સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડાનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ માં કર્યો શુભારંભ


હિન્દી માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો તેમજ જીવન મૂલ્યોની પ્રબળ સંવાહક-પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

હિન્દી ભાષાને વ્યવહારિક પ્રવૃત્તિઓ સાથેસાથે શાસકીય કાર્યમાં પણ પ્રાથમિકતા આપવી જોઈએ-પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ

Posted On: 15 SEP 2025 5:02PM by PIB Ahmedabad

હિન્દી માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો તથા જીવન મૂલ્યોની પ્રબળ સંવાહક છે. સમગ્ર ભારતીયોને એકતાના સૂત્રમાં પરિણમાવતી હિન્દી તેવા સૂત્ર સમાન છે, જે આપણને એકબીજાને જોડે છે અને આપણી લાગણીઓને અભિવ્યક્ત કરે છે. પોતાની સહજતા, મધુરતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના બળ પર હિન્દી ભાષાએ વૈશ્વિક સ્તરે વિશેષ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આવા ઉદ્દગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક વિભાગ દ્વારા ક્ષેત્રીય કાર્યાલયમાં આયોજિત હિન્દી પખવાડાના શુભારંભ પ્રસંગે વ્યક્ત કર્યા હતા. પહેલાં તેમણે માં સરસ્વતીના ચિત્ર પર માલ્યાર્પણ કરી અને દિવો પ્રગટાવીને હિન્દી પખવાડાનો (14–28 સપ્ટેમ્બર) શુભારંભ કર્યો.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હિન્દી માત્ર સંવાદ અને સાહિત્ય નહીં પરંતુ વિજ્ઞાનથી લઈને સંચારક્રાંતિ, માહિતી-પ્રોદ્યોગિકી અને નવાચારની ભાષા પણ છે. હિન્દી આપણી માતૃભાષા સાથેસાથે રાજભાષા પણ છે. તેથી તેનો વિકાસ કરવો જરૂરી છે. આપણે હિન્દી ભાષાને વ્યવહારિક પ્રવૃત્તિઓ સાથે રાજકીય કાર્યોમાં પ્રાથમિકતા આપવી જોઈએ. બદલાતા સમયના પડકારોને પહોંચી વળવા માટે રાજભાષા, સંપર્ક ભાષા અને મહત્વપૂર્ણ જ્ઞાનભાષા બની રહે તે માટે હિન્દીનું તકનીકી રીતે વધુ સમૃદ્ધ બનવું જરૂરી છે. દરેક વ્યક્તિનું ફરજ છે કે તે આત્મવિશ્વાસ સાથે હિન્દીમાં કાર્ય કરે અને તેની ઉન્નતિમાં સહયોગ આપે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા વિકાસ કાર્યક્રમો અને જનસેવાઓના સંચાલનમાં હિન્દીના ઉપયોગને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે. આજ સ્થિતિ એવી છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ હિન્દીનો અવાજ ગૂંજવા લાગ્યો છે. હિન્દી ભાષાની મધુરતામાં વસુધૈવ કુટુંબકમ્ની ભાવના સમાયેલ છે અને તેની સરળતામાં ગહન જ્ઞાનનો સાગર છલકાય છે. હિન્દી દિવસનો દિવસ માત્ર એક ઔપચારિક ઉત્સવ નહિ પરંતુ ભાષાનો ઉત્સવ છે, જેણે અમારા દિલોને જોડ્યા, સપનાઓને શબ્દ આપ્યા અને લાગણીઓને અવાજ આપ્યો.

સહાયક નિદેશક (રાજભાષા) શ્રી એમ.એમ. શેખે જણાવ્યું કે હિન્દી પખવાડ હેઠળ 14 થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન ડાકકર્મચારીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે. તેમાં નિબંધ લેખન, કાવ્યપાઠ, હિન્દી વ્યાકરણ, પ્રશ્નોત્તરી, અનુવાદ, તાત્કાલિક ભાષણ અને હિંદી કાર્યશાળાનું આયોજન ક્ષેત્રીય કાર્યાલય સ્તરે કરવામાં આવશે.

સહાયક નિદેશક શ્રી વારિસ વહોરાએ પ્રકાશ પાડી જણાવ્યું કે 14 સપ્ટેમ્બર 1949ના દિવસે દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતની અધિકૃત ભાષા તરીકે અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. વખતે હિન્દી ભાષાને અધિકૃત ભાષા તરીકે અપનાવવાની 76મી વર્ષગાંઠ છે.

કાર્યક્રમમાં સહાયક નિદેશક શ્રી એમ.એમ. શેખ, શ્રી રિતુલ શાહ, શ્રી વી.એમ. વહોરા, વરિષ્ઠ લેખા અધિકારી સુશ્રી પૂજા રાઠોડ, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, સહાયક લેખા અધિકારી શ્રી ચેતન સૈન, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી યોગેન્દ્ર રાઠોડ સહિત વિભાગીય અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી અભિષેક પીઠડીયાએ કર્યું.


(Release ID: 2166803) Visitor Counter : 2
Read this release in: English