સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

TRAIએ વડોદરા શહેર (ગુજરાત)માં મોબાઇલ નેટવર્કની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું

Posted On: 29 AUG 2025 3:06PM by PIB Ahmedabad

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ જુલાઈ 2025 દરમિયાન વડોદરા શહેરમાં (ગુજરાતમાં, LSA) હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT)ના તારણો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ( વોઇસ અને ડેટા બંને)ની વાસ્તવિક ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. IDT દરમિયાન, TRAI કોલ સેટઅપ સક્સેસ રેટ, ડેટા ડાઉનલોડ અને અપલોડ રિપોર્ટ્સ, સ્પીચ ગુણવત્તા વગેરે જેવા મુખ્ય પ્રદર્શન સૂચકાંકો (KPIs) પર પ્રદર્શન ડેટા મેળવે છે , જે પછી ગ્રાહકોને જાણ કરવા અને TSPs ને તેમની સેવાઓ સુધારવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રકાશિત કરવામાં આવે છે.

TRAIએ તેની નિયુક્ત એજન્સી દ્વારા, ગુજરાત LSAમાં 15-07-2025 થી 18-07-2025 દરમિયાન 388 કિમી શહેર ડ્રાઇવ, 12 હોટસ્પોટ સ્થાનો, વડોદરા શહેરમાં 2 કિમી વોક ટેસ્ટ સહિત વિગતવાર ડ્રાઇવ પરીક્ષણો હાથ ધર્યા હતા. આ પરીક્ષણો TRAIR પ્રાદેશિક કાર્યાલય, જયપુરના દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના IDT તારણોનો સારાંશ નીચે મુજબ છે:

( i ) વૉઇસ સેવાઓ:

 

S.No.

KPIs
(Auto-selection mode (5G/4G/3G/2G)

Measured

in

AIRTEL

BSNL

RJIL

VIL

1

Call Setup Success Rate (CSSR)

%

99.82

92.39

100.00

76.81

2

Call Setup Time Average (CST)

sec.

1.21

1.56

0.66

0.71

3

Drop Call Rate (DCR)

%

0.00

0.73

0.00

0.00

4

Call Silence rate (Mute Call)

%

0.00

14.56

0.56

0.73

5

Mean Opinion Scroe (MOS)

1-5

4.04

3.12

3.97

4.46

(ii) ડેટા સેવાઓ:

S.No.

KPIs
(Auto-selection mode (5G/4G/3G/2G)

Measured
in

AIRTEL

BSNL

RJIL

VIL

1

Average Download Throughput

(Mbits/s)

198.98

3.87

284.19

53.54

2

Average Upload Throughput

(Mbits/s)

36.64

7.03

44.88

17.36

3

Latency ( 50th percetile )

in ms

39.90

27.45

13.65

22.55

આયોજિત ડ્રાઇવ ટેસ્ટમાં વડોદરા શહેરના તમામ મહત્વપૂર્ણ વિસ્તારો, જેમાં વડોદરા રેલ્વે સ્ટેશન, વડોદરા બસ સ્ટેન્ડ, સયાજીગંજ, માંજલપુર, ગોત્રી, અકોટા, સુરસાગર તળાવ, પારુલ યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે, આવરી લેવામાં આવ્યા હતા.

IDTને વિવિધ ઉપયોગ વાતાવરણ - શહેરી ઝોન, હોટસ્પોટ્સ, જાહેર પરિવહન હબ, વગેરેમાં તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ (TSPs)ના વાસ્તવિક -વિશ્વ મોબાઇલ નેટવર્ક પ્રદર્શનને કેપ્ચર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ પ્રકારના ડ્રાઇવ પરીક્ષણમાં, 2G, 3G, 4G અને 5G નેટવર્ક પરના તમામ TSPs ના સિમ કાર્ડનો ઉપયોગ કરીને લાઇવ ડેટા અને વૉઇસ સત્રો સ્થાપિત કરવામાં આવે છે. બહુવિધ અદ્યતન પરીક્ષણ હેન્ડસેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને અદ્યતન સોફ્ટવેર સિસ્ટમ્સનો ઉપયોગ કરીને સત્રોનું રીઅલ-ટાઇમમાં નિરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવે છે.

SM/IJ/GP/JD


(Release ID: 2161833) Visitor Counter : 34
Read this release in: English , Urdu , Hindi