સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક અને સાઈકલીંગ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન

Posted On: 27 OCT 2025 4:25PM by PIB Ahmedabad

પોસ્ટ માસ્ટર જનરલ, રાજકોટ અને ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટસ બોર્ડ, ભારતીય ટપાલ વિભાગ દ્વારા, સૌરાષ્ટ્રની પાવનભૂમિ પોરબંદર કે જે સુદામાનગરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમી તરીકે જગ પ્રસિધ્ધ છે ત્યાં, તારીખ 01.11.2025 થી 03.11.2025 દરમિયાન, 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક અને સાઈકલીંગ ટુર્નામેન્ટ 2025-26નું ભવ્ય અને સુંદર આયોજન થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકના સ્પોર્ટસ કોમ્પલેક્ષ, પોરબંદરમાં યોજાવાની છે.

આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતનાં કુલ 12 (બાર) પોસ્ટલ સર્કલ જેવાકે આન્ધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, કેરલા, મહારાષ્ટ,ઓડીશા, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, આસામ અને તેલંગાણામાંથી કુલ 110થી વધુ પુરુષ પોસ્ટલ કર્મચારીઓ, જુદી-જુદી 22(બાવીસ) રમતો, જયારે 30 થી વધુ મહિલા પોસ્ટલ કર્મચારીઓ જુદી-જુદી 13 (તેર) રમતોમાં ભાગ લેશે. જેમાં મુખ્યત્વે રનીગ,જમ્પીંગ, થ્રોઈગ, સાઈકલીંગ વિગેરેનો સમાવેશ થાય છે.

આ ટુર્નામેન્ટ દરમિયાન એક સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે. રમત જગતનાં નામાંકિત કોચ, સેલેકટર આ ટૂર્નામેન્ટ દરમ્યાન પોતાની ફરજ બજાવશે. સમાજની અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહી ટુર્નામેન્ટની શોભા વધારશે.

કાર્યક્રમની વિસ્તૃત માહિતી માટે પોસ્ટ વિભાગ દ્વારા તારીખ 31.10.2025નાં બપોરે 03:00 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ નું પણ આયોજન કરવાનું નક્કી કરેલ છે. જેને પોસ્ટ ખાતાનાં સક્ષમ અધિકારીગણ દ્વારા સંબોધિત કરાશે.

IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2182937) Visitor Counter : 18
Read this release in: English