રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રિ નદી પરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું

Posted On: 06 AUG 2025 1:49PM by PIB Ahmedabad

મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલ વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થય છે.

આ પુલ જેની લંબાઈ 80 મીટર છે તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલવેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક નદીના પ્રવાહમાં સ્થિત છે અને બે નદીના કાંઠે (દરેક કાંઠે, એકએક) છે.

વડોદરા શહેરની શહેરી દૃશ્યરેખા દ્વારા પસાર થતો આ પુલ વડોદરા જિલ્લા માટે મહત્વપૂર્ણ નિર્માણના ઘટક રૂપે સેવા આપે છે. વડોદરા એક સૌથી વ્યસ્ત શહેરી કેન્દ્ર છે અને શહેરમાંથી પસાર થતો એક પુલ નિર્માણ કરવા માટે વિશિષ્ટ યોજના, વડોદરા મહાનગર પાલિકા અને અન્ય સ્થાનિક પ્રાધિકારીઓ સાથે સંકલન જરૂરી હતું.

બુલેટ ટ્રેનની લાઈનદોરી વિશ્વામિત્રિ નદીમાંથી વડોદરા વિસ્તારમાં અને આસપાસમાં 9 અલગ અલગ સ્થળોએ પસાર થાય છે. મુખ્ય નદીના પુલ ઉપરાંત, બાકી આવેલા 8 ક્રોસિંગમાંથી 3  ક્રોસિંગ પહેલેથી જ પૂર્ણ થઈ ચુક્યાં છે અને અન્ય સ્થળોએ તાત્કાલિક નિર્માણ કાર્ય ચાલુ છે.

નદીના પુલની મુખ્ય વિશેષતાઓ:

  • લંબાઈ: 80 મીટર
  • 40 મીટરના બે સ્પાન છે, જે SBS (સ્પાન બાય સ્પાન) પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.
  • થાંભલાની ઊંચાઈ – 26 થી 29.5મીટર
  • ત્રણ ગોળાકાર થાંભલા– 5.5મીટર વ્યાસના
  • દરેક થાંભલા પર 1.8મીટર વ્યાસ અને 53મીટરની લંબાઈવાળા 12 પાઇલ્સ મૂકવામાં આવ્યા છે
  • આ નદી વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 3કિમી દૂર છે
  • વડોદરા જિલ્લોમાં પૂર્ણ થયેલ અન્ય નદી પુલ ધાધર નદી પર છે (120મીટર)

વધારાની માહિતી

એમએએચએસઆર કૉરિડોરમાં કુલ 25 નદીના પુલ છે, જેમાંથી 21 પુલ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે.

ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલમાંથી, નીચેની નદીઓ પરના 17 પુલ પૂર્ણ થઈ ચુક્યા છે: પાર (વલસાડ જિલ્લો), પુર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગ (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો), કાવેરી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વ (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોઠા (વલસાડ જિલ્લો), દમણ ગંગા (વલસાડ જિલ્લો) અને વિશ્વામિત્રી (વડોદરા જિલ્લો).

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2152930)
Read this release in: English