-સંચાલિત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે. આ સહયોગ IITGN ના ્રૂપ - ફેકલ્ટી, સંશોધકો, વિદ્યાર્થીઓ; અને C-DOT સંશોધકોને ડિજિટલ, સાયબર સુરક્ષા અને ટેલિકોમ્યુનિકેશન ડોમેન્સમાં સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો શોધવા માટે સાથે મળીને કામ કરવા સક્ષમ બનાવે છે.

આ પ્રસંગે બોલતા, IITGN ના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂનાએ જણાવ્યું હતું કે, "આપણા દેશની સુરક્ષા અને વિકાસ માટે સાયબર સુરક્ષા સાથે ડિજિટલ અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા જરૂરી છે. આ MoU બંને સંસ્થાઓની શક્તિઓને સમન્વયિત કરે છે અને સ્વદેશી ક્ષમતા નિર્માણ, વિકાસ અને નવીનતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જે વિશિષ્ટ અને ઉભરતી ટેકનોલોજીનો લાભ લેતા નવા વિચારોને પ્રોત્સાહન આપશે."

C-DOTના CEO ડૉ. રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે એકેડેમિક સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાનો હેતુ C-DOT અને IITGNની શક્તિઓ અને સંસાધનોને જોડીને ગતિશીલ અને સહયોગી વાતાવરણ બનાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે આવી પહેલ આગામી પેઢીની ટેલિકોમ ટેકનોલોજીઓને આગળ વધારવામાં, બૌદ્ધિક સંપત્તિના વિકાસને પ્રોત્સાહન આપવામાં અને ટેકનોલોજીકલ નવીનતામાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વધુમાં પ્રકાશિત કર્યું કે C-DOT એક આત્મનિર્ભર ભારતની કલ્પના કરે છે જે ફક્ત તેની પોતાની ટેકનોલોજીકલ જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી પરંતુ વૈશ્વિક પ્રગતિમાં પણ ફાળો આપે છે.

આ સહયોગ IITGN અને C-DOT ને ભારત સરકારના 'આત્મનિર્ભર' અને 'વિકસિત ભારત'ના વિઝન સાથે સુસંગત રીતે કામ કરવા અને સ્વદેશી ક્ષમતા નિર્માણમાં યોગદાન આપવા માટે સુવિધા આપે છે.

મુલાકાત દરમિયાન, ડૉ. ઉપાધ્યાયે 'અમલ્થિયા 2025' - IITGNના વાર્ષિક ટેક ફેસ્ટના 16મા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે પણ અધ્યક્ષતા કરી હતી. તેમણે મુખ્ય ભાષણ આપ્યું હતું અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વર્ષે ટેક ફેસ્ટની થીમ 'ઓર્કેસ્ટ્રેટિંગ ઓરિજિન્સ' હતી. તેમાં ટેક એક્સ્પો - ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ની પૂર્વ-ઇવેન્ટનો સમાવેશ થતો હતો અને AI અને રોબોટિક્સમાં અદ્યતન પ્રગતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. સમિટમાં ભારતીય સેના, ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓની પહેલો તેમજ વિવિધ નવીન સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.


(Release ID: 2187815) Visitor Counter : 30
Read this release in: English