માનવ સંસાધન વિકાસ મંત્રાલય
54મી KVS રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ - અંડર-14, 17 અને 19 (વિદ્યાર્થી-વિદ્યાર્થિની માટે)
Posted On:
14 SEP 2025 2:27PM by PIB Ahmedabad
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 1, સેક્ટર 30, ગાંધીનગરમાં 15થી 19 સપ્ટેમ્બર 2025 સુધી '54મી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા (વિદ્યાર્થી અને વિદ્યાર્થિની) - શતરંજ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોની પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓ ભાગ લેશે.
સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ 15 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યે શાળાના પ્રાંગણમાં યોજાશે. મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, અમદાવાદ વિભાગના નાયબ કમિશનર શ્રી ધર્મેન્દ્ર પાટલે ઉપસ્થિત રહેશે. વિશેષ અતિથિ તરીકે જાણીતા શતરંજ ખેલાડી સુશ્રી અર્પી શાહ, ગુજરાતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઇડ રેટિંગ મેળવનાર મહિલા અને ગુજરાત રાજ્યમાંથી 2022 ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર પ્રથમ શતરંજ ખેલાડી કુ. વિશ્વા વાસનવાલા હાજર રહેશે.
આ પાંચ દિવસીય સ્પર્ધામાં અંડર-14, અંડર-17, અને અંડર-19 વયજૂથોની બાલિકાઓ વચ્ચે મુકાબલા યોજાશે. સમાપન સમારોહ 19 સપ્ટેમ્બરે આયોજિત થશે, જેમાં વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તમામ સહભાગીઓને ભાગીદારી પ્રમાણપત્ર આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવશે.

SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2166497)
Visitor Counter : 2